________________
પર્વ ૨ જુ. ઇંદ્રજાલિકને ખુલાસો.
૩૩૧ સમુદ્રના પ્રચંડ જળથી સર્વ મંદિર અને મહેલ સહિત નગર કુંડની જેમ પૂરાવા લાગ્યું. હે રાજા ! હવે આ અશ્વના સિન્યની જેમ દોડતું તમારા ગૃહદ્વારમાં શબ્દ કરતું જળ આવે છે. હે પૃથ્વીપતિ ! જળમાં ડૂબી ગયેલા નગરને જાણે અવશેષ ભાગ હોય તે આ તમારે મહેલ બેટના જે જણાય છે. તમારી મહેરબાનીથી ઉન્મત્ત થયેલા રાજસેવકો ચડે તેમ આ જળ અખલિતપણે તમારા મહેલના દાદર ઉપર ચડે છે. તમારા મહેલનો પહેલે માળ પૂરાઈ ગયે. બીજે માળ પૂરાય છે અને તેને પૂરીને ત્રીજો માલ પણ પૂરાવા લાગે છે. અહો ! ક્ષણવારમાં ચોથ, પાંચમ અને છઠ્ઠો માલ જોતજોતામાં સમુદ્રના જળથી પૂરાઈ ગયે. વિષના વેગની જેમ તરફથી આ ઘરની આસપાસ જળે દબાણ કર્યું. હવે શરીરમાં મસ્તકની જેમ ફક્ત શિરેગૃહ (અગાશી) બાકી રહેલ છે. હે રાજન આ પ્રલયકાળ થયે. મેં જે પ્રમાણે અગાઉ કહ્યું હતું તે પ્રમાણે થયું છે. તે વખતે જેઓ મને હસતા હતા તે તમારી સભામાં બેસનારા જોષીઓ કયાં ગયા ?” પછી વિશ્વસંહારના શેકથી રાજાએ પૃપાપાત કરવાને માટે ઊઠી દઢ પરિકર બાંધ્યું અને વાનરની જેમ ઠેકીને તેણે પૃપાપાત કર્યો. તેવામાં તો પિતાને પૂર્વવત્ સિંહાસન ઉપર બેઠેલે છે. અને ક્ષણવારમાં તે સમુદ્રનું જળ કયાંક ચાલ્યું ગયું ! રાજા વિસ્મયપૂર્વક વિકસિત લેચનવાળા થઈ ગયા અને અભન્ન એવાં ઝાડ, પર્વત, કિલ્લો અને સર્વ વિશ્વ જેવું હતું તેવું તેના જેવામાં આવ્યું.
હવે તે ઈદ્રજાલિક કટી ઉપર લકી બાંધી પિતાના હાથથી વગાડતે હર્ષવડે આ પ્રમાણે બોલવા લાગ્યો-ઇંદ્રજાળના પ્રયોગથી આદિમાં ઇંદ્રજાળની કળાના સર્જનાર સંવર નામના ઇંદ્રના ચરણકમળને હું પ્રણામ કરું છું.” પિતાના સિંહાસન ઉપર બેઠેલે રાજા “આ શું ?” એમ આશ્ચર્યથી તે બ્રાહ્મણને પૂછવા લાગ્યો, ત્યારે બ્રાહ્મણે કહ્યું-“સવ કળા જાણનારના ગુણને પ્રકાશ કરનાર રાજા છે, એમ ધારીને અગાઉ હું તમારી પાસે આવ્યો હતો, તે વખતે તમે “ઇંદ્રજાળ મતિને ભ્રષ્ટ કરે છે એમ કહી મારે તિરસ્કાર કર્યો હતો, એટલે તમે મને ધન આપવા માંડ્યું તો પણ હું તેને લીધા સિવાય ચાલ્યો ગયો હતે. ઘણું ધન મળે તે પણ ગુણવાનને ગુણ મેળવતાં થયેલા શ્રમ તેથી જ નથી, પણ તેને ગુણ જાણવાથી તે શ્રમ જાય છે, તેથી આજે કપટથી નૈમિત્તિક થઈને પણ મેં તમને મારે ઇંદ્રજાળને અભ્યાસ બતાવ્યું છે. તમે પ્રસન્ન થાઓ ! મેં તમારા સભાસદોને જે તિરસ્કાર કર્યો અને ઘણીવાર સુધી તમને મોહ પમાડે તે કૃપા કરી તમે માફ કરજે; કારણ કે તાવિક રીતે તે મારો અપરાધ નથી.” એમ કહીને તે બ્રાહ્મણ મૌન રહ્યો, એટલે પરમાર્થને જાણનારા રાજા અમૃતની જેવી વાણુથી બોલ્યા- “હે વિપ્ર !. રાજાને અને રાજાના સભાસદોને તેં તિરસ્કાર કર્યો છે એમ તારા ચિત્તમાં તું ભય રાખીશ નહીં; કેમકે તું મારો પરમ ઉપકારી થયે છે. હે વિપ્ર ! આ ઇંદ્રજાળ બતાવીને તે મને તેના જે અસાર સંસાર જણાવી દીધું છે.-જેમ તે જળ પ્રગટ કર્યું હતું અને તે જોત જોતામાં નાશ પામ્યું તેમજ આ સંસારના સર્વ પદાર્થો પ્રગટ થઈને નાશ પામવાના છે. અહો! હવે સંસારમાં શું પ્રીતિ કરવી ?” એવી રીતે બહ પ્રકારે સંસારના દેષ કહીને તે બ્રાહમણને કૃતાર્થ કરી રાજાએ દીક્ષા લીધી ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org