Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 1
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

Previous | Next

Page 359
________________ ૩૩૪ માયાવી વિદ્યાધરનું પેટ સગ ૬ ડ્રો ઊભી હતી, તેવામાં આકાશમાંથી બીજે ચરણ પણ પડ્યો. ત્યારે તે ફરીથી બેલી-“અરે ! આ મારા પતિને જ ચરણ છે કે જે મારા હસ્તકમલથી ચાંપેલ અને મારા ખોળારૂપી શયામાં સૂનારો છે.” તેવામાં તત્કાળ તેનું માથું અને ધડ તે સ્ત્રીના હદયની સાથે પૃથ્વીને કંપાવતાં ભૂમિ પર પડયાં. પછી તેણે વિલાપ કરવા માંડ્યો-“અરે ! છળવાળા તે બળવાન શત્રુએ મારા પતિને મારી નાખે ! અરે ! હું બિચારી હણાઈ ગઈ! અરે ! આ મારા પતિનું જ કમળના જેવું વદન છે કે જેને મેં પરમ પ્રીતિથી કુંડળવડે શણગાર્યું હતું. અરે ! આ મારા પતિનું વિપુલ હૃદય છે કે જેની અંદર અને બહાર માત્ર મારું જ વાસસ્થાન હતું. હે નાથ ! હું હમણ અનાથ થઈ ગઈ છું. હે પતિ ! તમારા વિના નંદન. વનથી પુપો લાવીને મારા મસ્તકના કેશને કેણુ શણગારશે ? એક આસન પર બેસીને આકાશમાં ફરતી હું તેની સાથે સુખેથી વલ્લકીવાણુ બજાવીશ ? વીણાની જેમ મને કશું પિતાના ઉસંગમાં બેસારશે ? શય્યામાં વિસંધૂળ થઈ ગયેલા મારા કેશને કેણ સમા કરશે ? પ્રૌઢ સ્નેહની લીલાથી હું કેના ઉપર કેપ કરીશ ? અશોક વૃક્ષની જેમ મા પગને પ્રહાર કોના હર્ષને માટે થશે ? હે પ્રિય ! ગુચ્છરૂપ કૌમુદીની જેમ ગશીર્ષચંદનના રસવડે મારા અંગરાગને કોણ કરશે ? સૈરંધી દાસીની જેમ મારા ગાલ ઉપર, ગ્રીવા ઉપર, લલાટ ઉપર અને સ્તન ઉપર પત્રરચના કોણ કરશે ? ખોટી રીસ કરીને મૌન ધારી રહેલી મને ક્રીડા કરવાને રાજમેનાની જેમ કેણ બોલાવશે ? જ્યારે હું કૃત્રિમપણે શયન કરતી (ઊંઘી જતીત્યારે હે પ્રિયા ! હે પ્રિયા ! હે દેવી! હે દેવી ! ઈત્યાદિક વાણીથી તમે જગાડતા તે હવે કોણ જગાડશે ? હવે આત્માને વિડંબનાભૂત આવો વિલંબ કરવાથી શું? માટે હે નાથ ! મહામાર્ગના (પલેકગમનના) મોટા વટેમાર્ગુ થયેલા એવા તમારી પછવાડે હું આવું છું.” આ પ્રમાણે વિલાપ કરતી, પિોતાના પ્રાણનાથના માર્ગને અનુસરવાની ઈચછાવાળી તે સ્ત્રીએ અંજલિ જોડીને રાજા પાસેથી વાહનની જેમ અગ્નિ માગ્યું. રાજાએ તેને કહ્યું-“હે સ્વચ્છ આશયવાળી પુત્રી ! તું પતિની સ્થિતિ બરબર જાણ્યા સિવાય આમ કેમ કહે છે ? કારણ કે રાક્ષસ અને વિદ્યાધરની આવી માયા પણ હોય છે, માટે ક્ષણવાર રાહ જે. પછી આત્મસાધન કરવું તે તે સ્વાધીન છે.” ફરીથી તેણે રાજાને કહ્યું-“આ સાક્ષાત્ મારો જે પતિ છે. તે યુદ્ધમાં મૃત્યુ પામીને પડેલ દેખાય છે. સંધ્યા સૂર્યની સાથે જ ઉદય પામે છે અને સાથે જ અસ્ત પામે છે, તેમ પતિવ્રતા સ્ત્રીઓ પતિની સાથે જ જીવે છે અને સાથે જ મરે છે. નિર્મળ વંશવાળા મારા પિતાના અને પતિના કુળમાં હું જીવીને શામાટે કલંક લગાડું ? પતિ વિના રહેલી હું, જે તમારી ધર્મપુત્રી છું તેને આમ જીવતી રહેલી જોઈને હે પિતા ! તમે કુળસ્ત્રીના ધર્મને જાણનાર છતાં કેમ લજજા પામતા નથી? ચંદ્ર વિના કૌમુદીની જેમ અને મેઘ વિના વિદ્યુતની જેમ પતિ વિના મારે રહેવું યુક્ત નથી, માટે તમે સેવક પુરુષને આજ્ઞા કરો અને મારે માટે કાષ્ઠ મંગાવો જેથી હું પતિના શરીરની સાથે જળની જેમ અગ્નિમાં પ્રવેશ કરું.” તેણે આગ્રહપૂર્વક કહ્યું, એટલે દયાળુ રાજ શેકવડે ગદ્ગદ્ વાણીથી તેના પ્રત્યે બે-“અરે બાઈ! તું થડા વખત સુધી ધીરજ ધર, પતંગની જેમ તારે મરવું યુક્ત નથી. થોડું પ્રયજન (કામ) પણ વિચારીને કરવું યોગ્ય છે.” રાજાએ આ પ્રમાણે કહ્યું એટલે તે ભામિની કોપ કરીને રાજા પ્રત્યે બોલી-“અરે ! હજુ સુધી મને રોકી રાખો છો, તેથી તમે તાત નથી એમ હું છું. તમારું પરસ્ત્રીસહોદર એવું નામ પ્રખ્યાત છે, તે વિશ્વના વિશ્વાસને માટે જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371