Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 1
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

Previous | Next

Page 360
________________ પર્વ ૨ . વિદ્યાધર-પત્નીને અગ્નિપ્રવેશ. ૩૩૫ છે, પણ પરમાર્થથી નથી. જો તમે ખરેખર પિતા છે તે આ તમારી દુહિતાને અગ્નિના માર્ગે સ્વપતિની પાછળ જતી તત્કાળ જુઓ” રાજાએ કાયર થઈને તેને ઈચ્છિત કરવાની આજ્ઞા આપી અને કહ્યું-“હવે હું તને રેકતો નથી, તારા સતીવ્રતને તું પવિત્ર કર.” પછી હર્ષ પામીને રાજાના આદેશથી આવેલા રથમાં પિતાના સ્વામીનાં અંગેને સત્કાર પૂર્વક પિતે આરેપણ કર્યા. અને પિતાના અંગે અંગરાગ લગાવી, ધેળાં વસ્ત્ર પહેરી અને મસ્તકના કેશમાં પુષ્પ ગુંથીને પૂર્વની જેમ પતિની પાસે બેડી. નીચું મસ્તક કરી શક સહિત રાજા રથની પાછળ ચાલ્યો અને નગરના લેકે આશ્ચર્ય પૂર્વક જેવા લાગ્યા. એવી રીતે તે નદી ઉપર ગઈ ક્ષણવારમાં સેવકલેકે ચંદનકાષ્ઠ લાવ્યા અને જાણે મૃત્યુ દેવની શસ્યા હોય એવી તેની ચિતા રચી. પછી પિતાની જેમ રાજાએ તે સ્ત્રીને ધન આપ્યું, એટલે તેણે કલ્પલતાની જેમ યાચકને આપી દીધું. પછી જળની અ જલિ ભરીને દક્ષિણાવત્ત જેની જવાળા છે એવા તે અગ્નિની તેણે ત્રણ પ્રદક્ષિણા કરી, સતીની સત્યાપના :(ખાત્રી કરી. પતિનાં અંગની સાથે તેણે વાસાગાર (ઘર) ની જેમ ચિતાગ્નિમાં સ્વેચ્છાએ પ્રવેશ કર્યો. ઘણી ઘીની ધારાથી સિંચાયેલે અગ્નિ જવાળાથી આકાશને પલવિત કરતા અધિક અધિક બળવા લાગ્યો. વિદ્યાધરના અંગ, તે સ્ત્રી અને સર્વ કાઠે, સમુદ્રમાં જતું જળ જેમ લવણમય થઈ જાય તેમ થોડા વખતમાં ભસ્મીભૂત થઈ ગયાં. પછી ત્યાં તેને નિવાપાંજલિ દઈને શોકથી આકુળ એ રાજા પિતાના ધામમાં આવ્યું. રાજા શેક સહિત આવીને જે સભામાં બેસે છે, તેવામાં ખગ અને ભાલું લઈને તે પુરુષ આકાશમાંથી નીચે ઉતર્યો. રાજાએ અને સભાસદોએ વિસ્મયપૂર્વક તેની સામું જોયું, એટલે તે કપટી વિદ્યાધર રાજાની સમીપ આવીને આ પ્રમાણે બે બે-બહે પરસ્ત્રી અને પરધનમાં નિઃસ્પૃહ રાજા ! તમે ભાગ્યપૂર્વક વૃદ્ધિ પામે છે. મેં ધૂતકારની જેમ યુદ્ધમાં મારા શત્રુને કેવી રીતે જ તે હું કહું છું તે સાંભળે...હે શરણ કરવા ગ્ય ! અહીંથી તમારે શરણે મારી સ્ત્રીને મૂકીને જે વખતે હું પવનની જેમ આકાશમાં ઊડયો તે વખતે મોટા આટાપૂર્વક મારી સામે આવતા એ દુષ્ટ વિદ્યાધરને, નળીઓ જેમ સર્પને જુએ તેમ મેં આકાશમાં દીઠો. પછી દુજે ય એવા અમે બંને વૃષભની જેમ મોટી ગર્જના કરવા લાગ્યા અને હું તથા તે પરસ્પર યુદ્ધાથે બેલવા લાગ્યા. “અરે ! બહુ સારું થયું કે આજે મેં તને જોયે. હે ભુજમાં ગર્વિષ્ઠ થયેલા ! પ્રથમ પ્રહાર કર, જેથી આજે હું મારી ભુજાનું અને દેવતાઓનું કૌતુક પૂર્ણ કરું; નહીં તે શસ્ત્ર છેડી દઈને રાંક જેમ ભયને ગ્રહણ કરે તેમ દશે આંગળી દાંતમાં લઈને જીવિતની ઇચ્છાથી નિઃશંક થઈ ચાલ્યા જા.” આવી રીતે અમે બંને પરસ્પર આક્ષેપપૂર્વક બોલતા ઢાલ તરવારરૂપી પાંખને ફેરવતા કુકડાની જેમ લડવા લાગ્યા. ચારીપ્રચારમાં ચતુર એવા બંને રંગાચાર્યની જેમ આકાશમાં એક બીજાના પ્રહારમાંથી બચી જતા ફરવા લાગ્યા. ખગરૂપ શૃંગારથી પ્રહાર કરતા એવા ગેંડાની જેમ અમે વારંવાર અભિસર્ષણ (આગળ જવું) અને અપસર્પણ (પાછળ જવું) કરવા લાગ્યા. ક્ષણવારમાં હે રાજા ! જાણે તમારે વધામણીઓ હોય તેમ મેં તેને ડાબે હાથ કાપીને અહીં ભૂમિ પર પાડી નાખે. પછી તમારા આનંદને માટે કદળીથંભની લીલાથી મેં તેને એક ચરણ કાપીને પૃથ્વી પર પાડી નાખ્યો. પછી તે રાજા ! કમળનાળની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371