Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 1
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

Previous | Next

Page 368
________________ ૩૪૩ પવ ૨ જું સગર ચક્રીની દીક્ષા. સમાન અનુશિષ્ટિમય ધર્મદેશના ધર્મસારથી એવા પ્રભુએ આપી. પ્રથમ પૌરષી પૂર્ણ થઈ એટલે દેશના સમાપ્ત કરીને તીર્થંકરે ત્યાંથી ઉઠી દેવજીંદાને અલંકૃત કર્યો. પછી પ્રભુના ચરણપીઠ ઉપર બેસીને મુખ્ય ગણુધરે પ્રભુના પ્રભાવથી સર્વ સંશયને છેદનારી દેશના સ્વામીની જેમ આપી. બીજી પૌરષી પૂર્ણ થઈ એટલે વરસાદ વરસતો બંધ પડે તેમ તેમણે પણ દેશના સમાપ્ત કરી. પછી ત્યાંથી પ્રભુ બીજે વિહાર કરવાને ચાલી નીકળ્યા અને ભગીરથાદિક રાજાએ તથા દેવતાઓ પિપિતાને સ્થાનકે ગયા. સ્વામીની સાથે વિહાર કરતા સગરમુનિ માતૃકાની (સ્વર વ્યંજન) જેમ લીલામાત્રમાં દ્વાદશાંગી ભણ્યા. તેઓ હમેશાં પ્રમાદરહિત થઈને પાંચ સમિતિ અને ત્રાણુ ગુણિરૂપ આઠ ચરિત્રની માતાઓનું સારી રીતે આરાધન કરતા હતા. હમેશાં ભગવાનના ચરણની સેવાથી ઉત્પન્ન થયેલા હર્ષથી પરિષદના કલેશને જરા પણ જાણતા નહતા. ત્રણ લેકના ચક્કી તીર્થકરને હું ભાઈ છું, વળી હું પણ ચકી છું, એ ગર્વ બીલકુલ ન ધરાવતાં તેઓ બીજા મુનિઓને વિનય કરતા હતા. પાછળથી દીક્ષા ગ્રહણ કર્યા છતાં પણ તપ અને અધ્યયનથી તે રાજર્ષિ ચિરકાળના દીક્ષિત મુનિએથી પણ અધિક થઈ પડ્યા. અનુક્રમે ઘાતિકર્મના ક્ષયથી દુનિના છેદનથી સૂર્યને પ્રતાપ પ્રગટ થાય તેમ તેમને ઉજવલ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. કેવળજ્ઞાનની ઉત્પત્તિથી આરંભીને પૃથ્વીમાં વિહાર કરતા અજિતનાથ સ્વામીને પંચાણું ગણધરો થયા અને એક લાખ મુનિ, ત્રણ લાખ ને ત્રીશ હજાર સાધ્વી, સાડાત્રીશ ચૌદ પૂર્વધારી, એક હજાર ને સાડાચારસે મન ૫ર્યાયી, ચેરાશે અવધિજ્ઞાની, બાવીશ હજાર કેવળી, બાર હજાર ને ચાર વાદી, વીશ હજાર ને ચાર વક્રિયલબ્ધિવાળા, બે લાખ ને અઠાણું હજાર શ્રાવક અને પાંચ લાખ ને પીસ્તાળીસ હજાર શ્રાવિકા એટલે પરિવાર થયે, દીક્ષાકલ્યાણકથી એક પૂર્વાગે ઊણુ એવા લક્ષ પૂવ જતાં પોતાનો નિર્વાણ સમય જાણુને પ્રભુ સંમેતશિખર પર્વતે આવ્યા. જાણે કાગ્રે ચડવાની નીસરણું હોય તેમ તેઓ સંમેતશિખર ઉપર આરૂઢ થયા. તેમનું બેતેર લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ થતાં એક હજાર શ્રમણની સાથે તેમણે પાદપપગમ અનશન કર્યું. તે વખતે એક સાથે સર્વ ઇંદ્રોનાં આસને પવને હલાવેલા ઉદ્યાનવૃક્ષની શાખાઓની જેમ કંપાયમાન થયા. તેઓએ અવધિજ્ઞાને પ્રભુનો નિર્વાણસમય જાયે એટલે તેઓ પણ સંમેતશિખર પર્વતે આવ્યા. ત્યાં તેઓએ દેવતાઓ સહિત પ્રભુને પ્રદક્ષિણું કરી અને શિષ્યની જેમ સેવા કરતા પાસે બેઠા. જ્યારે પાદપપગમ અણસણનો એક માસ પૂર્ણ થયે ત્યારે ચૈત્રશુક્લ પંચમીને દિવસે ચંદ્રમાં મૃગશિર નક્ષત્રમાં આવ્યું તે, પર્યક આસને રહેલા પ્રભુ બાદર કાયાગરૂપ હાથમાં બેઠા સતા રથને જોડેલા બે અશ્વને કબજે કરે તેમ બાદર મનગ અને વચનગને રૂંધતા હતા. પછી સૂમકાયયોગમાં રહીને ભગવંતે દીપકવડે અંધકારના સમૂડનું રૂંધન કરે તેમ બાદરકાયયેગને રોધ કર્યો, અને સૂક્ષ્મકાયગમાં જ રહ્યા સતા જ સૂમમોગ અને વચનગનું પણ રૂંધન કર્યું અને તે ગમાં જ સ્થિત રહ્યા સતા સૂક્ષ્મક્રિય નામે શુકલધ્યાનને ત્રીજો પા પ્રાપ્ત કર્યા. પછી શુકલધ્યાને ચેાથે પાયે માત્ર પાંચ લઘુ અક્ષર ઉચ્ચારણ જેટલા કાળનું શૈલેશીકરણ કર્યું. ત્યાં અવશિષ્ટ કર્મ ક્ષીણ થયાં અને અનંત ચતુષ્ટય સિદ્ધ થયા, એટલે એ પરમાત્મા પ્રભુ ઋજુગતિએ લેકાગ્રને પ્રાપ્ત થયા. પ્રભુને કૌમાર અવસ્થામાં અઢાર લક્ષ પૂર્વ ગયા, રાજ્યસ્થિતિમાં એક * પૂર્વગ એટલે ૮૪ લાખ વર્ષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 366 367 368 369 370 371