________________
૩૪ નિર્વાણ મહોત્સવ.
સર્ગ ૬ છે પૂર્વાગે સહિત ત્રેપન લક્ષ પૂર્વ ગયા, છવસ્થપણામાં બાર વર્ષ ગયા અને કેવળજ્ઞાનમાં એક પૂર્વાગ તથા બાર વર્ષે વર્જિત લક્ષ પૂર્વે ગયા. એકંદર તેર લાખ પૂર્વનું આયુષ્ય ભેગવીને રાષભપ્રભુના નિર્વાણથી પચાસ લાખ ક્રોડ સાગરોપમે નિર્વાણપદને પામ્યા. તેમની સાથે બીજા એક હજાર મુનિઓએ પાદપપગમ અણસણું કર્યું હતું, તેઓ પણ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી ત્રણે વેગને રોધ કરી એક્ષપદને પામ્યા. સગરમુનિએ પણ કેવળી સમુદુઘાત કરીને ક્ષણવારમાં અનુપદીની જેમ સ્વામીએ પ્રાપ્ત કરેલું પદ ઉપલબ્ધ કર્યું અર્થાત મોક્ષપદને પામ્યા.
તે વખતે પ્રભુના મોક્ષકલ્યાણકવડે સુખને નહીં જેનારા નારકીઓને પણ ક્ષણવાર સુખ થયું. પછી શેક સહિત ઈ દિવ્યજળથી સ્વામીના અંગને નવરાવ્યું અને ગશીર્ષ ચંદનના રસનું વિલેપન કર્યું, તેમજ હંસના ચિત્રવાળાં વસ્ત્ર પહેરાવ્યાં અને વિચિત્ર એવાં દિવ્ય આભૂષણોથી પ્રભુનું શરીર શણગાર્યું. બીજા મુનિઓનાં શરીરને દેવતાઓએ સ્નાન, અંગરાગ, નેપચ્ય અને આચ્છાદન વિગેરે કર્યું. પછી ઈદ્ર સ્વામીના દેહને શિબિકામાં પધરાવી ગશીર્ષચંદનના કાણમય ચિતા ઉપર લઈ ગયા અને બીજા મુનિઓનાં શરીરને બીજી શિબિકામાં પધરાવીને દેવતાઓ ગોશીષચંદનનાં કાષ્ટની રચેલી બીજી ચિતા ઉપર લઈ ગયા. અગ્નિકુમાર દેવતાઓએ ચિતામાં અગ્નિ ઉત્પન્ન કર્યો, વાયુકુમાર દેવેએ વાયુવડે વિશેષ પ્રજ્વલિત કર્યો અને શક્રના આદેશથી અનેક દેવતાઓએ સેકડોભાર કપૂર, કસ્તુરી અને ઘીના સેંકડે કુંભ ચિતામાં લેપન કર્યા. અસ્થિ વિના પ્રભુની બીજી સર્વ ધાતુ બળી ગઈ, એટલે મેઘકુમાર દેવતાઓએ જળવડે ચિતાને બુઝાવી શાંત કરી. પ્રભુની ઉપરની જમણી અને ડાબી દાઢ શુક્ર અને ઈશાનંદ્ર ગ્રહણ કરી અને નીચેની બંને ડાઢે ચમર અને બલી ઇંદ્ર ગ્રહણ કરી. બીજા ઈંદ્રોએ પ્રભુના દાંત ગ્રહણ કર્યા અને દેવતાઓએ ભતિથી બાકીનાં અથિ ગ્રહણ કર્યો. બીજું પણ સ્તૂપરચના વિગેરે ત્યાં કરવાનું હતું, તે સર્વ વિધિ પ્રમાણે કરીને સર્વ દેવતાઓ સહિત ઇંદ્રોએ નંદીશ્વર દ્વીપે આવીને મોટા ઉત્સવવડે શાશ્વત અહંતને અષ્ટાબ્લિકા ઉત્સવ કર્યો. પછી સર્વ દે પિતપતાને સ્થાને ગયા. ત્યાં પિતપતાની સુધર્મા સભાની મધ્યમાં માણવક નામના સ્થમાં વિજય મેળાકાર ડાબલામાં તે પ્રભુની દાઢે મૂકી અને તેની શાશ્વત પ્રતિમાની જેમ ઉત્તમ ગંધ, ધૂપ અને પુષ્પવડે નિરંતર પૂજા કરવા લાગ્યા. તેના અનુભાવથી ઈંદ્રોને હમેશાં અવ્યાહત અને અદ્વિતીય વિજયમંગળ વતે છે.
“પાખંડથી મહર એવા પણું સરેવરની જેમ અંદર રહેલા સગરચક્રીના ચરિત્રથી મને ડર એવું આ અજિતસ્વામીનું ચરિત્ર શ્રેતાઓને આ લોક અને પરલોકના સુખને વિસ્તાર કરે.” इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्ठिशलाकापुरुषचरिते महाकाव्ये द्वितीये
पर्वणि अजितस्वामिसगरदीक्षानिर्वाणवर्णनो नाम षष्ठः सर्गः ॥६॥
४
समाप्त चेदमजितस्वामिसगरचक्रवर्तिचरित्रप्रतिबद्ध द्वितीय पर्वम् ॥२॥
——
—૨
૨
૨
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org