________________
પર્વ ૨ જુ. વિદ્યારે વર્ણવેલ પિતાની માયાજાળ.
૩૩૭ નગરના અને દેશના લેકે સાક્ષી છે અને આ જગચક્ષુ ભગવાન સૂર્ય પણું આકાશમાં રહેલા સાક્ષી છે. ચાર કપાળ, ગ્રહ, નક્ષત્ર, તારા, આ ભગવતી પૃથ્વી અને જગતને પિતા ધર્મ પણ સાક્ષી છે, માટે આવાં કઠોર વચને બેલવાને તમે એગ્ય નથી. આ સવ* માંથી કઈ પણ સાક્ષીને તમે પ્રમાણભૂત કરે.” તે સાંભળીને ખોટે રેષ બતાવનાર તે પુરુષે કઠેર વચને કહ્યું–‘પ્રત્યક્ષ પ્રમાણમાં બીજા પ્રમાણની કલ્પના થાય જ નહીં, આ તમારી પછવાડે કેણુ છે તેને જુઓ. પિતાની કાખમાં ડોલ છતાં કેશમાંથી પાણી પીવા જવું તેના જેવું આ કાર્ય છે, ” પછી રાજાએ ડોક વાંકી કરીને પિતાની પછવાડે દષ્ટિ કરી તે ત્યાં તેણે તે સ્ત્રીને બેઠેલી જોઈ. તેથી પારદારિક દષથી હું દૂષિત થયો એવી શંકાથી તાપવડે પુષ્પ પ્લાન થાય તેમ તે ગ્લાનિ પામે. નિર્દોષ એવા તે રાજાને દેશની શંકાથી લાનિ પામેલે જોઈ અંજલિ જોડીને તે પુરુષ આ પ્રમાણે કહેવા લાગ્યો-બહે રાજા ! તમને સાંભરે છે કે હે' ઘણા કાળ સુધી અભ્યાસ કરેલું મારું માયાપ્રગન ચાતુર્ય બતાવવાને માટે તમારી પાસે પ્રાર્થના કરવા આવ્યા હતા, તે વખતે મેઘની જેમ સર્વ વિશ્વ ઉપર સાધારણ કૃપાવાળા છતાં મારા ભાગ્યદેષથી ઈચ્છા પૂર્ણ કર્યા સિવાય મને દ્વારમાંથી જ તમે રજા આપી હતી. પછી રૂપ ફેરવી કપટનાટક કરીને મેં તમને મારી કળા બતાવી. હવે હું કૃતાર્થ થયે, મારા ઉપર તમે પ્રસન્ન થાઓ. જેમ તેમ કરીને પણ પોતાનો ગુણ મોટા માણસને બતાવવું જોઈએ, નહીં તે ગુણ મેળવવાને કલેશ કેવી રીતે નાશ પામે ? માટે આજે હવે હું કલેશ રહિત થયે. તમે આજ્ઞા આપે, હવે હું જઈશ. તમારી આગળ મારા ગુણ બતાવીને હવે હું સર્વ ઠેકાણે મેંઘો થયો છું.” પછી રાજાએ ઘણું ધન આપવાવડે તેને કૃતાર્થ કરીને વિદાય કર્યો.
ત્યારબાદ કાંઈક વિચાર કરીને રાજા આ પ્રમાણે બે —જે આને માયાપ્રયોગ છે તેવો જ આ સંસાર છે, કારણ કે આ સર્વ જોવામાં આવતી વસ્તુઓ પાણીના પર પિોટાની જેમ જોતજોતામાં નાશ પામનારી છે.” એવી રીતે અનેક પ્રકારે સંસારની આસારતા ચિંતવીને સંસારવાસથી વિરક્ત થયેલા તે રાજાએ રાજ્યને છોડી દઈને દીક્ષા ગ્રહણ કરી.” આ પ્રમાણેની કથા કહીને બીજે મંત્રી બોલ્યા–“મેં કહેલી કથા પ્રમાણે હે પ્રભુ ! આ માયાપ્રયોગ સદશ સંસાર છે, તેમાં તમે શેકને વશ ન થાઓ; અને પિતાના આત્મસ્વાર્થની સિદ્ધિને માટે પ્રયત્ન કરે.”
આ પ્રમાણે તે બંને મંત્રીનાં વચન સાંભળીને મહાપ્રાણસ્થાનમાં જેમ પ્રાણુ આવે તેમ ચક્રીને શોકને ઠેકાણે જ ભવનિર્વેદ (સંસારવાસ-ખે) ઉત્પન થયો. એટલે સગરરાજાએ તત્વથી શ્રેષ્ઠ વાણીવડે કહ્યું કે “તમે મને આ બહુ સારું કહ્યું. જંતુઓ પિતપોતાનાં કર્મ પ્રમાણે જ જીવે અને મરે છે. બાળ, યુવાન કે વૃદ્ધ એવું વયનું કાંઈ તેમાં પ્રમાણ નથી. બાંધવાદિકના સંગમ સ્વપ્નના જેવા છે, લક્ષ્મી હાથીના કાનની જેવી ચંચળ છે, યૌવન-લક્ષ્મી પર્વતમાંથી નીકળતી નદીના જેવી વહી જનારી છે, જીવિત દર્ભના અગ્રભાગ ઉપર રહેલા જળના બિંદુ સમાન છે. મારવાડ દેશમાં જળની જેમ જ્યાં સુધી યૌવન ગયું નથી, A - 43
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org