________________
૩૩૮
અષ્ટાપદ પર્વત પાસે રહેનારા નાગરિકને પિકાર. સગ ૬ ઢો. રાક્ષસીની જેમ આયુષનો અંત કરનારી વૃદ્ધાવસ્થા જ્યાં સુધી આવી નથી, સંનિપાતની જેમ ઇન્દ્રિયની વિકળતા જ્યાં સુધી થઈ નથી અને વેશ્યાની જેમ જ્યાં સુધી સર્વસ્વ ગ્રહણ કરીને લક્ષ્મી વિરામ પામી નથી ત્યાં સુધી આ સર્વને સ્વયમેવ તજી દઈને દીક્ષાગ્રહણના ઉપાયથી લભ્ય એવા સ્વાર્થ સાધનને માટે પ્રયત્ન કરે એગ્ય છે. જે પુરુષ આ અસાર શરીરથી મોક્ષને મેળવે છે તે પુરુષ કાચના કકડાથી મણિને, કૃણુકાકથી (કાળે કાગડ) મોર, કમળનાળની માળાથી રત્નજડિત હારને, નઠારા અન્નથી દૂધપાકને, કાળસેયથી (છાશ) દૂધને અને ગધેડાથી ઘોડાને ખરીદે છે.” એવી રીતે સગરરાજા કહે છે તેવામાં તેના દ્વાર ઉપર અષ્ટાપદની સમીપે રહેનારા ઘણું લેકે આવ્યા અને તેઓ “અમારી રક્ષા કરે, રક્ષા કરે” એમ ઊંચે સ્વરે પોકાર કરવા લાગ્યા. સગરે દ્વારપાળ પાસે તેમને બોલાવ્યા અને પૂછયુંશું થયું છે ?' એટલે પ્રણામ કરીને તે ગામડીઆઓ એકઠા થઈને બેલ્યા-”હે રાજા ! અષ્ટાપદ પર્વતની ફરતી કરેલી ખાઈ પૂરવાને દંડર–વડે ગંગાનદીને તમારા પુત્રો લાવેલા છે. તે ગંગાનદીએ પાતાળની જેવી દુપૂર એવી ખાઈને પણ ક્ષણવારમાં પૂરીને કુલટા સ્ત્રી જેમ બંને કુળની મર્યાદાનું ઉલ્લંઘન કરે તેમ તેણે બંને કાંઠા ઉલ્લંઘન કર્યા છે અને અષ્ટાપદની સમીપમાં રહેલાં ગામડાં, આકર અને નગર વિગેરેને સમુદ્રની જેમ વિસ્તરી જઈને ડુબાવી દેવા માંડ્યાં છે. અમારે તે અત્યારે જ પ્રલયકાળ પ્રાપ્ત થયું છે, માટે તમે આજ્ઞા કરો કે અમે કયાં નિરુપદ્રવ થઈને રહીએ ?” પછી સગરચક્રીએ પિતાના પૌત્ર ભગીરથને વાત્સલ્યયુક્ત વાણીથી લાવીને આ પ્રમાણે આજ્ઞા કરી- હે વત્સ ! અષ્ટાપદ પર્વતની ફરતી ખાઈને પૂરીને, તે ગંગાનદી ઉન્મત્ત સ્ત્રીની જેમ હાલમાં ગામડાંઓમાં ભમે છે તેને દંડવડે આકર્ષક કરીને પૂર્વ સાગરમાં ભેળવી શે; કારણ કે જ્યાં સુધી જળને રસ્તો બતાવ્યું ન હોય ત્યાં સુધી તે અંધની જેમ ઉન્માળે જાય છે. જેવી રીતે અસામાન્ય બાહપરાક્રમ, ભુવનેત્તર ઐશ્વર્ય, અતિઉલ્લણ હસ્તિબળ, વિશ્વમાં વિખ્યાત અશ્વબળ, અતિ વિક્રમી પેદળ, મોટું રથનું બળ, અતિ ઉત્કટ પ્રતાપ, નિઃસીમ શસ્ત્રકૌશલ્ય અને દેવતાઈ આયુધની સંપત્તિ, એ સર્વ જેમ શત્રુઓના દ૫ને હણે છે તેમ તેને ગર્વ કરવાથી તે અમને પણ હાનિ કરે તેમ જણાય છે. હે પુત્ર ! ગર્વ સર્વ દેષને અગ્રણી છે, આપત્તિનું એક સ્થાન છે, સંપત્તિને અપહર્તા છે, દુર્યશને કર્તા છે, વંશને સંહાર છે, સર્વ સુખને હરનાર છે, પરલેકમાં પહોંચાડનાર છે, અને શરીરમાંથી જ ઉત્પન્ન થયેલ શત્ર છે. તે ગર્વ સન્માર્ગમાં રહેલા સામાન્ય પુરુષોએ પણ છોડી દેવા યોગ્ય છે તે મારા પૌત્રે તે વિશેષ રીતે છોડવા યોગ્ય છે. હે પુત્ર ! તારે વિનીતપણુવડે ગુણની પાત્રતા મેળવવી. વિનય ધારણ કરવાથી અશક્ત મનુષ્યને પણુ ગુણના પ્રકર્ષની પ્રાપ્તિ થાય છે, અને શક્તિવંત પુરુષમાં તે જે વિનય ગુણ હોય છે તે તે સુવર્ણ ને સુગંધના મેળાપ સદશ તેમજ નિષ્કલંક થયેલા પૂર્ણિમાના ચંદ્ર તુલ્ય છે. સુર, અસુર અને નાગાદિકને તમારે યથાયોગ્ય ક્ષેત્રમાં સુખકારક કાર્યમાં ઉપચાર કરે (જ્યાં ત્યાં ઉપચાર ન કરો). ઉપચારને યોગ્ય કાર્યમાં જે ઉપચાર કરે તે દેષકારક નથી, પણ પિત્તવાળા માણસને આતપની જેમ અપચાર કરવો તે દોષને અર્થે છે. ઋષભસ્વામીના પુત્ર ભરતચક્રીએ યોગ્ય ઉપચારથી દેવ અને દેને વશ કર્યા હતા. તે શક્તિવાન હતા તે પણ તેણે દેવતાદિકમાં કરવા યોગ્ય ઉપચાર બતાવ્યો છે, તેથી તમારે પણ કુળાચાર પ્રમાણે વર્તવું.” મહાભાગ ભગીરથે પિતામહનું તે વાક્ય આદરપૂર્વક સ્વીકાર્યું, કારણ કે સ્વભાવથી જ વિનીત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org