Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 1
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

Previous | Next

Page 364
________________ પર્વ ૨ જું. ગંગા નદીને સમુદ્રમાં લઈ જવા ભગીરથ પ્રયાસ. '૩૩૯ પુરૂષને જે શિક્ષા આપવી તે સારી ભીંતમાં ચિત્ર કરવા જેવું છે. પછી પોતાના પ્રતાપની જેવું ઉર્જિત દંડન અર્પણ કરી, મસ્તક પર ચુંબન કરી સગરે ભગીરથને વિદાય કર્યો. ચકીના ચરણકમળમાં પ્રણામ કરી ડરત્ન સહિત ભગીરથ વિજળી સહિત મેઘની જેમ ઉતાવળે ત્યાંથી ચાલી નીકળે. ચકીએ આપેલા મેટા સિન્યથી અને તે દેશના લોકોથી પરવરેલો ભગીરથ પ્રકીર્ણ દેવતા અને સામાનિક દેવતાવડે વીંટાયેલા ઈંદ્રની જેવો શેભતો હતે. અનુક્રમે તે અષ્ટાપદ પર્વત સમીપે આવ્યો. ત્યાં તે પર્વતને સમુદ્રવડે ત્રિકૂટાદ્રિની જેમ મંદાકિની (ગંગા) થી વીંટાયેલે દીઠો. વિધિના જાણનારા ભગીરથે નાગકુમાર જવલનપ્રભને ઉદ્દેશીને અઠ્ઠમતપ કર્યું. અઠ્ઠમતપ પરિણામ પામતાં, નાગકુમારોને પતિ જવલનપ્રભ પ્રસન્ન થઈને ભગીરથની પાસે આવ્યું. ગંધ, ધૂપ અને પુષ્પથી તેણે ઘણી રીતે તેને પૂજે પચાર કર્યો, ત્યારે નાગકમારના સ્વામીએ “હું શું કાર્ય કરી આપું ?' એમ પૂછયું એટલે મેઘના જેવી ગંભીર વાણીવાળો ભગીરથ વિનયપૂર્વક જવલનપ્રભ ઈંદ્ર પ્રત્યે બેલ્યો-“આ ગંગાનદી અષ્ટાપદની ખાઈને પૂરી દઈને હવે ભૂખી થયેલી નાગણીની જેમ ચારે બાજુ અમર્યાદિત રીતે પ્રસરે છે, ક્ષેત્રોને ખેદી નાંખે છે, વૃક્ષને ઉખેડી નાંખે છે, સર્વ ખાડાઓને અને ટેકરાઓને સરખા કરે છે, કિલ્લાઓને તોડી નાખે છે, મહેલને પાડી નાખે છે, હવેલીઓને પાયમાલ કરે છે અને ઘરોનો વિનાશ કરે છે. તે પિશાચણીની જેમ ઉન્મત્ત થઈને દેશને નાશ કરનારી ગંગાને દંડવડે આકષી લઈને તમારી આજ્ઞા હોય તો હું પૂર્વ સમુદ્રમાં ભેળવી દઉં?” પ્રસન્ન થયેલા જ્વલન પ્રત્યે કહ્યું-“તમે તમારુ ઈચ્છિત કરે અને તે નિર્વિઘ થાઓ. જે આ ભરતક્ષેત્રમાં મારી આજ્ઞામાં રહેલા નાગો છે તેથી મારી આજ્ઞાપૂર્વક પ્રવર્તેલા તમે ઉપદ્રવને ભય રાખશે નહીં.” એવી રીતે કહીને નાગેન્દ્ર રસાતળમાં સ્વસ્થાનકે ગયા. પછી ભગીરથે અઠ્ઠમભકતને અંતે પારણું કર્યું. ત્યારપછી વૈરિણીની જેમ પૃથ્વીને ભેદનારી અને સ્વૈરિણીની (વ્યભિચારી સ્ત્રી) જેમ સ્વચ્છ દે વિચરનારી ગંગાને ખેંચવાને ભગીરથે દંડરત્ન ગ્રહણ કર્યું. પ્રચંડ ભુજપરાક્રમવાળા ભગીરથે ગર્જના કરતી તે નદીને સાણસીવડે માળાની જેમ દંડર–વડે આકષી. પછી કુરુદેશના મધ્ય ભાગથી, હસ્તીનાપુરની દક્ષિણથી, કોશળદેશની પશ્ચિમથી, પ્રયાગની ઉત્તરમાં, કાશીની દક્ષિણમાં, વિંધ્યાચળની દક્ષિણમાં અને અંગ તથા મગ દેશની ઉત્તર તરફ થઈને વંટોળીયો જેમ તૃણને ખેંચે તેમ માર્ગમાં આવતી નદીઓને ખેંચતી તે ગંગાને તેણે પૂર્વ સમુદ્રમાં ઉતારી. ત્યાંથી માંડીને તે ગંગાસાગર એવા નામે તીર્થ થયું અને ભગીરથ ખેંચી તેથી ગંગાનું ભાગીરથી એવું નામ પડયું. જ્યાં જ્યાં માર્ગમાં સર્પોનાં ભુવને ગંગાના આવવાથી ભાંગી જતાં હતાં ત્યાં ત્યાં ભગીરથ નાગદેવને બલિદ્યાન આપતા હતા. દગ્ધ થયેલા સગરપુત્રોના અસ્થિને ગંગાના પ્રવાહે પૂર્વ સાગરમાં પહોંચાડ્યાં. તે જોઈ ભગીરથે ચિંતવ્યું કે આ બહુ સારું થયું કે મારા પિતા અને કાકાઓનાં શરીરનાં અસ્થિ ગંગાએ સમુદ્રમાં ક્ષેપન કર્યા. જે તેમ થયું ન હોત તે તે અસ્થિ ગીધ પક્ષી વગેરેની ચંચુ અને ચરણ સાથે ભરાઈને પવને કંપાવેલા પુષ્પની જેમ અપવિત્ર સ્થાનમાં જઈને પડત. એમ વિચારતાં ભગીરથને જળની આપત્તિ રહિત થયેલા લેકોએ “તમે લેકરંજક છે” એમ કહી કહીને ચિરકાળ પર્યત વખાણ્ય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 362 363 364 365 366 367 368 369 370 371