Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 1
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

Previous | Next

Page 365
________________ ૩૪૦ ગંગાનું “ભાગીરથી નામ કેમ પડયું? સગ ૬ ઢો. તે વખતે પિતૃઓનાં અસ્થિ તેણે જળમાં નાખ્યાં, તેથી અદ્યાપિ પર્યત લેકે મૃતકના અસ્થિને જળમાં ક્ષેપન કરે છે કારણ કે મોટા લોકો જે પ્રવર્નાન કરે છે તે માર્ગ થાય છે. તે સ્થાનથી રથારૂઢ થયેલે ભગીરથ પાછો વળ્યો. પિતાના રથના પ્રચારથી કાંસીના તાળની જેમ પૃથ્વીને શબ્દ કરાવતે તે ચાલ્યો આવતો હતો, તેવામાં કલ્પવૃક્ષની જેમ સ્થિત થઈને રહેલા એક કેવળી ભગવંતને તેણે જોયા. તેમને દેખીને આનંદિત થયેલ તે ઉદયાદ્રિથી જેમ સૂર્ય ઉતરે અને આકાશમાંથી જેમ ગરુડ ઉતરે તેમ ઉત્તમ રથમાંથી નીચે ઉતર્યો. દેખતાંવેત જ ભકિતવડે તે કેવળી મુનિને નમસ્કાર કરી અતિ ડાહ્યા અને ભકિતમાં પ્રવીણ એવા તેણે તેમને ત્રણ પ્રદક્ષિણે કરી. પછી પ્રણામ કરી યોગ્ય સ્થાનકે બેસી ભગીરથે પૂછયું-“હે ભગવંત ! મારા પિતાએ એકી સાથે કર્યા કર્મથી મૃત્યુ પામ્યા?” ત્રિકાળ વેદી અને કરુણરસના સાગર એવા તે ભગવંત મધુર વાણીથી આ પ્રમાણે કહેવા લાગ્યા-“હે રાજપુત્ર ! જાણે કુબેરની લક્ષમીને આશ્રિત થયા હોય અર્થાત્ ધનદ જેટલી ઋદ્ધિવાળા હોય એવા ઘણું લક્ષ્મીવાળા શ્રાવકેથી પૂર્ણ એ એક સંઘ પૂર્વે તીર્થયાત્રાને માટે નીકળે હતો. સાયંકાળે તે સંઘ નજીક જણાતા કેઈ ગામમાં આવી પહોંચ્યો. ત્યાં રાત્રિએ કઈ કુંભારના ઘર પાસે ઉતર્યો. તે સમૃદ્ધિવંત સંઘને જોઈ સર્વે ગામના લોકે હર્ષ પામ્યા અને તેને લૂંટવાને ઉદંડ ધનુષ અને ખગને ધારણ કરી તૈયાર થયા; પણ પાપના ભયવાળ તે કુંભારે ખુશામત ભરેલાં અને અમૃત જેવાં બોધકારી વચને કહીને તે ગામના લોકોને વાર્યા. તે કુંભકારના આગ્રહથી તે ગામના સર્વ લોકેએ પ્રાપ્ત થયેલું પાત્ર મૂકી દે તેમ તે સંઘને મૂકી દીધું. એક દિવસે ત્યાંના રહેવાસી સર્વ લેકે ચાર હોવાથી તેના રાજાએ બાળવૃદ્ધ સહિત તે આખું ગામ પરરાજ્યના ગામની જેમ બાળી નાખ્યું. તે દિવસે કેઈએ વિચાર કરવા માટે બોલાવેલ હોવાથી તે કુંભાર બીજે ગામ ગયે હતું, તેથી તે એકલે તે દાહમાંથી અવશિષ્ટ રહ્યો (બ) સત્ પુરુષોનું સર્વત્ર કુશળ થાય છે. પછી કાળયોગે કાળધર્મને પામીને તે કુંભાર વિરાટદેશમાં બીજે જાણે કુબેરભંડારી હોય તે વણિક થયે અને સર્વ ગ્રામજન હતા તે મૃત્યુ પામીને વિરાટદેશમાં વસતા મનુષ્યો થયા; કારણ કે તુલ્યકમીને તુલ્ય ભૂમિ જ પ્રાપ્ત થાય છે. તે કુંભારને જીવ પાછા મૃત્યુ પામીને તે જ દેશનો રાજા થયે, ત્યાંથી પણ મૃત્યુ પામીને પરમ ઋદ્ધિવંત દેવતા થયે, ત્યાંથી ચવીને તમે ભગીરથ થયા છે અને તે ગ્રામવાસીઓ સંસારમાં ભમતા ભમતાં તમારા પિતા જન્દુકુમાર વિગેરે થયા હતા. તેમણે પૂર્વે માત્ર મનવડે સર્વ સંઘને ઉપદ્રવ કર્યો હતો, તે કર્મથી તેઓ એક સાથે ભસ્મીભૂત થઈ ગયા. તેમાં જવલનપ્રભ નાગૅદ્ર તે ફક્ત નિમિત્ત માત્ર જ છે. હે મહાશય! તે વખતે તે ગામના લોકોને વારવારૂપ શુભ કર્મથી તમે ગામ બળતાં પણ દગ્ધ થયા નહીં અને હમ હું પણુ દૂધ થયા નહીં.” એ પ્રમાણે કેવળજ્ઞાનીની પાસેથી સાંભળીને વિવેકને સાગર એ તે ભગીરથ સંસારથી અતિશય નિર્વેદ પામે; પરંતુ ક્ષત ઉપર ક્ષારની જેમ મારા પિતામહને દુખ ઉપર દુઃખ ન થાઓ એમ ધારીને તે વખતે તેણે દીક્ષા લીધી નહીં અને કેવળીના ચરણને વાંદી, રથ ઉપર આરૂઢ થઈ પાછા અયોધ્યામાં આવ્યો. આજ્ઞા પ્રમાણે અમલ રીને આવેલા અને પ્રણામ કરતા પૌત્રનું સાગરરાજાએ વારં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 363 364 365 366 367 368 369 370 371