________________
૩૩૬ વિદ્યાધરે થાપણ તરીકે મૂકેલ સ્વપત્નીની કરેલી માગણી. સર્ગ ૬ લીલાની જેમ તેને જમણે હાથ પણ મેં છેદીને પૃની ઉપર પાડી નાખે. ત્યાર પછી ઝાડના થડની જેમ તેને બીજે ચરણ પણ ખડગથી છેદીને મેં તમારી આગળ પાડી નાખે. પછી તેનું મસ્તક અને ધડ મેં નંખું કરીને અહીં પાડયું. એવી રીતે ભરતખંડની જેમ મેં તેના છ ખંડ કરી દીધા. પિતાના અપત્યની જેમ મારી સ્ત્રીરૂપ થાપણની રક્ષા કરતા એવા તમે જ તે શત્રુને માર્યો છે, હું તે ફત હેતુમાત્ર છું. તમારી સહાય વિના તે શત્રુ મારાથી હણાઈ શકાત નહીં. વાયુ વિના બળતે અગ્નિ પણ ઘાસને બાળવામાં સમર્થ
તે નથી. આટલી વાર હું સ્ત્રી કે નપુંસક જે હતું તેને શત્રુને મારવાના (નિગ્રહ કરવાના) હેતુરૂપ એવા તમે આજે પુરુષપણું આપ્યું છે, તમે મારા પિતા, માતા, ગુરુ કે દેવતા છે. આ તમારા જે ઉપકારી થવાને બીજે નથી. તમારા જેવા પાકારી પુરુષોના પ્રભાવથી સૂર્ય વિશ્વને પ્રકાશ આપે છે, ચંદ્ર પ્રસન્ન કરે છે, વર્ષાદ પિતાના વખતે વરસે છે, પૃથ્વી ઔષધિને ઉગાડે છે, સમુદ્ર મર્યાદા છોડતું નથી અને પૃથ્વી સ્થિર રહે છે. હવે મારી થાપણ મૂકેલી સ્ત્રી અને પાછી સેપિ કે જેથી હે રાજામારી ક્રિીડાભૂમિ તરફ જાઉં. શત્રુને મારીને નિઃશંક થયેલે હું હવે વૈતાઢ્ય પર્વત ઉપર અને જંબૂઢીપ જગતિ ઉપરના જળકટકાદિકમાં તમારા પ્રસાદથી પ્રિયા સહિત વિહાર કરીશ.” - આવાં તેના વચન સાંભળી સમકાળે લજજા, ચિંતા, નિર્વેદ અને વિસ્મયથી અક્રાંત થયેલે રાજા તે પુરુષ પ્રત્યે બે “હે ભદ્ર ! તમે તમારી સ્ત્રીને થાપણુ તરીકે અહીં મૂકીને ગયા પછી અમે આકાશમાં ખડગ અને ભાલાને ધ્વનિ સાંભળે. અનુક્રમે આકાશમાંથી હાથ, પગ, મસ્તક અને ધડ પડયું તે મારા પતિ છે એમ ચોક્કસ રીતે તમારી પત્નીએ અમને કહ્યું. પછી પતિના શરીરની સાથે હું અગ્નિમાં પ્રવેશ કરી, એમ બેલતી તમારી સ્ત્રીને પુત્રીના પ્રેમથી અમે બહવાર વાર્યા છતાં પણ તે સ્ત્રી ઈતર-લેકની જેમ અમારી અન્યથા રીતે સંભાવના કરવા લાગી અને જ્યારે તેના આગ્રહથી કાયર થઈને અમે મૌન રહ્યા ત્યારે તે નદીએ ગઈ અને ત્યાં લોકોની સમક્ષ તે શરીરના અવયવોની સાથે ચિંતામાં પિઠી. હમણું જ હું તેને નિવાપાંજલિ આપી આવ્યું અને તેને શેક કરતે બેઠે છું, તેવામાં તે તમે આવ્યા. આ શું થયું? તે તમારાં અંગ નહીં કે તે વખતે આવ્યા હતા તે તમે નહીં ? એ અમને સંશય છે; પણ આ વિષયમાં અજ્ઞાનથી જેમના મુખ મુદ્રિત થયેલા છે એવા અમે શું બોલી શકીએ !” આ સાંભળી જેણે ખોટે કેપ કર્યો છે એ તે પુરુષ બેલ્યો–“હે રાજા ! આ કેવી ખેદકારક વાત ! માણસેના કહેવાથી મેં તમને પરસ્ત્રીસહોદર જાણ્યા હતા તે તે મિથ્યા થયું. તમારી તેવી નામનાથી મેં પ્રિયાની થાપણ મૂકી હતી, પણ તમારા આવા આચરણથી દેખીતું કનકકમળ જેમ પરિણામે લેહમય નીકળે તેમ જણાઈ આવ્યા છે. જે કામ દુરાચારી એવા મારા શત્રુથી થવાનું હતું તે કામ તમે કર્યું, તેથી તમારા બેમાં હવે શો અંતર ગણ? હે રાજા ! તમે સ્ત્રીમાં અલુબ્ધ મનવાળા છે અને અપવાદથી ભય પામતા હે તો તે મારી પ્રિયા મને પાછી અર્પણ કરે, તેને ગેપવી રાખવાને તમે યોગ્ય નથી. જે તમારા જેવા પૂર્વે અલુબ્ધ છતાં ફરીને આમ લુબ્ધ થશે તો પછી કાળા સર્ષની જેમ કે વિશ્વાસને પાત્ર રહેશે ?” રાજાએ ફરીને કહ્યું- હે પુરુષ ! તારા પ્રત્યેક અંગને ઓળખીને તારી પ્રિયાએ અગ્નિમાં પ્રવેશ કર્યો છે તેમાં તે બીલકુલ સંશય નથી. આ બાબતમાં સર્વે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org