________________
પર્વ ૨ જું
રાજાએ વિદ્યાધર-સ્ત્રીને સ્વમહેલમાં આપેલ આશ્રય. ૩૩૩ વૃક્ષ પાસે જેમ પાંદડાં માગવાં, સમુદ્ર પાસે જેમ જળ માગવું, કામધેનું પાસેથી જેમ માત્ર દૂધ જ માગવું, રોહિણાદ્રિ પાસે જેમ પાષાણુ માગ, કુબેર ભંડારી પાસે જેમ અન્ન માગવું અને મેઘની પાસે જેમ છાયામાત્ર માગવી, તેમ દૂરથી આવીને તમે મારી પાસે આ શું માગ્યું ? હે વિચક્ષણ ? તે તમારા શત્રુને બતાવે એટલે જ તેને મારી નાખું, જેથી નિઃશંક થઈને તમે પછી સાંસારિક સુખ ભેગ.રાજાની વાણીરૂપી અમૃતના આવા પ્રવાહથી જેની શ્રવણેન્દ્રિય પૂરાઈ ગઈ છે એ હર્ષ પામેલે તે પુરુષ આ પ્રમાણે રાજા પ્રત્યે બોલ્યો–“રૂપું, સુવર્ણ, સમસ્ત રત્ન, પિતા, માતા, પુત્ર અને બીજું જે કાંઈ ગૃહાદિક હેય તે સર્વ થોડા વિશ્વાસથી પણ અનામત અર્પણ કરવાની ઈચ્છા થાય છે; પરંતુ પોતાની પ્યારી શ્રી મોટા વિશ્વાસવાળાને પણ સંપી શકાતી નથી. હે રાજા? એવા વિશ્વાસનું સ્થાન તમારા સિવાય બીજો કોઈ નથી, કારણ કે ચંદનનું સ્થાન તે એક મલયાચળ પર્વત જ છે.” આ મારી પ્રિયાને થાપણુરૂપ ધારણ કરવાથી તમે જ મારા શત્રુને માર્યો એમ હું માનીશ. જ્યારે મારી સ્ત્રીની થાપણ તમે સ્વીકારી, એટલે વિશ્વાસ પામેલે હું મારા શત્રુઓને હમણાં જ વિશ્વાસવાળી સ્ત્રીઓવાળા(મૃત્યુ પામેલા) કરીશ. હે રાજા? તમે અહીં બેઠા છો તેટલામાં જ હું કેસરીસિંહની જેમ ઉછળીને મારું પરાક્રમ બતાવીશ. તમે આજ્ઞા આપો એટલે હું ગરુડની જેમ સ્વછંદી રીતે અંતરિક્ષમાં અખ્ખલિત વેગે ક્ષણવારમાં ચાલ્યા જાઉં.”
રાજાએ કહ્યું–“હે વિદ્યાધર સુભટ ! તું રછાથી જા, અને આ તારી સ્ત્રી પિતૃગૃહની જેમ મારા ઘરમાં ભલે રહો.” પછી તત્કાળ તે પુરુષ પક્ષીની જેમ આકાશમાં ઊડ, અને બે પાંખોની જેમ તીહણ ને ચમકારા મારતા ખગ અને દંડફલકને વિસ્તારતો અદશ્ય થયો. તેની સ્ત્રીને દીકરીની જેમ રાજાએ બેલાવી એટલે ત્યાં સ્વસ્થ મન કરીને રહી. પછી પિતાને ઠેકાણે રહેલા રાજ એ ઘગર્જનાની જેમ આકાશમાં સિંહનાદો સાંભળ્યાં. સ્કુરાયમાન વિજળીના તડતડાટની જેમ વિચિત્ર ખડૂગ અને ફલકના ધ્વનિઓ સંભળાવા લાગ્યા. “તે હું છું, તે હું છું, નથી, નથી, ઊભું રહે, ઊભું રહે, જા, જા, હું તને મારું છું, મારું છું, ” એવી ગિરા આકાશમાં થતી સંભળાવા લાગી. રાજા સભામાં બેઠેલા સભ્ય પુરુષો સહિત વિરમય પામીને ગ્રહણ સમયની વેળાની જેમ ઘણું વાર સુધી ઊંચું મુખ કરીને જોઈ રહ્યો, એટલામાં એવી રીતે જઈ રહેલા રાજાની પાસે પૃથ્વી ઉપર રત્નકંકણથી વિભૂષિત એક ભુજદંડ પડ્યો. આકાશમાંથી પડેલા તે ભુજ દંડને એળખવાને વિદ્યાધરી આગળ આવી અને જેવા લાગી. પછી તે આ પ્રમાણે બોલી—મારા ગાલનું ઓશીકુ, કર્ણનું ઘરેણું અને કંઠના હારરૂપ આ મારા પ્રિય પતિને ભુજ છે.” એમ કહેતી હતી અને જેતી હતી, તેવામાં હાથની પ્રીતિને લીધે જાણે હોય તેમ એક પગ પૃથ્વી ઉપર પડ્યો. પગમાં પહેરવાનાં કડાંવાળા તે ચરણને જોઈ ઓળખીને અશુપાત કરતી એ કમલવદના ફરીથી બોલી–“અહે ! ઘણી વાર સ્વહસ્તથી ચાળેલું, છે, પ્રક્ષાલન કરેલે, ધોયેલે અને વિલેપન કરેલે આ મારા પતિને જ ચરણ છે.” એવી રીતે તે કહેતી હતી, તેવામાં પવને હલાવેલા વૃક્ષમાંથી શાખા તૂટીને પડે તેમ આકાશમાંથી બીજો હાથ પડ્યો. રત્નના બાજુબંધ અને કંકણવાળા તે હાથને ઈ ધારાયંત્રની પૂતળીની જેમ અથુપાત કરતી તે સ્ત્રી બોલી-“અરે ! આ મારા પતિનો હાથ કાંચકીથી મારે સેંથે કરવામાં ચતુર અને વિચિત્ર પત્રલતિકાની લીલાલિપિને કરનાર છે.” એમ કહેતી તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org