________________
૩૩૦ : ઈજાલિકે બતાવેલ પ્રલયકાળને સમુદ્ર
સર્ગ ૬ . નિગ્રહ કરાવવાનો પ્રયત્ન કરશે; પણ એક જંતુમાત્ર એવા તારા નિગ્રહથી મારે શે લાભ થવાને છે ? માટે હજુ પણ તું ચાલ્યા જા. આ વાત તે ઉન્મત્તપણથી કહી જણાય છે.” પછી રાજાએ પિતાના રક્ષકોને આજ્ઞા કરી કે-“એ બિચારાને છેડી મૂકે, તે ભલે સુખે ચાલ્યો જાય.” તે વખતે હાસ્યથી જેના હેડ વ્યાપ્ત થયેલા છે એવા બ્રાહ્મણે કહ્યું“મહાત્માઓને સર્વ પ્રાણીઓની ઉપર દયા રાખવી તે યુક્ત છે, પરંતુ હે રાજન્ ! જ્યાં સુધી તે વખતે કરેલી મારી પ્રતિજ્ઞા ટી થઈ નથી ત્યાંસુધી હજુ હું દયાપાત્ર નથી, પણું જ્યારે પ્રતિજ્ઞા વ્યર્થ થાય ત્યારે તમે મારે વધ કરવાને સમર્થ છે અને તે વખતે વધને એગ્ય થયેલા મને તમે છેડી મૂકે ત્યારે તમે દયાળુ કહેવાઓ. મને તમે છેડી મૂકશે છે તો પણ હું જઈશ નહીં, પકડાયેલાની જેમ જ રહીશ. હવે મારી પ્રતિજ્ઞા પૂર્ણ થવામાં થોડી જ વાર છે. ક્ષણમાત્ર ધીરજ રાખે અને અહીં જ બેઠા બેઠા યમરાજના અગ્ર સનિકની જેવા ઉછળેલા સમુદ્રના કલેલને જુઓ. આ તમારી સભાના સમિત્તિકને ક્ષણવાર સાક્ષી કરે; કારણ કે ક્ષણ પછી હું, તમે અને તેઓ કેઈ રહેવાના નથી.” એમ કહીને તે વિપ્ર મૌન રહ્યો.
તેવામાં ક્ષણવાર થઈ એટલે મૃત્યુની ગર્જનાની જે કઈ અવ્યક્ત શબ્દ સાંભળવામાં આવ્યું. અકસમાતું થયેલું તે પીડાકારી વનિ સાંભળીને વનના મૃગની જેમ સર્વે ઊંચા કાન કરીને રહ્યા. તે વખતે કાંઈક ગ્રીવાને ઊંચી કરી, કાંઈક આસનથી ઉઠી અને કાંઈક હોઠને વાંકા કરી તે બ્રાહ્મણ આ પ્રમાણે કહેવા લાગ્યો-“હે રાજન ! આકાશ અને પૃથ્વીને પૂરત આ સાગરને ધ્વનિ તમે સાંભળો. તે તમારા પ્રસ્થાનને સૂચવનારા ભંભા
ધ્વનિ જેવું છે, જેના અંશમાત્ર જળને ગ્રહણ કરીને પુષ્પરાવર્તાદિક મેઘે સર્વ પૃથ્વીને ડુબાવી દે છે, તે સમુદ્ર પિતે મર્યાદા છેડીને અવાર્ય થઈને આ પૃથ્વીને ડુબાવત આવે છે તે જુઓ. આ સમુદ્ર ખાડાને ભરી દે છે, વૃક્ષોને મથે છે, સ્થળને આચ્છાદન કરે છે અને પર્વતેને ઢાંકી દે છે. અહીં ! તે ઘણે દુર્વાર છે. પવન લાગતું હોય તો તેને ઉપાય ઘરમાં પેસી જવું તે છે અને અગ્નિને બુઝાવવાને ઉપાય જળ છે, પણ ચલિત થયેલા સમુદ્રને રેકવાને કેઈ ઉપાય નથી.” બ્રાહ્મણ એમ કહે છે તેટલામાં જોતજોતામાં મૃગતૃષ્ણના જળની જેમ દૂરથી ચોતરફ વ્યાપ્ત થતું જળ પ્રગટ થયું. “કસાઈ જેમ વિશ્વાસીને સંહાર કરે તેમ સમુદ્ર વિશ્વને સંહાર કર્યો એમ હાહાકારપૂર્વક આક્રોશ યુક્ત બેલતા સર્વે ઊંચું મુખ કરીને જોવા લાગ્યા. પછી રાજાની પાસે આવી આંગળીએ બતાવતો તે વિપ્ર “આ ડૂબી ગયું, આ ડૂબી ગયું” એમ ફૂરની જેમ કહેવા લાગે. “અહો જુઓ ! આ અંધકારની જેમ સમુદ્રના જળથી શિખરપર્યત પર્વત ઢંકાઈ જાય છે. આ સર્વ વન જાણે જળે ઉખેડી નાખ્યાં હોય તેવાં જણાય છે અને તેથી સર્વ ઝાડે પાણીમાં અનેક પ્રકારનાં સભ્યોની જેમ તરતાં જણાય છે. હમણું જ આ સમુદ્ર પિતાના જળથી ગામડાં, ખાણ અને નગર વિગેરેને પ્રલય કરે છે. અહો ! ભવિતવ્યતાને ધિકાર છે ! પિશન પુરુષો જેમ સદગુણને ઢાંકી દે તેમ ઉછુંખલ સમુદ્રના જળ નગરનાં બહારનાં ઉદ્યાને ઢાંકી દીધા. હે રાજન ! આ કિલ્લાની ફરતું કયારાની જેમ સમુદ્રનું જળ ઊંચું ઉછળી ઉછળીને અથડાવા લાગ્યું. હવે પ્રસરતું એવું જળ આ કિલ્લાનું ઉલ્લંઘન કરે છે. તે જેમ વેગવડે બળવાન ઘેડે અશ્વાર સહિત ઉલ્લંઘન કરે તેમ જણાય છે. જુઓ ! આ
“અહ"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org