________________
પર્વ ૨ જુ. ઈદ્રજાલિકે બતાવેલ સ્વશક્તિ.
- ૩૨૯ તેમ આ મુગ્ધ લોકો સાથે ગેષ્ઠી કેમ ઉચિત ગણાય ? કદાપિ જે આ લેકે કુળકમથી આપની સેવામાં આવેલા હોય તે અલ્પબુદ્ધિવાળા એ લેકેનું સ્ત્રીઓની જેમ પિષણ માત્ર કરવું યોગ્ય છે, પરંતુ સુવર્ણ અને માણિક્યના મુગટમાં કાચના કકડાની જેમ સભ્ય તરીકે તમારી સેવામાં બેસવાને તેઓ યોગ્ય નથી. એ લેકે શાસ્ત્રના રહસ્યને જરા પણ જાણતા નથી, પણ પિપટની પેઠે પાઠમાત્ર ભણીને ગાવિત થયા છે, ગાલને કુલાવનારા અને ગર્દભપંછને પકડી રાખનારા એ લેકેની આવી વાણું છે; પણ જેઓ રહસ્યાર્થીને જાણે છે તેઓ તે વિચારીને જ બોલે છે. કદાપિ સાથે વાહનું પુતળું ઊંટ ઉપર બેસાયું હોય તે તે દેશાંતરમાં ફરે, પણ તેથી શું તે રસ્તો જાણે છે એમ કહેવાશે ? કદાપિ તરીઓ ન હોય તે માણસ પોતાની કાખમાં તુંબડા બાંધીને સારવારમાં કે નદીમાં તરે, પણ તેથી શું તે જળ ઉપર તરી જાણે છે એમ કહેવાશે ? તેમ આ લેકે ગુરુની વાણીના અનુવાદથી શાસ્ત્રોને ભણ્યા છે, પણ તેના રહસ્યાર્થીને જરા પણ તેઓ જાણતા નથી. જે એ દુબુદ્ધિવાળા લોકોને મારા જ્ઞાન ઉપર શ્રદ્ધા ન આવતી હોય તે મારા જ્ઞાનની ખાત્રી કરનાર સાત દિવસ કયાં દૂર છે? હે રાજેન્દ્ર ! મહાસમુદ્ર પિતાના ઉછળતા જળથી જગતને એકાણું કરીને મારી વાણીને જે સત્ય કરે તે આ જ્યોતિષ ગ્રંથના અર્થને જાણનારા તમારા સભાસદે પર્વતને પક્ષીની જેમ ઊડતાં બતાવશે વૃક્ષની જેમ આકાશમાં પુષ્પ બતાવશે ? અગ્નિને જળની જેમ શીતળ બતાવશે ? વંધ્યાને ધેનુની જેમ પુત્ર સજાવશે ? પાડાની જેમ ગધેડાને શીંગડાવાળે બતાવશે ? પાષાણેને વહાણની જેમ જળાશયમાં તરાવશે ? અને નારકીને વેદના રહિત કરશે ? કે આવી રીતે અસમંજસ બેલતા આ જડ લકે પછી સર્વજ્ઞભાષિત ગ્રંથને અન્યથા કરશે ? હે રાજા ! તમારા પુરુષના કબજામાં હું સાત દિવસ સુધી અહીં રહીશ, કારણ કે જે ખોટું બોલનાર તે એવી રીતે સ્થિતિ કરી શકે નહીં. આ મારું વચન જે સાતમે દિવસે ન થાય તે ચારની જેમ ચંડાળની પાસે મારે નિગ્રહ કરાવે ગ્ય છે.” રાજાએ કહ્યું-“આ બ્રાહ્મણની આવી વાણી સંદિગ્ધ, અનિષ્ટ કે દુર્ઘટ હોય અથવા સાચી હોય, તે પણ સાતમે દિવસે તમારું સૌનું સંદેહી મન મટશે, અને ત્યારપછી સત્યાસત્યનું વિવેચન થશે.” એવી રીતે કહીને તે બ્રાહ્મણને થાપણની જેમ પોતાના અંગરક્ષકેને મેં અને સભા વિસર્જન કરી. તે વખતે નગરનાં લોકોની વિચિત્ર ઉકિતએ થવા લાગી કે-“અહો ! આજથી સાતમે દિવસે મોટું કાતુક જેવા જેવું થશે. અરે ! આ ઉન્મત્તની જેમ બોલનાર વિપ્ર હણાઈ જશે, અથવા કદાપિ યુગાંત થવાને હશે, નહીં તો મૃત્યુ પામવાને આમ કેણ બોલે ? “સાતમો દિવસ પ્રાપ્ત થયે હું આશ્ચર્ય બતાવીશ.” એવી રીતે ઉત્સુક થયેલા બ્રાહ્મણે કટથી છ દિવસ નિગમન કર્યા. રાજાએ પણ સંશયને છેદવામાં ઉત્કંઠિત હેવાથી વારંવાર ગણી ગણીને માંડ માંડ
માસની પેઠે નિગમન કર્યા. સાતમે દિવસે રાજા ચંદ્રશાળા ઉપર બેસીને બ્રાહ્મણ પ્રત્યે કહેવા લાગે--“હે વિપ્ર ! આજે તારાં વચનને અને જીવિતને અવધિ પૂર્ણ થયે, કારણ કે સાતમા દિવસે પ્રલય માટે મોટે સમુદ્ર ઉછળશે એમ તેં કહ્યું હતું, તે પણ અદ્યાપિ સુધી તે જળને લેશ પણ જોવામાં આવતું નથી. તેં સર્વને પ્રલય કહ્યો હતે તેથી સર્વ તારા વૈરી થાય છે. તેથી જે તારી પ્રતિજ્ઞા બેટી પડશે તે તે સર્વે તારે A - 42
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org