________________
પર્વ ૨ જી. સગરને રાજ્યાભિષેક.
૨૬૧ સમુદ્રને તરી જઈશ. હું તમારી સાથે દીક્ષા લઈશ, તમારી સાથે વિહાર કરીશ, તમારી સાથે દુસહ પરીષહોને સહન કરીશ અને તમારી સાથે ઉપસર્ગોને સહન કરીશ; પણ છે ત્રણ જગતના ગુરુ! કઈ રીતે હું અહીં રહેવાને નથી, માટે મારા ઉપર પ્રસન્ન થાઓ.”
આવી રીતે સેવા કરવાની જેણે પ્રતિજ્ઞા લીધેલી છે એવા સગરકુમારને અજિત સ્વામી અમૃતના ઉદ્ગાર જેવી ગિરાથી કહેવા લાગ્યા-“હે વત્સ ! સંયમ ગ્રહણ કરવાને માટે તમારો આ આગ્રહ યુક્ત, પણ અદ્યાપિ તમારું ભેગફળકર્મ ક્ષય થયેલું નથી; માટે તમે પણ મારી પેઠે ભગફળકર્મ ભોગવીને પછી ચગ્ય અવસરે મોક્ષનું સાધન એવું વ્રત ગ્રહણ કરજે. હે યુવરાજ ! ક્રમથી આવેલા આ રાજ્યને તમે ગ્રહણ કરો અને સંયમરૂપી સામ્રાજ્યને અમે ગ્રહણ કરશું.” પ્રભુએ એ પ્રમાણે કહેવાથી સગરકુમાર મનમાં ચિંતવવા લાગ્યા કે “એક તરફ સ્વામીના વિરહને ભય અને બીજી તરફ તેમની આજ્ઞાભંગને ભય મને પીડા કરે છે. સ્વામીને વિરહ અને તેમની આજ્ઞાને અતિક્રમ એ બંને મને દુઃખનાં કારણ છે, પરંતુ વિચાર કરતાં ગુરુની આજ્ઞા પાળવી તે શ્રેષ્ઠ જણાય છે. આવી રીતે મનથી વિચારી એ મહામતિવાળા સગરકુમારે “આપનું વચન માન્ય છે એવું ગદ્ગદ્ સ્વરે કહીને પ્રભુની આજ્ઞા અંગીકાર કરી.
પછી રાજાઓમાં શ્રેષ્ઠ એવા અજિતસ્વામીએ મહાત્મા સગરને રાજ્યાભિષેક કરવાને માટે તીર્થજળ વિગેરે લાવવાની સેવકપુરુષોને આજ્ઞા કરી. જાણે નાના નાના દ્રહ હોય તેવા કમળથી આચ્છાદન કરેલા મુખવાળા કુંભે સ્નાનને યોગ્ય એવા તીર્થના જળવડે ભરીને તેઓ ત્યાં લાવ્યા. રાજાઓ જેમ ભેટ લાવે તેમ વ્યાપારીઓએ અભિષેકના બીજાં પણું ઉપકરણો ક્ષણવારમાં ત્યાં હાજર કર્યા. પછી રાજ્યાભિષેક કરવા માટે મૂર્તિમાન જાણે પ્રતાપ હોય એવા અનેક રાજાઓ ત્યાં આવવા લાગ્યા; પિતાના મંત્ર (વિચાર) થી ઇંદ્રના મંત્રીને પણ ઉલ્લંઘન કરનારા મંત્રીઓ હાજર થયા જાણે દિકપાળ હોય તેવા સેનાપતિઓ ત્યાં આવ્યા હર્ષથી ઉત્તાલ થયેલા બંધુઓ એક સાથે ત્યાં એકઠા જાણે એક ઘરમાંથી જ આવ્યા હોય તેમ હાથી, ઘેડા અને અન્ય સાધનના અધ્યક્ષ પણ તત્કાળ ત્યાં આવ્યા. તે વખતે નાદથી શિખરને ગજાવતા શંખ વાગવા લાગ્યા, મેઘના જેવા મૃદંગે વાગવા લાગ્યા, દુંદુભિ અને ઢોલ ડંકાવડે વાગવા લાગ્યા, તે જાણે પડદાથી સર્વ દિશાઓને મંગળ શીખવનારા અધ્યાપક હોય તેવા જણાવા લાગ્યા. સમુદ્રની જાણે ઊર્મિઓ હોય તેવી કાંસીઓ પરસ્પર અથડાવા લાગી અને સર્વ તરફ ઝાલરો ઝણઝણાટ કરવા લાગી. વળી કેટલાંએક બીજાં વાજિંત્રો પુરાતાં હતાં, કેટલાંક તાડન થતાં હતાં અને કેટલાંક આસ્ફાલન થતાં હતાં. ગંધ સુંદર સ્વરે શુદ્ધ ગીતનું ગાન કરતા હતા અને બ્રહ્મ તથા ભાટ વિગેરે આશિષ આપતા હતા. એ પ્રમાણે મહોત્સવપૂર્વક અજિતસ્વામીની આજ્ઞાથી કલ્યાણકારી એવા પૂર્વોક્ત અધિકારીએ સગર રાજાને વિધિથી જ્યાભિષેક કર્યો અને પછી ઉદય પામતા સૂર્યની જેમ રાજા, સામંત અને મંત્રીઓએ અંજલિ જેડીને સગરરાજાને પ્રણામ કર્યો. નગરના મુખ્ય માણસેએ હાથમાં ઉત્તમ ભેટ લઈ નવા ચંદ્રની જેમ ભક્તિથી નવા રાજાની પાસે આવી પ્રણામ કર્યો. પિતાની બીજી મૂર્તિરૂપ સગરને રાજ્યપદે સ્થાપન કરવાથી સ્વામીએ આપણને છોડી દીધા નથી એમ જાણે પ્રજાવ હર્ષ પામ્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org