Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 1
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

Previous | Next

Page 349
________________ ૩૨૪ પુત્રોના મૃત્યુના સમાચારથી સગરને શેક. સર્ગ ૬ . કંપાવતે મૂછ પામી ભૂમિ પર ઢળી પડે. કુમારની માતાઓ પણ મૂઠ્ઠથી પૃથ્વી પર ઢળી પડી, કારણ કે પુત્રવિચગનું દુઃખ માતાપિતાને સરખું જ થાય છે. તે વખતે સમુદ્રના તટ ઉપર ખાડાની અંદર પડેલાં જળજંતુઓની જેમ અન્ય લોકોને પણ મહાઆકંદ રાજમંદિરમાં થવા લાગ્યો, મંત્રી વિગેરે રાજકુમારના મૃત્યુના સાક્ષીરૂપ પિતાના આત્માની નિંદા કરતા કરૂણ સ્વરે રેવા લાગ્યા, સ્વામીની સેવા પ્રકારની અવસ્થાને જોવાને જાણે અસમર્થ હોય તેમ છડીદારો પણ અંજલિવડે મુખ ઢાંકીને માટે સ્વરે પિકાર કરવા લાગ્યા, પિતાના પ્રાણપ્રિય હથિયારોને ત્યાગ કરતા આત્મરક્ષકે વાયુથી ભગ્ન થયેલા વૃક્ષની જેમ પૃથ્વી પર આળેટી વિલાપ કરવા લાગ્યા, દાવાનળની અંદર પડેલા તેતર પક્ષીની જેમ કંચુકીએ પિતાના કંચુકને ફાડી નાખીને રોવા લાગ્યા અને કાળે પ્રાપ્ત થયેલા શત્રુની જેમ હૃદયને કૂટતા દાસ અને દાસીઓ “અમે માર્યા ગયા” એમ બોલતા આક્રોશ કરવા લાગ્યા. પછી પંખાના પવનથી તથા જળના સિંચનથી રાજા અને રાણુઓ દુઃખશલ્યને ટાળનારી સંજ્ઞાને પામવા લાગ્યા. નેત્રમાંથી નીકળતા અશ્રજી સાથે વહેતા કાજળથી જેઓનાં વસ્ત્ર મલિન થયેલાં હતાં, પથરાએલા કેશરૂપી વેલથી જેઓનાં ગાલ તથા નેત્રો ઢંકાઈ ગયાં હતાં, છાતી ઉપર કરાતા હરતના આઘાતથી જેઓની હારયષ્ટિઓ ચૂટી જતી હતી, પૃથ્વી ઉપર અત્યંત આળોટવાથી જેમના કંકણના મોતી ફૂટી જતા હતા, શોકાગ્નિને જાણે ધૂમાડો હોય તેવા મોટા નિઃશ્વાસને જેઓ છોડતી હતી અને જેઓના કંઠ તથા અધરદળ (હઠ) સુકાઈ ગયા હતા એવી રાજપનીઓ અત્યંત રુદન કરવા લાગી. ચકી સગર પણ તે વખતે ધર્ય, લજજા અને વિવેકને છોડી દઈને રાણીઓની જેમ શેકવિધુર થઈને આ પ્રમાણે વિલાપ કરવા લાગ્ય-“હે કુમારે ! તમે કયાં છે ? હવે તમે વિહારથી નિવૃત્ત થાઓ. તમાર રાજ્યને અવસર છે અને સગરને વ્રત લેવાને અવસર છે. આ બ્રાહ્મણે સત્ય કહ્યું છે કે બીજા કોઈ તમને કહેતા નથી કે ચોરની જેમ છળ જાણનાર દૈવથી તમે લૂંટાયા છે. અરે દેવ ! તું કયાં છે ? અને રે અધમ નાગ જ્વલનપ્રભ ! તું ક્યાં છે? આવું અક્ષત્ર આચરણ કરીને તું કયાં જઈશ ? હે સેનાપતિ ! તારા ભુજપરાક્રમની પ્રચંડતા કયાં ગઈ? હે પુરોહિતરત્ન! તારું ક્ષેમંકરપણું કયાં ગયું ? હે વાદ્ધ કે ! તારી દુર્ગરચનાની કુશળતા શું ગળી ગઈ ? હે ગૃહિરત્ન ! તારી સંજીવની ઔષધિઓ શું કઈ જગ્યાએ ભૂલી ગયે ? હે ગજરાન ! તને તે વખતે શું ગજનિમીલિકા થઈ હતી ? હે અશ્વરત્ન ! તને તે વખતે શું શૂળ આવ્યું હતું ? હે ચક્ર, દંડ અને ખ! તે વખતે તમે શું સંતાઈ ગયા હતા ? હે મણિ ને કાકિણીરત્ન ! તમે પણ શું તે વખતે દિવસના ચંદ્રની જેમ પ્રભા રહિત થઈ ગયા હતા ? હે છત્રરન અને ચર્મરત્ન ! તમે શું વાજિત્રના પડની જેમ ફૂટી ગયા હતા ? હે નવ નિધિઓ ! તમને શું આ પૃથ્વીએ ગળી લીધા હતા ? અરે ! તમારા સર્વના વિશ્વાસથી નિઃશંક રમતા આ કુમારનું તમેએ એ અધમ નાગથી કેમ રક્ષણ ન કર્યું ? અથવા સર્વ વિનાશ થયા પછી હવે હું શું કરું ? કદાપિ એ જવલનપ્રભને ગેત્ર સહિત હણું તે પણ મારા પુત્રો તે નહીં જીવે ! ત્રાષભસ્વામીના વંશમાં કઈ પણ આવી રીતે મૃત્યુ પામ્યા નથી. હે વત્સ ! આ લજાકારી મૃત્યુને તમે કેમ પ્રાપ્ત થયા ? મારા સર્વ પૂર્વ પૂર્ણ આયુષ્ય પ્રમાણે જીવનારા હતા, તેઓ દીક્ષા ગ્રહણુ કરતા અને સ્વર્ગ તથા મોક્ષને પામતા હતા. હે પુત્ર ! અરણ્યમાં ઉગેલાં વૃક્ષોના For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371