________________
૩૨૬ સગરચક્રીના શાંત્વન માટે સુબુદ્ધિ મંત્રીએ કહેલ કથા સર્ગ ૬ હો હત, દયારૂપી વેલને આશ્રયદાતા વૃક્ષ હતું, કીર્તિરૂપી નદીને નીકળવાના પર્વત સમાન હતો અને શીલરૂપી રત્નનો રેહણાચળ પર્વત હતે. તે એક વખતે પિતાની સભામાં સુખે બેઠો હતો તેવામાં છડીઢારે આવીને વિજ્ઞપ્તિ કરી કે–“કઈ પુરુષ હાથમાં પુષ્પની માળા રાખીને જાણે કળાવિદ હોય તે આપને કાંઈક વિજ્ઞપ્તિ કરવાની ઈચ્છાથી આપસાહેબના દર્શન કરવાને ઈરછે છે. તે પંડિત છે, ગંધર્વ છે, નટ છે, વેદજ્ઞ છે, નીતિવેત્તા છે, અસ્ત્રવિદ્યાને જાણનાર છે કે ઈંદ્રજળિક છે તે કાંઈ જાણવામાં આવતું નથી, પણ આકૃતિથી ગુણવાન છે એમ જણાય છે, કારણ કે જ્યાં આકૃતિ હોય ત્યાં ગુણ હોય છે એમ કહેવાય છે.” રાજાએ આજ્ઞા આપી કે–“એને તરત અહીં લાવે કે જેથી તે ઈચ્છા પ્રમાણે પિતાનું ઈચ્છિત કહી આપે.” રાજાની આજ્ઞાથી છડીદારે તેને અંદર જવા રજા આપી, એટલે બુધ જેમ સૂર્યના મંડળમાં પ્રવેશ કરે તેમ તેણે રાજાની સભામાં પ્રવેશ કર્યો. “ખાલી હાથે રાજાનું દર્શન ન કરવું જોઈએ એમ ધારીને તેણે માળીની જેમ એક પુષ્પની માળા રાજાને અર્પણ કરી. પછી છડીદારે બતાવેલા સ્થાનમાં આસન આપનારાઓએ તેને યોગ્ય આસન આપ્યું એટલે તે અંજલિ જેડીને બેઠો. પછી જરા ભ્રકુટીને ઊંચી કરી, હાસ્યથી હોઠ ફુલાવી પ્રસન્નતાપૂર્વક રાજાએ તેને પૂછ્યું—“બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચાર વર્ણમાંથી તમે કયા વર્ણન છે ? અંબઇ અને માગધ વિગેરે દેશોમાંના તમે કયા દેશના છે ? તમે શ્રેત્રીય છે? પુરાણી છે? સ્મા છે ? જોતિષી છો ? ત્રણ વિદ્યા જાણનાર છો ? ધનુષાચાર્યું છે? ઢાલતરવારમાં ચતુર છે? તમારે પ્રાસ (ભાલા) હથિયારમાં અભ્યાસ છે ? તમારું શલ્ય જાતિના શસ્ત્રમાં કુશળપણું છે ? ગદાયુદ્ધ જાણનાર છે ? દંડયુદ્ધમાં પંડિત છે ? તમારી શક્તિના હથિયારમાં વિશેષ શક્તિ છે? મુશળશસ્ત્રમાં કુશળ ? હળશાસ્ત્રમાં અતિકુશળ છે ? ચક્રમાં પરાક્રમી છે ? છરી યુદ્ધમાં નિપુણ છે ? બાહુયુદ્ધમાં ચતુર છે ? અશ્વવિદ્યાના જાણનાર છો ? હાથીની શિક્ષામાં સમર્થ છે ? યૂહરચનાના જાણનાર આચાર્ય છે ? યૂહરચનાને ભેદ કરવામાં કુશળ છે ? રથાદિકની રચના જાણે છે ? ચૈત્ય, પ્રાસાદ અને હવેલી વિગેરે બાંધવામાં નિપુણ છે? વિચિત્ર યંત્ર અને કિલ્લા વિગેરેની રચનામાં ચતુર છે? કોઈ વહાણવટીના કુમાર છો ? સાર્થવાહના પુત્ર છે ? સેનીને ધંધે કરનાર છે ? વૈકટિક (ઘાંચા) નું કામ કરો છો ? વીણમાં પ્રવીણ છે ? વેણુ વગાડવામાં નિપુણ છે? ઢોલ વગાડવામાં ચતુર છે? માદળ જાતના વાજામાં મદ ધરાવો છે ? વાણીના અભિનય કરો છો ? ગાયનના શિક્ષક છે ? રંગાચાર્ય (સૂત્રધાર) છે ? નટના નાયક છે ? ભાટ છો ? નૃત્યના આચાર્ય છે ? સંશપ્તક છે? ચારણ છે ? સર્વ લિપિઓના જાણનાર છે ? ચિત્રકાર છે ? માટીનું કામ કરનાર છે ? કે અન્ય પ્રકારના કારીગર છે ? નદી, દ્રહ કે સમુદ્રને તરવામાં તમે શ્રમ કર્યો છે ? કે માયા, ઇંદ્રજાળ અથવા બીજા કપટપ્રયોગમાં ચતુર છે ?”
આવી રીતે રાજાએ આદરપૂર્વક પૂછયું એટલે તે નમસ્કાર કરી વિનયપૂર્વક
—“હે રાજન ! જળને આધાર જેમ સમુદ્ર અને તેજને આધાર જેમ સૂર્ય તેમ સવ પાત્રોના તમે આધારભૂત છે. વેદાદિ શાસ્ત્રોને જાણનારાઓમાં તો જાણે હું તેને સહાધ્યાયી છું, ધનુર્વેદાદિ જાણનારાઓમાં જાણે તેમને આચાર્ય હોય તેમ અધિક છું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org