________________
પર્વ ૨ જુ. સગરચક્રને વિલાપ.
૩૨૫ દેહદ પૂરા ન થાય તેમ તમારી વેચ્છાવિહારની ઈચ્છા પણ અદ્યાપિ પૂરી થઈ નથી. ઉદયને માટે થયેલે પૂર્ણ ચંદ્ર દૈવયોગે રાહુથી ગ્રસ્ત થયે, ફલિભૂત થયેલું વૃક્ષ હાથીએ ભાંગી નાખ્યું, કાંઠે આવેલું વહાણ તટના પર્વતે ભાંગી નાખ્યું, ચડી આવેલે નવો મેઘ પવને વિશીર્ણ કરી દીધો, પાકેલું ડાંગરનું વન દાવાનળથી બળી ગયું તેમ ધર્મ, અર્થ અને કામને યેગ્ય એવા તમે હણાઈ ગયા. હે પુત્ર ! કૃપણ એવા ધનાઢયને ઘેર આવેલા વનપાળની જેમ મારે ઘેર આવેલા તમે અકૃતાર્થ અવસ્થામાં જ ચાલ્યા ગયા, એ કેવી, દિલગીરીની વાત ! હે પુત્રો ! આજે મારે તમારા વિના ઉદ્યાનાદિ વિના ચંદ્રિકાની જેમ ચક્રાદિ રત્નોની અને નવ નિધિઓની શી જરૂર છે ? પ્રાણથી પ્યારા પુત્રો વિના મારે આ પખંડ ભરતક્ષેત્રના રાજ્યવડે પણ શું ?”
આવી રીતે વિલાપ કરતા સગરરાજાને ફરીથી તે શ્રાવક બ્રાહ્મણે બંધ કરવાને માટે અમૃત જેવી મધુર વાણીથી કહ્યું-“હે રાજન ! પૃથ્વીના રક્ષણની જેમ તમારા વંશમાં પ્રબોધ (જ્ઞાન) પણ મુખ્ય અધિકારને પામેલે છે, તેથી બીજાઓએ તમને બધ કરે તે વ્યર્થ છે. જગની મેહનિદ્રાને નાશ કરવાને સૂર્ય સમાન શ્રી અજિતપ્રભુ જેના ભ્રાતા છે તેને બીજાથી બોધ મળે તે શું લજજા પામવા જેવું નથી ? આ સંસાર અસાર છે એમ બીજાને જણાય છે તો તમે જે જન્મથી માંડીને સર્વજ્ઞના સેવક છે. તેણે તે અવશ્ય જાણવું જ જોઈએ. હે રાજા ! પિતા, માતા, કાયા, પુત્ર અને મિત્ર એ સર્વ આ સંસારના સ્વપ્ન જેવું છે. જે સવારે દેખાય છે તે મધ્યાધે નથી દેખાતું, અને જે મધ્યાહે દેખાય છે તે રાત્રિએ નથી દેખાતું, એમ આ સંસારમાં સર્વ પદાર્થો અનિત્ય છે. તમે પોતે જ તત્વવેત્તા છે તેથી વૈર્યને ધારણ કરે, કારણ કે વિશ્વને સૂર્ય પ્રકાશિત કરે છે, પણ સૂર્યને પ્રકાશ કરનાર કેઈ હેતું નથી.” લવણસમુદ્ર જેમ મણિઓથી અને લવણથી વ્યાપ્ત થાય, પક્ષની મધ્યરાત્રિ જેમ પ્રકાશ અને અંધકારથી વ્યાપ્ત થાય, હિમાચળ પર્વત જેમ દિવ્ય ઔષધિ અને હિમથી વ્યાપ્ત થાય તેમ તે બ્રાહ્મણનાં બોધવચન અને પુત્રોનું અકાળ મૃત્યુ સાંભળીને સગર રાજા બોધથી અને મેહથી વ્યાપ્ત થઈ ગયા. જેવું તે રાજાનું સ્વાભાવિક મોટું કર્યું હતું તે જ પુત્રોના ક્ષયથી આગંતુક મેહ થયો હતો. એક મ્યાનમાં બે તરવારની જેમ અને એક સ્તંભે બે હસ્તિની જેમ રાજાને બોધ અને મેહ બંને સાથે ઉત્પન્ન થયા. પછી રાજાને બંધ કરવાને માટે સુબુદ્ધિ નામને એક બુદ્ધિમાન મુખ્ય પ્રધાન અમૃતના જેવી વાણીથી બે –“કદાપિ સમુદ્રો પિતાની મર્યાદા મૂકે, કદાપિ કુલપર્વતે કંપાયમાન થાય, કદાપિ પૃથ્વી ચપલભાવ પામે, કદાપિ વજ શિથિલતાને પામે; તથાપિ તમારા જેવા મહાત્માઓ મોટું દુઃખ પ્રાપ્ત થાય તે પણ જરાએ વિધુર થઈ જાય નહીં. આ સંસારમાં ક્ષણ અગાઉ જોવામાં આવતા અને ક્ષણવાર પછી નાશ પામતા એવા સર્વ કુટુંબાદિકને જાણુને વિવેકી પુરુષે તેમાં મેહ પામતા નથી, તે ઉપર એક કથા કહું તે સાંભળો–
આ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રની અંદર કઈ નગરમાં પૂર્વે એક રાજા હતે. તે જૈનધર્મરૂપી સરેવરમાં હંસતુલ્ય હતો, સદાચારરૂપ માગને પાથ હતો, પ્રારૂપી મયૂરીને મેઘ હતો, મર્યાદા પાળવામાં સાગર હતું, સર્વ પ્રકારના વ્યસનરૂપ તૃણમાં અગ્નિતુલ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org