________________
પર્વ ૨ જુ હિજરૂપધારી ઇચકીને કરેલ પ્રતિબોધ
૩૨૩ ત્યાંસુધી સર્વ જાણે છે અને ત્યાંસુધી સર્વને ધીરજ રહે છે. હે સ્વામિન ! હમેશાં અહંત ના આદેશરૂપી અમૃતપાનથી જેમનું ચિત્ત નિર્મળ થયેલું છે એવા તમારી જેવા ધર્યવિવેકી પુરૂ વિરલ હોય છે. તે વિવેકી ! તમે મને મોહ પામતાને બંધ કર્યો તે બહુ સારું કર્યું, પણ આ વિવેક તમારે આત્માને અર્થે પણ ધારણ કરી લેવું જોઈએ. કષ્ટ પ્રાપ્ત થતાં મહાદિકવડે નાશ પામતો આ આત્મા રક્ષણાય છે; કારણ કે અડચણની વખતે કામ આવવા માટે હથિયાર ધારણ કરાય છે, કાંઈ નિરંતર તેનું કામ હતું નથી. આ કાળ છે તે રાંક અને ચક્રવત્તી બંનેમાં સરખે છે; કેઈના પણ પ્રાણ અને પુત્રો વિગેરેને લઈ જતાં એને બીક લાગતી નથી. અહા ! જેને પુત્રો થોડા હોય છે તેના ચેડા મૃત્યુ પામે છે અને જેને ઘણું હોય છે તેના ઘણું મૃત્યુ પામે છે, પણ તેથી જેમ ઘેડા અને ઘણા પ્રહારથી અનુક્રમે કુંથુને તથા હાથીને સરખી પીડા થાય છે તેમ બંનેને સરખી જ પીડા થાય છે. મારા એક પુત્રને નાશ થતાં હવે હું શેક કરીશ નહીં તેમ તમે પણ સર્વ પુત્રને નાશ થાય તે પણ શોક કરશો નહીં. હે રાજન ભુજપરાક્રમથી શોભતા એવા તમારા સાઠ હજાર પુત્રો કાળગથી એક સાથે મૃત્યુ પામ્યા છે. એ વખતે કુમારની સાથે ગયેલા સામંત, અમાત્ય તથા સેનાપતિ વગેરે અને જે કુમારની સાથે રહેનારા હજુરી હતા તે સર્વ ત્યાં નજીકમાં જ રહ્યા હતા, તેઓ ઉત્તરીય વસ્ત્રોથી મુખ ઢાંકતા, લજજાથી જાણે શરમાઈ ગયા હોય તેવા દેખાતા, દાવાનળથી દગ્ધ થયેલા ઝાડોની જેમ ખેદથી વિવર્ણ થયેલા દેહવાળા, પિશાચ અને કિન્નરોની જેમ અત્યંત શૂન્ય મનવાળા, લૂંટાયેલા કૃપણની જેમ દીન થઈ ગયેલા અને લચનમાં અશ્રવાળા, જાણે સર્પોએ કરડ્યા હોય તેમ પગલે પગલે ખલના પામતા જાણે સંકેત કર્યો હોય તેમ એક સાથે સભાસ્થાનમાં આવ્યા. પછી રાજાને પ્રણામ કરી, જાણે પૃથ્વીમાં પેસવાને ઈચ્છતા હોય તેમ નીચા મુખ કરી પિતપિતાને ચગ્ય આસને બેઠા.
ઉપર કહી તેવી બ્રાહ્મણની વાણું સાંભળીને તેમજ મહાવત વિનાના હાથીની જેમ કુમાર રહિત તેઓને આવેલા જોઈને સગરચક્રી જાણે આલેખાઈ ગયો હોય, જાણે નિદ્રાવશ થયે હોય, જાણે સ્તંભન પામી ગયે હોય અને જાણે શૂન્ય થઈ ગયો હોય તેમ નિસ્પદ નેત્રવાળો થઈ ગયે. અધેયથી મૂછને પ્રાપ્ત થયેલ તથા વૈર્યથી પાછા સ્વસ્થ થએલ રાજાને ફરીથી બંધ કરવાને માટે બ્રાહ્મણે કહ્યું-“હે રાજન્ ! વિશ્વની મેહનિદ્રાને નાશ કરવાને સૂર્ય સમાન શ્રી ઋષભસ્વામીના તમે વંશજ છે અને અજિતપ્રભુના તમે ભ્રાતા છે, માટે તમે આમ સાધારણ માણસની જેમ મહને વશ થઈને તે બને પુરૂષોને કેમ કલંક આપે છે ?” રાજાએ જાણ્યું કે આ બ્રાહ્મણે પિતાના પુત્રના મૃત્યુના મિષથી મારા પુત્રોના ક્ષયરૂપી નાટકની પ્રસ્તાવના કહી સંભળાવી. વળી આ વિપ્ર સ્પષ્ટ રીતે મારા કુમારને ક્ષય કહે છે તેમજ આ પ્રધાન પુરૂષ પણ કુમાર વિનાના થઈને આવેલા છે, પરંતુ વનમાં કેસરીસિંહની જેમ પૃથ્વીમાં સ્વેચ્છાએ ફરતા એવા મારા પુત્રોને ક્ષય કેમ સંભવે ? મહારત્નના પરિવારવાળા અને પિતાના પરાક્રમથી પણ દુર એવા એ અખલિત શક્તિવાળા કુમારો કોનાથી હણી શકાય ? એમ વિચારી “આ શું થયું ? એમ જ્યારે રાજાએ પૂછ્યું ત્યારે અમાત્યાદિકે જવલનપ્રભ નાગકુમારના ઈન્દ્રનું સર્વ વૃત્તાંત કહી બતાવ્યું. પછી જાણે વજાથી તાડન કરાયેલે હાય તેમ તે વૃત્તાંત સાંભળવાથી રાજા પૃથ્વીને પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org