________________
પર ૨ નું બ્રાહ્મણે ચકીને કહેલ પિતાની હકીકત.
૩૨૧ સૂકા ઝાડ ઉપર બેસીને કઠોર શબ્દ બોલવા લાગે. એવા અપશુકનથી બાણની જેમ હદયમાં વીંધાયેલે હું કચવાતે મને ચાડીયા પુરૂષની જેમ ઘરમાં પેઠે મને આવતા જોઈને જેના કેશ વીંખાઈ ગયા હતા એવી મારી સ્ત્રી હે પુત્ર ! હે પુત્ર !” એમ આક્રંદ કરતી પૃથ્વી ઉપર ઢળી પડી. જરૂર મારે પુત્ર મૃત્યુ પામે, એમ ચિત્તમાં નિશ્ચય કરી હું પણ પ્રાણ રહિત મનુષ્યની જેમ પૃથ્વી પર ઢળી પડયો. મારી મૂચ્છ વિરામ પામી, એટલે ફરીથી પણ કરુણ સ્વરે વિલાપ કરતો હું મારા ઘરમાં જોવા લાગ્યું. ત્યાં ઘરની વચમાં સર્પથી ડશેલો પુત્ર મારા જેવામાં આવ્યું. ભેજનાક પણ કર્યા સિવાય શેકનિમગ્ન અવસ્થામાં હું રાત્રે જાગતે બેડ હતું તેવામાં મારી કુળદેવીએ આવીને મને કહ્યું- હે ભાઈ! તું શા માટે આ પુત્રના મૃત્યુથી ઉદ્વેગ પામે છે ? જે તું મારા આદેશ પ્રમાણે કરીશ તે હું તારા પુત્રને જીવાડીશ.' ત્યારે મેં કહ્યું- હે દેવી ! આપનો. આદેશ મારે પ્રમાણ છે; કારણ કે પુત્રને અર્થે શોકાત્ત થયેલા પુરૂષો શું અંગીકાર નથી કરતા ?' પછી કુળદેવીએ કહ્યું “જેના ઘરમાં કઈ મૃત્યુ પામેલ ન હોય તેવા કેઈ ઘરમાંથી તું સત્વર માંગલિક અગ્નિ લાવ, પછી તે પુત્રને જીવાડવાના લેભથી હમેશાં દરેક ઘરમાં તેવી રીતે પૂછતે પૂછતે હું બાળકની જેમ ભ્રાંતિથી ભમવા લાગ્યો. સર્વ માણસને પૂછતાં બધા તેમને ઘેર અસંખ્ય માણસે મરેલા છે એમ કહેવા લાગ્યા, પણ કોઈ મરણ રહિત ઘર નીકળ્યું નહીં. તેની અપ્રાપ્તિથી આશાભંગ થયેલા મેં મૃત્યુ પામેલાની જેમ નષ્ટબુદ્ધિવાળા થઈને દીનપણે તે સર્વ કુળદેવીને નિવેદન કર્યું. કુળદેવીએ કહ્યું--જે કઈ મંગળગૃહ ન હોય તે તમારૂં અમંગળ મટાડવાને હું કેમ સમર્થ થઈ શકું ?” એવી તે દેવીની વાણીથી તેત્ર(ફણ)ની જેમ દરેક ગામ અને દરેક શહેરમાં ફરતે ફરતે હું અહીં આવી ચડો છું. હે રાજા ! તમે સઘળી પૃથ્વીના પ્રખ્યાત રક્ષક છે, બળવાનના અગ્રેસર એવા તમારી તુલ્ય કેઈ બીજો નથી, વૈતાઢ્ય પર્વતના દુર્ગ પર રહેલી બન્ને શ્રેણીમાં રહેલા વિદ્યારે પણ માળાની જેમ તમારી આજ્ઞાને મસ્તક પર ધારણ કરે છે, દેવતાઓ પણ ચાકરની જેમ તમારી આજ્ઞા પાળે છે, નવ નિધિ પણ હમેશાં તમને વાંછિત અર્થ આપે છે, તેથી દીન લેકેને શરણું આપવામાં સદાવ્રતવાળા એવા તમારે શરણે હું આવ્યો છું, માટે મારે સારૂ કેઈ ઠેકાણેથી પણ મંગળ અગ્નિ મંગાવી આપે કે જેથી તે દેવી મારા પુત્રને જીવતે કરી આપે. હું પુત્રના મૃત્યુથી ઘણો દુઃખી થયેલ છું.”
રાજા સંસારના સ્વરૂપને જાણતા હતા તે પણ કૃપાવશ થઈને તેના દુખે દુઃખી થઈ પાછા કાંઈક વિચારીને આ પ્રમાણે તેને કહેવા લાગ્યા. “હે ભાઈ ! આ પૃથ્વીમાં પર્વતમાં મેરુની જેમ સર્વ ગૃહમાં અમારું ઘર ઘણું ઉત્કૃષ્ટ છે; પરંતુ આ ઘરમાં પણ ત્રણ જગતમાં માનવા યોગ્ય શાસનવાળા તીર્થકરેામાં પ્રથમ અને રાજાઓમાં પણ પ્રથમ, વળી લક્ષ
જન ઊંચા મેરુપર્વતને દંડરૂપ કરી પિતાના ભુજદંડથી આ પૃથ્વીને પણ છત્ર કરવામાં સમર્થ અને ચોસઠ ઈંદ્રોના મુગટથી જેના ચરણનખની પંક્તિ ઉત્તેજિત થયેલી છે એવા ત્રઋષભસ્વામી પણ કાળના યોગે મૃત્યુ પામ્યા છે. તેમના પહેલા પુત્ર ભરતરાજા કે જે ચકવત્તી એમાં પ્રથમ, સુરાસુરો પણ જેની આજ્ઞા હર્ષથી વહન કરતા હતા અને જે A - 41
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org