________________
૩૨૦ બ્રાહ્મણે સગર ચક્રીની સભામાં કરેલ પ્રવેશ.
સર્ગ ૬ અને વૃદ્ધ થયેલા વાનરની જેમ જેના કલસ્થળમાં ખાડા પડી ગયા હતા, એવા તે બ્રાહ્મણે ચક્રીના સભાગૃહમાં મંદ મંદ પગલે પ્રવેશ કર્યો. દયાળુ ચક્રીએ બ્રાહ્મણને પૂછયું–“તમારું કોઈએ કાંઈ સુવર્ણ લઈ લીધું છે ? વા તમારાં રત્ન કે વસ્ત્રો લઈ લીધાં છે ? અથવા કોઈ વિશ્વાસઘાતકીએ તમારી થાપણ એળવી છે? વા કઈ ગામના રક્ષકે તમને ઉપદ્રવ કર્યો છે? વા દાણવાળાએ સર્વ ઉપસ્કર લઈ જઈને તમને પડ્યા છે ? વા કેઈ તમારા ભાગીદારે તમારે પરાભવ કર્યો છે ? વા કેઈએ તમારી સ્ત્રી સંબંધી ઉપદ્રવથી તમને હેરાન કર્યા છે ? વા કેઈ બળવાન શત્રુએ તમારા ઉપર ધસારે કર્યો છે? વા કેઈ ઉત્કટ આધિ કે વ્યાધિ તમને નડે છે ? વા દ્વિજ જાતિને જન્મથી જ સુલભ એવું દારિદ્ર તમને પીડે છે? અથવા બીજું કાંઈ તમને દુઃખ છે ? જે તમને દુઃખકારી હોય તે તમે મને કહો.” રાજાએ આ પ્રમાણે કહ્યું એટલે નટની જેમ ઘણું આંસુ પાડતે તે બ્રાહ્મણ અંજલિ જેડી રાજાને આ પ્રમાણે કહેવા લાગ્યા–“હે રાજા! ઇંદ્રવડે સ્વર્ગની જેવા ન્યાય અને પરાક્રમથી શેભતા એવા તમારાથી આ પખંડની પૃથ્વી રાજત્વતી છે. તેની અંદર કોઈ પણ કોઈનું સુવર્ણ-રત્નાદિક લઈ શકતું નથી. પૈસાદાર લેકે પિતાના ઘરની જેમ બે ગામની વચ્ચે રસ્તામાં પણ સૂઈ રહે છે. પિતાના ઉત્તમ કુળની જેમ કોઈ થાપણ ઓળવતું નથી અને ગામના આરક્ષકે પિતાના પુત્રની જેમ પ્રજાની રક્ષા કરે છે. અધિક ધન મળે તેવું હોય તો પણ ઘટતી રીતે માલના અનુમાન પ્રમાણે જ દાણના અધિકારી અપરાધના પ્રમાણમાં દંડની જેમ યોગ્ય દાણ ગ્રહણ કરે છે. ઉત્તમ સિદ્ધાંતને મેળવનાર શિવે જેમ ફરીથી ગુરુની સાથે વિવાદ ન કરે તેમ ભાગીદાર કે ભાગ લઈને ફરી કાંઈ પણ વિવાદ કરતા નથી. તમારા રાજ્યમાં સર્વે ન્યાયી લેક હોવાથી પરસ્ત્રીને બહેન, દિકરી, પુત્રવધૂ અને માતાની જેમ ગણે છે. જેમ યતિના આશ્રમમાં ન હોય તેમ તમારા રાજ્યમાં જરા પણ વિરવાણી નથી. જળમાં તાપ ન હોય તેમ તમારી સર્વ સંતેષી પ્રજામાં કઈ જાતિની આધિ નથી, ચોમાસામાં તૃષાની જેમ સર્વ ઔષધિય પૃવી હોવાથી તેમાં વસનારા લેકમાં કઈ પ્રકારને વ્યાધિ નથી અને તમે સાક્ષાત્ કલ્પવૃક્ષ હોવાથી કેઈને દારિદ્રય પણ નથી. તે સિવાય આ દુઃખની ખાણુરૂપ સંસાર છતાં પણ બીજું કોઈ પણ દુઃખ નથી, પણ ગરીબ એવા મને આ એક દુઃખ પ્રાપ્ત થયું છે.
“આ પૃથ્વીમાં સ્વર્ગને જે એક અવંતી નામે મોટો દેશ છે. તે દેશ નિર્દોષ નગર, ઉદ્યાન અને નદી વિગેરેથી ઘણે મનહર છે. તે દેશમાં મોટા સરેવર, કૂવા, વાપિકા અને વિચિત્ર બગીચાથી સુંદર અને પૃથ્વીના તિલકરૂપ અશ્વભદ્ર નામે એક ગામ છે. તે ગામને રહેવાસી, વેદાધ્યયનમાં તત્પર અને શુદ્ધ બ્રહ્મકુળમાં ઉત્પન્ન થયેલ હું અગ્નિહોત્રી બ્રામણું છું. એક વખતે હું મારા પ્રાણપ્રિય પુત્રને તેની માતાને અર્પણ કરી વિશેષ વિદ્યા ભણવાને માટે બીજે ગામ ગયે. ભણતાં ભણતાં એક દિવસે મને વગર કારણે સ્વાભાવિક અરતિ ઉત્પન થઈ. તે વખતે મેં વિચાર્યું કે “આ મને મોટું આપશુકન થયું' એવા વિચારથી હું ક્ષેભ પાપે. અને તે કારણે મારે ગામ પાછો આવ્યું. દૂરથી મારું ઘર શોભારહિત મારા જેવામાં આવ્યું, તેથી આ શું હશે ? એવું જોવામાં હું ચિંતવતો હતો તેવામાં મારી ડાબી આંખ ખૂબ ફરકી, અને એક કાગડો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org