________________
૩૧૮ અંતઃપુરની રાણીઓ તથા પરિવારને વિલાપ.
સગ ૬ ઢો હે અંગ ! તારે હવે કૌવચના સ્પર્શની જેમ અંગરાગની જરૂર નથી.” અંતઃપુરની સ્ત્રીઓ એવી રીતે કરુણસ્વરે રવાથી, બંધુની જેમ સર્વ વને પણ પડદાથી સાથે રેવા લાગ્યા.
સેનાપતિ, સામંત રાજા અને મંડલેશ વિગેરે સર્વ શોક, લજજા, ક્રોધ અને શંકાદિકથી રુદન કરતા વિચિત્ર પ્રકારે બોલવા લાગ્યા. “હે સ્વામીપુત્ર ! તમે કયાં ગયા તે અમે જાણી શકતા નથી, તેથી તમે કહો કે જેથી અમે પણ સ્વામીની આજ્ઞામાં તત્પર હોવાથી તમારી પછવાડે આવીએ. અથવા શું તમને અંતર્ધાન-વિદ્યા પ્રાપ્ત થઈ છે ? પણ તે પિતાના સેવકને ખેદને માટે થાય છે, તેથી તમારે તેને ફેરવવી જોઈએ. નષ્ટ-વિનષ્ટ થયેલા તમને છોડીને ગયેલા એવા અમારું મુખ ઋષિહત્યા કરનારની જેમ સગર રાજા કેમ જેશે ? તમારા વિના ગયેલા અમારી લેકે પણ મશ્કરી કરશે, માટે હે હ્રદય ! હવે તુ પાણથી સિંચાયેલા કાચા ઘડાની જેમ તત્કાળ ફૂટી જા. હે નાગકુમાર ! તું પણું ઊભું રહે, ઊભે રહે, અમારા સ્વામી કે જે અષ્ટાપદની રક્ષા કરવામાં વ્યગ્ર હતા તેઓને શ્વાનની જેમ છળથી બાળી દઈને હમણુ કયાં જઈશ ? હે ખગ્ર ! હે ધનુષ ! હે શક્તિ ! હે ગદા ! તમે યુદ્ધ કરવાને તૈયાર થાઓ. હે સર્પ ! તું નાસીને કયાં જઈશ ? આ સ્વામીના પુત્રો અહીં આપણને છેડીને ચાલ્યા ગયા ! અરે હાય ! તેમને મૂકીને ગયેલા આપણને સ્વામી પણ જલદી છોડી દેશે ! કદાપિ ત્યાં આપણે નહીં જઈ એ અને અહીં જીવતા રહીશું તે સાંભળીને આપણું સ્વામી લજા પામશે અથવા આપણે નિગ્રહ કરશે.” એવી રીતે વિવિધ પ્રકારે રુદન કર્યા પછી સવે ભેગા થઈ પિતાનું સ્વાભાવિક ધિર્મ ધારણ કરી આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા. “પૂર્વવિધિથી પરેતવિધિ જેમ બલવાન છે તેમ સર્વ થકી વિધિ બળવાન છે, તેનાથી કંઈ બલવત્તર નથી. આ અશષ્ણુ પ્રતીકારવાળા કાર્યમાં ઉપાય કરવાને ઈચ્છો તે કેવટ છે. કારણ કે તે આકાશને માપવાની ઈચ્છાતુલ્ય અને પવનને પકડવાની ઈચ્છાતુલ્ય છે. હવે વિલાપથી શું વળવાનું છે ? માટે આ હાથી, ઘોડા વિગેરે સમગ્ર દ્ધિ આપણે થાપણ રાખનારની પેઠે મહારાજને પાછી મેંપી દઈએ. પછી સગર રાજા તેને યોગ્ય લાગે અથવા રુચે તે આપણી ઉપર કરે. હવે તેની ચિંતા આપણે શું કરવી ?” એવું વિચારીને તેઓ સવ અંતઃપુરાદિકને લઈ, દીન વદનવાળા થઈને અધ્યા તરફ ચાલ્યા. ઉત્સાહ રહિત અને જેનાં મુખ તથા નેત્રો વલાનિ પામ્યાં છે એવા તેઓ જાણે સુઈને ઉઠયા હોય તેમ મંદમંદ ચાલતા અયોધ્યાની નજીક આવ્યા. ત્યાં જાણે વધ્યશિલા ઉપર બેસાર્યો હોય તેમ ૧ ચિત્તવાળા તેઓ એકઠા થઈ પૃથ્વી ઉપર બેસીને પરસ્પર આ પ્રમાણે કહેવા લાગ્યા-“પૂર્વે આપણને રાજાએ ભક્ત, બહુજ્ઞ, બળવંત અને પ્રસાર ધારીને ઘણુ સત્કારથી પિતાના પત્રોની સાથે મોકલ્યા હતા. તે કુમારે વિના આપણુથી હવે સ્વામી પાસે કેમ જવાય? અને નાસિકા રહિત પુરુષની જેમ મુખને કેમ દેખાડી શકાય? અથવા રાજાને અકસ્માત વજપાત જેવું આ પુત્રવૃત્તાંત કેમ કહી શકાય ? એથી આપણને ત્યાં જવું તે ઘટતું નથી, પણ સર્વ દુઃખીને શરણરૂપ મરણ પામવું ઘટે છે. પ્રભુએ કરેલી સંભાવનાથી ભ્રષ્ટ થયેલા આપણને શરીર વિનાના પુરુષની જેમ જીવવાથી શું સાર્થકપણું છે ? કદાપિ આ પુત્રોનું શ્રવ મૃત્યુ સાંભળીને ચક્રવત્તી મૃત્યુ પામશે તે આપણને પણ મૃત્યુ જ અગ્રેસર છે.” એ પ્રમાણે વિચાર
૧. વ્યાકરણને નિયમ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org