________________
નાગરાજે સગરપુત્રોને ભસ્મીભૂત કર્યા.
સર્ગ ૫ મે. પિતાના ઉછળતા મોટા તરંગોથી જાણે તેણે પર્વતના શિખર ઊંચા કર્યા હોય તેવી જણાતી હતી અને તટ ઉપર અફળાતા પાણીથી ઉત્પન્ન થતા શબ્દો વડે જાણે જોરથી વાજિંત્રો વગાડતી હોય તેવી દેખાતી હતી. એવી રીતે પિતાના જળના વેગથી દંડે કરેલા પૃથ્વીના ભેદને બમણે પહોળો કરતી ગંગા સમુદ્રની જેમ અષ્ટાપદ ગિરિની ફરતી કરેલી ખાઈ પાસે આવી, એટલે હજાર જન ઊંડી અને પાતાળની જેવી ભયંકર તે પરિખાને પૂરવાને તેઓ પ્રવર્યા. જહુએ અષ્ટાપદ પર્વતની ખાઈ પૂરવાને ગંગાને ખેંચી, તેથી તેનું નામ જાન્હવી કહેવાયું. ઘણું જળથી તે પરિખા પૂરાઈ ગયા પછી વધેલું જળ ધારાયંત્રની જેમ નાગકુમારનાં સ્થાનમાં પેઠુ. રાફડાની જેમ નાગકુમારનાં મંદિરે જળથી પૂરાઈ ગયાં, એટલે દરેક દિશામાં કુંફાડા મારતા નાગકુમારે આકુળવ્યાકુળ થઈ ત્રાસ પામવા લાગ્યા, નાગલોકના ક્ષોભથી સર્પરાજ જવલનપ્રભ અંકુશે મારેલા હાથીની જેમ ભયકંર આકૃતિપૂર્વક કે પાયમાન થયા અને બોલ્યો-“એ સગરના પુત્ર પિતાના વૈભવથી દુર્મદ થયેલા છે, તેથી તેઓ સામને એગ્ય નથી; પણ ગધેડાની જેમ દંડને જ એગ્ય છે. અમારા ભુવનેનો નાશ કરવાને એક અપરાધ મેં સહન કર્યો અને શિક્ષા ન કરી તો ફરીથી તેમણે આ અપરાધ કર્યો; માટે હવે ચેર લેકેને જેમ આરક્ષક પુરુષ શિક્ષા કરે તેમ હું તેમને શિક્ષા કરુંઆ પ્રમાણે ઘણુ કપના આટેપથી ભયંકર રીતે બોલતે, અકાળે કાળાગ્નિની જેમ ઘણી દીપ્તિથી દારુણ દેખાતે અને વડવાનલ જેમ સમુદ્રને શેષણ કરવા ઈચ્છે તેમ જગતને બાળવાની ઈચ્છા કરતા તે પૃથ્વીમાંથી બહાર નીકળે; અને વજનળની જેમ ઊંચી જવાળાવાળે તે નાગરાજ નાગકુમારની સાથે વેગથી રસાતળમાંથી નીકળીને ત્યાં આવ્યો. પછી દષ્ટિમિષ સ૫ના રાજાએ તત્કાળ કોપાયમાન દષ્ટિવડે સગરપુત્રોને જોયા, એટલે તત્કાળ ઘાસના પુળાની જેમ અગ્નિથી તે સર્વે ભસ્મરાશિ થઈ ગયા. તે વખતે લોકોમાં આકાશ અને પૃથ્વીને પૂરી દે એવો એક મેટે હાહાકાર શબ્દ થયે, કારણકે સાપરાધી માણસને નિગ્રહ પણ લોકોને તે અનુકંપાને માટે જ થાય છે. આ પ્રમાણે નાગરાજ સગરચકીના સાઠ હજાર પુત્રોને મૃત્યુ પમાડી સાયંકાળે સૂર્યની જેમ નાગક સહિત પાછો રસાતળમાં ચાલ્યા ગયે.
.. इत्याचार्यश्री हेमचन्द्रविरचिते त्रिषष्ठिशलाकापुरुषचरिते
महाकाव्ये द्वितीये पर्वणि सगरपुत्रनिधनो
નામ હંમદ સ. ૧ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org