________________
૩૧૪ સગરપુત્રોએ કરેલી પ્રાર્થના.
સગ ૫ મ. બિંબનું માર્જન કરવા લાગ્યા. પછી સીધી દાસીની જેમ સ્વેચ્છાએ ઘણું ભક્તિવાળા તેઓએ ગશીર્ષ ચંદનના રસવડે પ્રભુને વિલેપન કર્યું. વિચિત્ર પુપોની માળાથી તથા દિવ્ય વસ્ત્ર અને મનહર રત્નાલંકારથી તેમની અર્ચા કરી, ઇંદ્રની જેવા રૂપવંત તેઓએ સ્વામીનાં ખિંબેની આગલ અખંડિત ચેખાથી પટ્ટ ઉપર અષ્ટમંગલિક આલેખ્યા. દિવ્ય કપૂરની દિવેટથી તેઓએ સૂર્યબિંબ જેવી દેદીપ્યમાન આરાત્રિક તૈયાર કરી, તેની પૂજા કરી અને પછી તે આરતિ ઉતારી. પછી અંજલિ જેડીને શસ્તવવડે વંદના કરી છેષભસ્વામી વિગેરેની આ પ્રમાણે તેઓ સ્તુતિ કરવા લાગ્યા
“હે ભગવંત ! આ અપાર અને ઘેર એવા સંસારરૂપી સમુદ્રમાં વહાણ સમાન અને મેક્ષના કારણભૂત એવા તમે અમને પવિત્ર કરે. સ્યાદ્વાદરૂપી મહેલની પ્રતિષ્ઠામાં સૂત્રધાર (સુતાર) પણને નયપ્રમાણથી ધારણ કરતા એવા તમને અમે નમસ્કાર કરીએ છીએ. જન સુધી પ્રસાર પામતી વાણીરૂપી નીકથી સર્વ જગતરૂપી બાગને તૃપ્ત કરનાર એવા તમને અમે નમસ્કાર કરીએ છીએ. તમારા દર્શનથી સામાન્ય જીવિતવાળા અમારી જેવા છે પાંચમા આરા પર્યત પણ જીવિતનું પરમફળ પ્રાપ્ત કરશે. ગર્ભ, જન્મ, દીક્ષા, જ્ઞાન અને મુક્તિરૂપ પાંચ-પાંચ કલ્યાણકથી નારકીઓને પણ સુખ આપનાર એવા તમને અમે નમસ્કાર કરીએ છીએ. મેઘ, વાયુ, ચંદ્ર અને સૂર્યની જેમ સમદષ્ટિ રાખનારા એવા તમે અમને કલ્યાણને અર્થે થાઓ. આ અષ્ટાપદ પર્વત પર રહેલાં પક્ષીઓને પણ ધન્ય છે કે જેઓ પ્રતિદિવસ નિરંતરપણે તમને જુએ છે. તમારા દર્શન અને પૂજન ઘણીવાર કરવાથી અમારું જીવિત અને વૈભવ કૃતાર્થ થયેલ છે.”
એવી રીતે સ્તુતિ કરીને ફરીથી અહંતને નમસ્કાર કરી તે સગપુત્રે હર્ષ પામી પ્રાસાદમાંથી બહાર નીકળ્યા. પછી ભરતચકીના ભ્રાતાઓનાં પવિત્ર પગલાંઓને તેમણે વંદના કરી. - 'પછી કાંઈક વિચારીને જન્દુકુમારે પિતાના નાના ભાઈઓને કહ્યું–‘ધારું છું કે આ અષ્ટાપદના જેવું બીજું કંઈ ઉત્તમ સ્થાન નથી, માટે આપણે આ ચૈત્યના જેવું બીજું ચૈત્ય અહીં કરાવીએ. અહો ! ભરતકીએ જે કે આ ભરતક્ષેત્ર છોડયું છે, તે પણ આ પર્વત કે જે ભરતક્ષેત્રમાં સારભૂત છે તેની ઉપર ચૈત્યના મિષથી કાયમ રહીને ભરતક્ષેત્રને જાણે અત્યારે પણ તેઓ ભોગવે છે.” વળી ફરી વિચાર કરીને બે -“હે બંધુઓ ! નવું ચૈત્ય કરાવ્યા કરતાં ભવિષ્યમાં લોપ થવાનો સંભવવાળા આ ચિત્યનું આપણે રક્ષણ કરીએ તે આ ચૈત્ય આપણે જ કરાવેલું છે એમ સમજી શકાય, કારણ કે જ્યારે દુષમકાળ પ્રવર્તાશે ત્યારે અર્થમાં લુબ્ધ, સત્વ રહિત અને કૃત્યાકૃત્યના વિચાર વિનાના પુરુષો થશે. તેથી જાનાં ધર્મસ્થાનોનું રક્ષણ કરવું તે નવાં ધર્મસ્થાન કરાવ્યાથી પણ અધિક છે.” આ પ્રમાણે સાંભળીને સર્વ નાના ભાઈઓએ એ ચિત્યના રક્ષણનિમિત્તે તેની ફરતી ખાઈ કરવા સારું દંડરત્ન ગ્રહણ કર્યું. પછી જાણે તીવ્ર તેજથી સૂર્ય હોય તે જહુ પિતાના ભાઈએ સાથે નગરની જેમ અષ્ટાપદની ચોતરફ ખાઈ કરવાને માટે દંડરત્નથી પૃથ્વી દવા લાગ્યું. તેમની આજ્ઞાથી દંડરને હજાર જન ઊંડી ખાઈ ખેદી, એટલે ત્યાં આવેલાં નાગકુમારનાં મંદિર ભાંગવા લાગ્યા. પોતાનાં ભુવને ભાંગવાથી, સમુદ્રનું મથન કરતાં જેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org