Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 1
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

Previous | Next

Page 340
________________ પર્વ ૨ જુ. અષ્ટાપદ ફરતી બદેલી ખાઈ અને નાગરાજનો રોષ ૩૧૫ જળજંતુઓ ક્ષોભ પામે તેમ સર્વ નાગક ક્ષોભ પામવા લાગ્યા. જાણે પરચક્ર આવ્યું હોય, જાણે અગ્નિ લાગ્યું હોય અથવા જાણે મહાવાત ઉત્પન્ન થયે હેાય તેમ નાગકુમાર આમતેમ ત્રાસ પામવા લાગ્યા. એવી રીતે આકુળ થયેલ નાગલક જોઈ જવલનપ્રભ નામે નાગકુમારે રાજા અગ્નિની જેમ ક્રોધથી બળવા લાગે. પૃથ્વીને ખેદેલી જોઈને “આ શું ? એમ સંભ્રમથી વિચારતે તે બહાર નીકળી સગરચક્રીના પુત્રની પાસે આવ્યો. ચડતા તરંગવાળા સમુદ્રની જેમ ચડાવેલી ભ્રકુટિથી તે ભયંકર લાગતું હતું, ઊંચી જવાળાવાળા અગ્નિની જેમ કોપથી તેના હોઠ ફરકતા હતા, તપેલા લોઢાના તેમની શ્રેણી જેવી લાલ દષ્ટિ તે નાખતે હતો અને વાગ્નિની ધમણ જેવી પિતાની નાસિકા ફુલાવતે હતે. એવા તેમજ યમરાજની જેમ ક્રોધ પામેલા અને પ્રલયકાળના સૂર્યની જેમ સામું ન જોઈ શકાય તેવા તે નાગપતિ સગરપુત્રોને આ પ્રમાણે કહેવા લાગ્યા–“અરે પિતાને પરાક્રમી માનનારા અને દુર્મદ એવ તમે ભીલ લોકોને જેમ કિલ્લો મળે તેમ દંડરત્ન મળવાથી આ શું | માંડયું છે? અરે ! અવિચારપૂર્વક કાર્ય કરનારા તમે ભવનપતિઓનાં શાશ્વત ભુવનેને આ ઉપદ્રવ કર્યો ? અજિતસ્વામીના ભાઈને પુત્ર થઈને તમે પિશાચની જેમ આ દારુણ કર્મ કેમ કરવા માંડયું ?” પછી જહુએ કહ્યું-“હે નાગરાજ ! અમારાથી થયેલા તમારા સ્થાનભંગથી પીડિત થઈને તમે જે કહે છે તે ઘટિત છે, પણ દંડરત્નવાળા અમોએ તમારા સ્થાનનો ભંગ થાય એવી બુદ્ધિથી આ પૃથ્વી ખેદી નથી; કિંતુ આ અષ્ટાપદ પર્વતના રક્ષણ માટે ફરતી ખાઈ કરવા અમે આ પૃથ્વી ખાદી છે. અહીં અમારા વંશના મૂળપુરુષ ભરતચકીએ રત્નમય ચૈત્ય અને સર્વ તીર્થકરોની રત્નમય સુંદર પ્રતિમાઓ કરાવેલી છે. ભવિષ્યમાં કાળના દોષથી કે તેને ઉપદ્રવ કરશે, એવી શંકા લાવીને અમે આ કામ કર્યું છે. તમારાં સ્થાને તો ઘણું દૂર છે એમ જાણીને અમને તેના ભંગની શંકા થઈ નહોતી, પણ આમ થવામાં આ દંડરત્નની અમેઘ શકિતનો જ અપરાધ જણાય છે; માટે અહંતની ભક્તિથી અવિચારીપણે અમે જે કામ કર્યું છે તે તમે ક્ષમા કરે અને હવે ફરીથી અમે તેમ કરશું નહીં.” એવી રીતે જન્દુકુમારે પ્રાર્થના કરાયેલ નાગરાજ શાંત થયે; કારણ કે પુરુષોના પાગ્નિને શાંત કરવામાં સામાવાણી જળરૂપ થાય છે. પછી હવે ફરીથી તમે આવું કરશે નહીં” એમ કહી સિંહ જેમ ગુફામાં જાય તેમ નાગપતિ નાગલોકમાં ગયે. નાગરાજ ગયા પછી જએ પિતાના નાના ભાઈઓને કહ્યું-“આપણે અષ્ટાપદની ફરતી ખાઈ તે કરી, પણ પાતાળ જેવી ગંભીર છતાં આ ખાઈ, માણસની મોટી આકૃતિ પણ બુદ્ધિ વિના જેમ શોભતી નથી તેમ જળ વિના શોભતી નથી. વળી કઈ કાળે આ પાછી રજથી પૂરાઈ પણ જાય, કારણ કે કાળે કરીને મોટા ખાડા હોય છે તે પણ સ્થળરૂપ થઈ જાય છે, માટે આ ખાઈ ઘણું જળથી અવશ્ય પૂરવી જોઈએ; પણ ઊંચી તરંગવાળી ગંગા વિના તે કામ પાર પાડી શકશે નહીં.” આ પ્રમાણે સાંભળીને તમે કહો છો તે ઘણું સારું છે એમ તેના ભાઈઓએ કહ્યું એટલે જહુએ જાણે બીજે યમદંડ હોય તેવું દંડરના હાથમાં લીધું. તે દંડરત્નવડે ગંગા કાંઠોને ઈંદ્ર જેમ પર્વતના શિખરને તોડે તેમ તોડી નાખ્યો. દંડે કાંઠે તેડવાથી તે રસ્તે ગંગા ચાલી, કારણ કે સરલ પુરુષની જેમ જળ જ્યાં લઈ જઈએ ત્યાં જાય છે. તે વખતે ગંગાનદી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371