Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 1
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

Previous | Next

Page 338
________________ પર્વ ૨જું મંત્રીઓએ સગરપુત્રોને કહેલ અષ્ટાપદનું સ્વરૂપ ૩૧૩ જણાતો હતો; હર્ષ પામેલા મયૂરના મધુર સ્વરથી જાણે ગાયન કરતો હોય તેમ દેખાતે હતો, જાણે પૂતળીઓવાળું ચૈત્ય હાય તેમ તેની ઉપર અનેક વિદ્યાધરીઓ રહેતી હતી, ચારે બાજુ પડેલાં રત્નોથી જાણે રત્ન-મણિઓથી બનેલે પૃથ્વીને મુગટ હોય તે તે જણાતું હતું અને ત્યાંના ચૈત્યને વંદના કરવાની ઈચ્છાથી હમેશાં આવતાં ચારણુશ્રમણદિકથી તે પર્વત નંદીશ્વરદ્વીપ જે જણાતે હતે. આ નિત્ય ઉત્સવવાળે સ્ફટિક રત્નમય પર્વત જોઈને તે કુમારેએ સુબુદ્ધિ વિગેરે પિતાના અમાત્યને પૂછયું વૈમાનિક દેવના સ્વર્ગમાં રહેલા કીપર્વતોમાંથી જાણે એક અહીં પૃથ્વી ઉપર ઉતર્યો હોય એ આ કર્યો પર્વત છે ? અને તેની ઉપર આકાશ સુધી ઊંચું તથા હિમાલય પર્વત પર રહેલ શાશ્વત ચૈત્ય જેવું આ ચૈત્ય છે તે કોણે કરાવેલું છે ?” મંત્રીઓએ કહ્યું-“પૂર્વે સભપ્રભુ પ્રથમ તીર્થંકર ભગવંત થઈ ગયા છે, જે તમારા વંશના અને આ ભારતમાં ધર્મતીર્થના આદિલ્ત થયા છે, તેના પુત્ર ભરત નવાણું ભાઈઓથી મેટા અને ષખંડ ભરતક્ષેત્રને પિતાની આજ્ઞામાં પ્રવર્તાવનાર હતા. ઇંદ્રને જેમ મેરુપર્વત તેમ તે ચકીને આ અષ્ટાપક નામે કીડાગિરિ અનેક આશ્ચર્યના રથાન મૂત છે. આ પર્વતની ઉપર શ્રી ભદેવ ભગવાન્ દશ હજાર સાધુઓની સાથે અવ્યયપદને પામેલા છે. ઋષભસ્વામીના નિર્વાણ પછી ભરતરાજાએ અહીં રત્નમય પાષાણોથી સિંહનિષધા નામે ચૈત્ય કરાવેલું છે, તેમાં ઋષભસ્વામી અને પછી થનારા બીજા ત્રેવીસ તીર્થંકરનાં બિંબ નિર્દોષ રત્નથી પિતપતાના દેહના પ્રમાણુ, સંસ્થાન, વર્ણ અને લાંછનવાળા વિધિ પ્રમાણે કરાવેલાં છે. તે સવે બિંબની પ્રતિષ્ઠા આ ચૈત્યમાં તે ભરતચક્રીએ ચારણમુનિઓની પાસે કરાવેલી છે અને તેમણે પિતાના બાહુબલિ વિગેરે નવાણુ બંધુઓનાં પગલાં અને મૂત્તિઓ પણ કરાવી છે. અહીં સમવસરેલા શ્રી ઋષભસ્વામીએ ભવિષ્યમાં થનારા તીર્થકર, ચક્રવત્તા, વાસુદેવ, પ્રતિવાસુદેવ અને બળરામનું તેની પાસે વર્ણન કર્યું હતું. આ પર્વતની તરફ ભરતચકીએ આઠ આઠ પગથિયાં કરાવેલાં છે, તેથી તે અષ્ટાપદગિરિ કહેવાય છે.” આ પ્રમાણેની હકીકત સાંભળીને “અહો આ પર્વત આપણું પૂર્વજોને છે,” એમ જેઓને હર્ષ ઉપ છે એવા કુમારે પરિવાર સહિત તેની ઉપર ચડ્યા અને તે સિંહનિષદ્યા ચૈત્યમાં પ્રવેશ કર્યો. દૂરથી દર્શન થતાં જ તેઓએ હર્ષવડે આદિ તીર્થકરને પ્રણામ કર્યો. અજિતસ્વામીના બિંબને તથા બીજા તીર્થકરનાં બિંબને પણ તેઓએ સરખી શ્રદ્ધાથી નમસ્કાર કર્યો, કારણ કે તેઓ ગર્ભશ્રાવક હતા. જાણે મંત્રથી આકર્ષણ કરીને મંગાવ્યું હોય તેમ તત્કાળ આવેલા શુદ્ધ ગંધદકથી કુમારોએ શ્રીહંતનાં બિંબને સ્નાન કરાવ્યું. તે વખતે કેટલાએક કળશને પાણીથી ભરી દેતા હતા. કેટલાએક આપતા હતા, કેટલાએક પ્રભુની ઉપર ઢળતા હતા, કેટલાએક ખાલી થયેલા પાછા લેતા હતા, કેઈ સ્નાત્રવિધિ ભણતા હતા, કોઈ ચામર વીજતા હતા, કોઈ સુવર્ણના ધૂપિયા લેતા હતા, કઈ ધૂપિયામાં ઉત્તમ ધૂપ નાંખતા હતા અને કોઈ શંખાદિ વાજિંત્રો ઊંચે સ્વરે વગાડતા હતા. તે વખતે વેગવડે પડતા સ્નાનને ગંદકથી અષ્ટાપદ પર્વત બમણા નિર્ઝરણાવાળે થયે. પછી કોમળ, કેરા અને દેવદૂષ્ય વચ્ચેથી તેઓ દાસની જેમ ભગવંતનાં A - 40 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371