________________
પર્વ ૨ જું જહુમાર વિગેરેની પૃથ્વી-પર્યટનની ઈચ્છા.
૩૧૧ ભગવાનને નમી રાક્ષસદ્વીપમાં આવીને તે બંને લંકાને રાજા થયે. રાક્ષસદ્વિીપના રાજપથી અને રાક્ષસી વિદ્યાથી તે ઘનવાહન વંશ ત્યારથી રાક્ષસવંશ કહેવા. પછી ભંથી સર્વજ્ઞ બીજી તરફ વિહાર કરી ગયા અને સુરેંદ્ર તથા સગરાદિક પિતપતાને સ્થાનકે ગયા.
હવે સગર રાજા ચોસઠ હજાર સ્ત્રીઓ સાથે રતિસાગરમાં નિમગ્ન થઈ ઈંદ્રની પેઠે કીડા કરવા લાગ્યા. તેને અંતઃપુરના સંગથી થયેલી ગ્લાનિ, વટેમાર્ગુને શ્રમ જેમ દક્ષિણ દિશાના પવનથી નાશ પામે તેમ સ્ત્રીરત્નના ભેગથી નાશ પામે. એવી રીતે હમેશાં વિષયસુખ ભોગવતાં તેમને જન્હકમાર વિગેરે સાઠ હજાર પુત્રો થયા. ઉધાનપાલિકાએ પાળેલાં ઉઘાનના વૃક્ષે વૃદ્ધિ પામે તેમ ધાવમાતાઓએ પિષણ કરેલા તે પુત્રો અનુક્રમે વૃદ્ધિ પામ્યા. તેઓ ચંદ્રની જેમ ધીમે ધીમે સર્વ કળા ગ્રહણ કરી શરીરની લમીરૂપી તલ્લીના ઉપવનરૂપ ચૌવનવયને પ્રાપ્ત થયા. તેઓ બીજાઓને પોતાની અસ્ત્રવિદ્યામાં કુશળતા બતાવવા લાગ્યા અને ન્યૂનાધિક જાણવાની ઈચ્છાથી પારકું અકૌશલ્ય જેવા લાગ્યા. કળા જાણનારા તેઓ ઘેડા ખેલવાની કીડામાં ઘોડાઓને સમુદ્રના આવર્તની લીલાવડે બ્રમણ કરાવી દુર્દમ એવા તેફાની ઘોડાઓને પણ દમતા હતા. દેવતાઓની શક્તિનું પણું ઉલ્લંઘન કરનાર તેઓ વૃક્ષનાં પત્રને પણ અંધ ઉપર નહીં સહન કરનાર એવા ઉન્મત્ત હાથીઓને તેમના સ્કંધ ઉપર ચડીને વશ કરતા હતા. મદથી શબ્દ કરતા હાથીઓ જેમ વિધ્યાટવીમાં રમે તેમ સફળ શક્તિવાળા તેઓ પોતાના સવયસ્ક મિત્રોથી પરિવૃત થઈને સ્વેચ્છાએ રમતા હતા.
એક દિવસે રાજસભામાં બેઠેલા ચક્રવર્તીને બળવાન કુમારોએ આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી હે પિતાજી ! પૂર્વ દિશાનું આભૂષણ માગધપતિ દેવ, દક્ષિણ દિશાનું તિલક વરદામપતિ, પશ્ચિમ દિશાને મુગટ પ્રભાસપતિ, પૃથ્વીની બે ભુજા જેવી બે બાજુ રહેલી ગંગા અને સિંધુદેવી, ભરતક્ષેત્રરૂપી કમલની કર્ણિકા સમાન વૈતાત્યાદ્રિકુમારદેવ, તમિસાગુફાને અધિપતિ ક્ષેત્રપાળ સદશ કૃતમાળ નામે દેવ અને ભરતક્ષેત્રની મર્યાદાભૂમિના સ્તંભરૂપ હિમાચલકુમારદેવ, ખંડપ્રપાતાગુફાને અધિષ્ઠાયક ઉત્કટ એ નાટયમાલ નામે દેવ અને નૈસર્ષ વિગેરે નવ નિધિના અધિષ્ઠાયક નવ હજાર દેવતાઓ-એ સર્વ દેવતાઓને તમે સાધારણ મનુષ્યની જેમ સાધ્ય કર્યા છે. વળી તેજસ્વી એવા આપે અંતરંગ શત્રુઓના ષવર્ગની જેમ આ પખંડ પૃથ્વીતલ પિતાની મેળે જ પરાજય પમાડયું છે. હવે તમારી ભુજાના પરાક્રમને કઈ પણ કાર્ય અવશેષ રહ્યું નથી કે જે કરીને અમે તમારું પુત્રપણું બતાવી આપીએ, માટે હવે તે પિતાજીએ સાધેલા આ સર્વ ભૂતળમાં સ્વેચ્છાએ વિહાર કરવાથી જ આમારું પુત્રપણું સફળ થાઓ એમ ઈચ્છીએ છીએ, તેમજ આપના પ્રસાદથી ઘરના આંગણાની જેમ સર્વ ભૂમિમાં ડાથીની પેઠે સ્વચ્છેદે વિહાર કરવાને ઈચ્છીએ છીએ.” આવી પિતાના પુત્રોની માગણું તેણે સ્વીકારી, કારણ કે મહાન પુરૂષોની પાસે બીજાની પણ યાચના વ્યથ થતી નથી તે પિતાના પુત્રોની યાચના કેમ વ્યથ થાય?
પછી પિતાને પ્રણામ કરી પિતાના નિવાસમાં આવી તેઓએ પ્રયાણના મંગળસૂચક તંદુભિ વગડાવ્યા. તે વખતે પ્રયાણ સમયે જ ધીરપુરુષોને પણ ક્ષોભ પમાડે તે અશુભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org