________________
૩૧૨ સગરપુત્રને પ્રયાણ સમયે થયેલ અપશુને. સંગ ૫ મ. ઉત્પાત તથા અશુભ શુકન તેમને થવા લાગ્યા. મોટા સપના કુળથી આકુળ એવા રસાતલના દ્વારની જેમ સૂર્યનું મંડળ સેંકડે કેતુના તારાથી આકુળ થયું, ચંદ્રના મંડળમાં વચ્ચે છિદ્ર જણાવા લાગ્યું, તેથી ચંદ્ર નવા કોતરેલા દાંતના આકોટા જે દેખાવા લાગે, વાયુથી જેમ લતા કંપે તેમ પૃથ્વી કંપવા લાગી, શિલાઓના કકડા જેવા કરાની વૃષ્ટિએ થવા લાગી, સુકાઈ ગયેલા વાદળાના ચૂર્ણની જેવી રજોવૃષ્ટિ થવા લાગી, રોષ પામેલા શત્રુની જે મહાભયંકર વાયુ વાવા લાગ્ય, અશિવકારી શિયાલણી જમણી તરફ રહી બોલવા લાગી, જાણે તેઓની હરિફાઈ કરતા હોય તેમ ઘુવડ પક્ષી આક્રોશ કરવા લાગ્યા, જાણે ઊંચે પ્રકારે કાળચક્રથી કીડા કરતા હોય તેમ આકાશમાં મંડળાકારે થઈ ચામાચીડીઆ ઊડવો લાગ્યાં, ઉનાળામાં જેમ નદીઓ નિર્જલ થઈ જાય તેમ સુગંધી મરવાળા હાથીએ મદ રહિત થઈ ગયા અને રાફડામાંથી ભયંકર સર્પો નીકળે તેમ ખુંખારા કરતા ઘેડાના મુખમાંથી ધૂમાડા નીકળવા લાગ્યા. આવા ઉત્પાત શુકનને તેઓએ ગણ્યા નહીં; કારણ કે તેવા ઉતપાતાદિને જાણનાર પુરુષોને ભવિતવ્યતા જ પ્રમાણુ હોય છે. તેઓએ સ્નાન કરીને પ્રયાણંચિત કૌતુકમંગળાદિ કર્યું અને પછી ચક્રવતીના સર્વ સિન્ય સાથે તેઓ ત્યાંથી ચાલ્યા. મહારાજા સગરે સ્ત્રી-રત્ન સિવાય સર્વ રત્ન પુત્રની સાથે મોકલ્યાં, કારણ પિતાને આત્મા છે તે જ પુત્ર છે.
સર્વ પુત્ર ત્યાંથી ચાલ્યા, તેમાં કેટલાએક ઉત્તમ હાથી ઉપર બેઠા હતા, તેઓ દિપાળની જેવા જણાતા હતા, કેટલાએક રેવંત અ% કરતાં પણ વધારે સુંદર ઘોડાઓ ઉપર બેઠા હતા અને સૂર્યાદિક ગ્રહની જેમ કેટલાએક રથમાં બેઠા હતા. સર્વેએ મુગટ પહેર્યા હતા, તેથી તેઓ જાણે ઇંદ્રિો હોય તેવા જણાતા હતા. તેમની છાતી ઉપર હાર લટકતા હતા. તેથી જાણે નદીના પ્રવાહવાળા પર્વતે હેય તેવા જણાતા હતા, જાણે પૃથ્વી ઉપર આયુધધારી દેવતાઓ આવ્યા હોય તેમ તેઓના હાથમાં વિવિધ જાતનાં હથિયાર હતાં, વૃક્ષના ચિહ્નવાળા જાણે વ્યંતરે હોય તેમ તેઓના મસ્તક ઉપર છત્રો હતાં, વેલંધર દેવતાઓથી સમુદ્રની જેમ આત્મરક્ષક પુરુથી તેઓ વીંટાઈ રહેલા હતા, ઊંચા હાથ કરીને ચારણભાટ તેમની સ્તુતિ કરતા હતા, ઘેડાની તીક્ષણ ખરીઓથી પૃથ્વીને ખેદી નાખતા હતા, વાજિંત્રોના અવાજથી સર્વ દિશાઓને બહેરી કરી મૂકતા હતા, ઘણું ઊડેલી પૃથ્વીની ૨જથી સર્વ દિશાઓને આંધળી કરી મૂકતા હતા, વિચિત્ર ઉદ્યાનમાં જાણે ઉદ્યાનદેવતા હાય, પર્વતના શિખરોની ઉપર જાણે મનહર પર્વતના અધિષ્ઠાયક દેવતા હોય અને નદીઓના કિનારા ઉપર જાણે નદીપુત્રો હોય તેમ સ્વેચ્છાએ કીડા કરતા તેઓ આ ભરતભૂમિમાં સર્વ ઠેકાણે ભમવા લાગ્યા. ગામડાં, ખાણુ, નગર, દ્રોણમુખ અને ખેડુકાના નેહડામાં પણ તેઓ વિધાધરની પેઠે જિનપૂજા કરતા હતા. ઘણું ભોગ ભેગવતા, ઘણું ધન આપતા, મિત્રજનને ખુશી કરતા, શત્રુઓને નાશ કરતા, રસ્તામાં નિશાન પાડવામાં પોતાનું કુશળપણું બતાવતા, ભમતા અને પડતા શો પકડી લેવામાં નિપુણતા દેખાડતા અને શસ્ત્રાશીની વિચિત્ર પ્રકારની કથાઓ તથા મશ્કરીની કથાઓ વાહન ઉપર બેસી પિતાના સરખી વયના રાજાઓની સાથે કરતા તેઓ, અનુક્રમે જેના જેવા માત્રથી ક્ષુધા ને તૃષા મટી જાય તેવી ઔષધીવાળા અને પુણ્યસંપત્તિના સ્થાનરૂપ અષ્ટાપદ પર્વતની સમીપે આવી પહોંચ્યા.
તે અષ્ટાપ પર્વત મોટા સરોવરથી જાણે દેવતાના અમૃતરસને ભંડાર હેય તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org