Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 1
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

Previous | Next

Page 335
________________ ૩૧૦ રાક્ષસવંશની ઉત્પત્તિ. સગપ મે. ભાવનશેઠ એક રાત્રિએ પિતાના ઘરમાં આવ્યું, કારણ કે ઉત્કંઠા બળવાન છે. તેના હરિદાસ નામના પુત્રે ચેરની શંકાથી તેને ખગવડે મારી નાખ્યો. અ૫ બુદ્ધિવાનને વિચાર હેતે નથી. પિતાના મારનારને ઓળખીને ભાવનશેઠ તત્કાળ તેના પરના દ્વેષભાવમાં મૃત્યુ પામે. પાછળ હરિદાસે પોતાના પિતાને ઓળખ્યા એટલે પશ્ચાતાપ કરી, પિતાથી અજાયે થયેલા અકાર્યથી મહાન દુઃખી થઈ પોતાના જનકનું પ્રેતકાર્ય કર્યું. કેટલોક કાળ ગયા પછી હરિદાસ પણ મૃત્યુ પામ્યું. તે બન્ને જણે કેટલાએક દુઃખદાયક ભવમાં પરિભ્રમણ કર્યું. અનુક્રમે કઈક સુકૃતગે ભાવનશેઠને જીવ આ પૂર્ણમેઘ થયે અને હરિદાસનો જીવ સુચન થયે. એવી રીતે હે રાજન ! પૂર્ણમેઘ અને સુલેચનનું પ્રાણુતિક વેર પૂર્વજન્મથી સિદ્ધ છે, અને આ ભવમાં તે પ્રસંગ પામવાથી બનેલું છે.'' પછી ફરીથી સગરરાજાએ પૂછયું-“આ તે બંનેના પુત્રને પરસ્પર વૈર થવાનું કારણ શું ? અને આ સહસ્ત્રલોચનની ઉપર મને સહ ઉત્પન્ન થવાનું પણ કારણ શું ?' સ્વામીએ કહ્યું- “પૂર્વે તમે રંભક નામે એક દાનશીલ સંન્યાસી હતા. તે વખતે શશી અને આવી નામે આ બે તમારા શિષ્યો હતા. તેમાં આવળી નામને શિષ્ય ઘણે નમ્ર હોવાથી તમને ઘણું જ વહાલું હતું. તેણે એક વખતે દ્રવ્યથી એક ગાયને વેચાતી લીધી, તેવામાં તે ગાયના ધણીને ખુટવી કાર હૃદયવાળા શશીએ વચમાં પડીને તે ગાય પિતે ખરીદ કરી. તે ઉપરથી તેઓને ત્યાં કેશાકેશિ, મુષ્ટામુષ્ટિ અને દંડાદંડિ એમ ઘેર યુદ્ધ થયું. પરિણામે શશીએ આવળીને મારી નાખે. તે શશી ચિરકાળ ભવભ્રમણ કરીને વાહન થશે અને આવળી હતી તે સહસ્ત્રલોચન થયે. તેઓને વૈર થવાનું એ કારણ છે. દાનના પ્રભાવથી શુભ ગતિઓમાં ભમીને રંભક હતું તે તમે ચકી થયા છે, અને સહસ્ત્રલેશનને વિષે તમારે સ્નેહ પૂર્વભવથી જ ઉત્પન્ન થયેલે છે.” એ અવસરે તે સભામાં ભીમ નામે રાક્ષસોનો પતિ બેઠા હતા. તેણે ઊઠીને વેગવડે આલિંગન કરી મેઘવાહનને કહ્યું-“પુષ્કરવર દ્વીપના ભરતક્ષેત્રમાં વૈતાઢ્ય પર્વત પર કાંચનપુર નામના નગરમાં હું પૂર્વભવે વિદ્યુદંષ્ટ્ર નામે રાજા હતો. તે ભવમાં તું મારે રતિવલભ નામે પુત્ર હતો. હે વત્સ ! તું મને ઘણે વહાલે હતે. આજે સારું થયું કે તું મારા જેવામાં આવ્યું. આ વખતે પણ તું મારે પુત્ર જ છે, માટે આ મારું સિન્યા અને બીજું જે કાંઈ મારું છે તે સર્વ તું ગ્રહણ કર. વળી લવણસમુદ્રમાં દેવતાને પણ દુજેય એ, સાત જનને, સર્વ દિશામાં વિસ્તારવાળે રાક્ષસદ્વીપ નામે એક સર્વ દ્વીપમાં શિરોમણિ દ્વીપ છે. તેની મધ્યમાં પૃથ્વીની નાભિ ઉપર મેરુપર્વતની જે ત્રિફટ નામે પર્વત છે. તે મોટી ઋદ્ધિવાળે પર્વત વલયાકારે રહે છે. નવ જન ઊંચે, પચાસ જન વિસ્તારમાં અને ઘણે દુર્ગમ છે, તેની ઉપર સુવર્ણમય ગઢ, ઘરે અને તેરણવાળી લંકા નામે એક નગરી મેં હમણુ જ વસાવી છે. ત્યાંથી છ જન ધર, પૃથ્વીમાં નીચે, શુદ્ધ સ્ફટિક રત્નના ગઢવાળી, નાના પ્રકારના રત્નમય ગૃહેવાળી અને સવાસે જન લાંબી-પહોળી પાતાળલંકા નામની ઘણી પ્રાચીન અને દુર્ગમ નગરી પણ મારી માલેકીની છે. હે વત્સ ! આ બને નગરીને તું ગ્રહણ કરે અને તેને તું રાજા થા. આ તીર્થકર ભગવંતના દર્શનનું ફળ તને આજે જ પ્રાપ્ત થાઓ.” એમ કહી એ રાક્ષસપતિએ નવ માણિજ્યને બનાવેલું એક મોટે હાર તથા રાક્ષસી વિદ્યા તેને આપી. ઘનવાહન પણ તરત જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371