Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 1
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

Previous | Next

Page 342
________________ સગ ૬ ફોન એ વખતે ચક્રીના સૈન્યમાં દ્ધાઓને મોટો ઘઘાટ, કોઈ મોટું જળાશય ખાલી થતાં • જેમ જળ-જંતુઓને ઘંઘાટ થાય તેમ થવા લાગ્યો. જાણે કિપાક ફળ ખાધું હૈય, જાણે ઝેર પીધું હોય અથવા જાણે સર્પ કરડયા હોય તેમ મૂર્જીવશ થઈને કેટલાક પૃથ્વી ઉપર પડ્યા, કેઈ નાળીએરની જેમ પોતાનું મસ્તક પછાડવા લાગ્યા, કેઈ જાણે છાતીએ ગુન્હ કર્યો હોય તેમ તેને વારંવાર ફૂટવા લાગ્યા, કેઈ જાણે પરંઘી દાસીની જેમ કાર્યમૂઢ થઈ પગ પહોળા કરીને બેસી રહ્યા, કોઈ વાનરની જેમ પૃપાપાત કરવાને શિખર ઉપર ચડ્યા. કેઈ પોતાનું પેટ ચીરવાની ઇચ્છાથી યમરાજાની જિહા જેવી છરીઓ મ્યાનમાંથી ખેંચવા લાગ્યા, કેઈ ફાંસી ખાવાને માટે પ્રથમ કીડાં કરવાના હીંડેળા બાંધતા હેય તેમ પિતાનાં ઉત્તરીય વસ્ત્રો વૃક્ષની શાખા ઉપર બાંધવા લાગ્યા, કેઈ ક્ષેત્રમાંથી અંકુર ચૂંટે તેમ મસ્તક પરથી કેશ ચૂંટી નાખવા લાગ્યા, કેઈ પસીનાનાં બિંદુની જેમ શરીર ઉપરથી વસ્ત્રોને ફેંકી દેવા લાગ્યા, કોઈ જૂની ભીંતને આધાર દેવાને માટે મૂકેલા સ્તંભની જેમ કપોલ ઉપર હાથ મૂકીને ચિંતાપરાયણ થઈ ગયા અને કેઈ પિતાના વસ્ત્રને પણ સારી રીતે રાખ્યા સિવાય પૃથ્વી ઉપર ગાંડા માણસની જેમ શિથિલ થઈ ગયેલા અંગ. વડે આળોટવા લાગ્યા. તે વખતે આકાશમાં ટીટોડીઓની જેમ અંતઃપુરની સ્ત્રીઓને હદયને કંપાવનાર જુદા જુદા પ્રકારને વિલાપ થવા લાગ્યા. “અરે દૈવ ! અમારા પ્રાણેશને ગ્રહણ કરીને અને અમારા પ્રાણને અહીં રાખીને તે આ અર્ધદગ્ધપણું કેમ કર્યું? હે પૃથ્વીદેવી ! તમે ફાટ પાડીને અમને જગ્યા આપે; કારણકે આકાશમાંથી પડેલાનું શરણ પણ પૃથ્વી જ છે. હે દેવ ! ચંદનઘની જેમ આજે તું અમારી ઉપર અકસ્માત્ નિર્દય થઈને વિપાત કર. હે પ્રાણ ! તમારા રસ્તાઓ કુશળ થાઓ અને તમે ઈચ્છા પ્રમાણે હવે અહીંથી ચાલ્યા જાઓ, તથા આ શરીરને ભાડાની ઝુંપડીની જેમ તમે છેડી દ્યો. હે મહાનિદ્રા ! સર્વ દુઃખને ટાળનારી તું આવ, અથવા હે ગંગા ! તું ઉછળીને અમને જળમૃત્યુ આપ. ડે દાવાનળ ! તું આ પર્વતના જંગલમાં પ્રગટ થા કે જેથી તારી મદદવડે અમે અમારા પતિની ગતિને પામીએ. હે કેશપાસ ! તમે હવે પુષ્પની માળા સાથેની મિત્રી છેડી ઘો. હે નેત્ર ! તમે હવે કાજળને જળાંજલિ આપે. હે કપિલ ! તમે હવે પત્રરેખાની સાથે સંબંધ રાખશે નહીં. હે હેઠ ! હવે તમે અળતાના સંગની શ્રદ્ધા છેડી ઘો. હે કાન ! તમે હવે ગાયનના શ્રવણની ઇચ્છા છેડી દેવા સાથે રત્નકણિકાને પણ મૂકી ઘો. હે તું હવેથી કંઠી પહેરવાની ઉત્કંઠા કરીશ નહીં. હે સ્તને! આજથી તમારે કમળને જેમ ઝાકળનાં બિંદુઓને હાર હોય તેમ અશ્રુબિંદુને જ હાર ધારણ કરવાનું છે. હે હદય ! તું તત્કાળ પાકેલા ચીભડાની જેમ બે ભાગે થઈ જ. હે બાહ ! તમારે કંકણ અને કાજુબંધના ભારથી હવે સર્યું. હે નિતંબ ! તું પણ પ્રાતઃકાળને ચંદ્ર જેમ કાંતિને તજી દે તેમ કટિમેખલા છેડી દે. હે ચરણ! તમારે અનાથની જેમ હવે આભૂષણથી સયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371