________________
૨૮૮ પરમાત્માની દેશના-ઊર્ધ્વકનું સ્વરૂપ
સગ ૩ જે. (એક અહોરાત્ર ને અંતરે આહાર છે. પલ્યોપમ સ્થિતિવાળા દેવતાઓને દિવસને આંતરે ઉછુવાસ અને પૃયકત્વ દિવસે(બેથી નવ દિવસે) આહાર છે. ત્યારપછી જે દેવતાની જેટલા સાગરોપમની સ્થિતિ છે તે દેવતાને તેટલા પક્ષે ઉછૂવાસ અને તેટલા હજાર વર્ષે આહાર છે, એટલે તેત્રીશ સાગરોપમ આયુષ્યવાળા સર્વાર્થસિદ્ધના દેવતાઓને તેત્રીશ પખવાડીએ શ્વાસોશ્વાસ અને તેત્રીશ હજાર વર્ષે આહાર છે. ઘણું કરીને દેવતાઓ સદુનાવાળા જ હોય છે, કદિ અસદુદનાવાળા થાય છે તે તેની સ્થિતિ અંતમુહૂર્ત જેટલી જ છે. મુહૂર્ત ઉપરાંત અસદુવેદના થતી નથી. દેવીઓની ઉત્પત્તિ ઈશાન દેવક સુધી છે. અમૃત દેવલોક સુધીના દેવતાઓ ગમનાગમન કરે છે.”
“તિષ્ક દેવતા સુધી તાપસે ઉત્પન્ન થાય છે, બ્રહ્મદેવલેક સુધી ચરક અને પરિવ્રાજકની ઉત્પત્તિ છે, સહસ્ત્રાર દેવલેક સુધી તિર્યંચોની ઉત્પત્તિ છે, શ્રાવકોની ઉત્પત્તિ અશ્રુત દેવલેક સુધી છે. જેનલિંગ ધારણ કરેલ છતાં મિથ્યાદષ્ટિ, અભવ્યાદિક સમાચાર યથાર્થ પાળનારાઓની છેલ્લા ત્રૈવેયક સુધી ઉત્પત્તિ છે. પૂર્ણ ચૌદપૂવી મુનિની બ્રહ્મલકથી માંડીને સર્વાર્થસિદ્ધ વિમાન સુધી ઉત્પત્તિ છે, તથા સદુવ્રતવાળા સાધુ અને શ્રાવકની જઘન્યપણે પણ સૌધર્મ દેવલોકમાં ઉત્પત્તિ છે. ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને ઈશાન દેવલોક સુધીના દેવોને પિતાના ભુવનમાં વસનારી દેવીઓની સાથે વિષયસંબંધી અંગસેવા છે, તેઓ સંકિલષ્ટ કર્મવાળા અને તીવ્ર અનુરાગવાળા હેવાથી મનુષ્યની જેમ કામગમાં લીન થાય છે અને દેવાંગનાના સર્વ અંગ સંબંધી પ્રીતિને મેળવે છે. ત્યારપછી બે દેવલોકના દેવે સ્પર્શમાંથી, બે દેવલોકના દેવે રૂપ જેવાથી, બે દેવલોકના દે શબ્દશ્રવણથી અને આનત વિગેરે ચાર દેવકના દે માત્ર મનવડે ચિંતવવાથી વિષયને સેવન કરનારા છે. એ પ્રમાણે વિષયરસમાં પ્રવિચારવાળા દેવતાઓથી અનંત સુખવાળા દેવતાઓ પ્રયકાદિકમાં છે કે જે વિષયસંબંધી બીલકુલ પ્રવિચાર રહિત છે.”
એવી રીતે અલેક, તિર્યફલેક અને ઊર્વકથી ભેદ પામેલા સમગ્ર લેકના મધ્યભાગમાં ચૌદ રાજલક પ્રમાણુ ઊર્વ, અધે લાંબી સનાડી છે, તે પહોળાઈમાં ને વિસ્તારમાં એક રાજલક પ્રમાણ છે. એ ત્રસનાડીની અંદર સ્થાવર અને ત્રસ બંને પ્રકારના
જીવે છે અને એની બહાર માત્ર સ્થાવર જ છે. કુલ વિસ્તાર નીચે સાત રાજલક પ્રમાણે, મધ્યમાં તિર્યકલાકે એક રાજલક પ્રમાણુ, બ્રહ્મદેવલોક પાંચ રાજક. પ્રમાણ અને પર્યતે સિદ્ધશિલાએ એક રાજલક છે. સારી રીતે પ્રતિષ્ઠિત થયેલી આકૃતિવાળે આ લોક કેઈએ કર્યો નથી અને કોઈએ ધારણ કર્યો નથી, તે સ્વયંસિદ્ધ નિરાધારપણે આકાશમાં રહેલું છે.”
અશુભધ્યાનના પ્રતિષેધનું કારણભૂત એવું આ સમગ્ર લેકનું અથવા તેના જુદા જુદા વિભાગનું જે બુદ્ધિમાન ચિંતવન કરે છે તેને ધર્મધ્યાન સંબંધી લાપશમાહિક ભાવની પ્રાપ્તિ થાય છે અને પીતલેશ્યા, પદ્મશ્યા તથા શુકલેશ્યા અનુક્રમે શુદ્ધ શુદ્ધતર થાય છે. ઘણું વૈરાગ્યના સંગથી તરંગિત થયેલા ધર્મધ્યાનવડે પ્રાણીઓને પોતે જ જાણી
બે ભવ મનુષ્યના કરીને સિદ્ધિપદ પામનારા દિયરિમ અને ત્યાંથી મધ્ય થઈને તે જ ભવમાં સિદ્ધ થનારા તે એકચરિમ જાણવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org