________________
૨૯૨ શુદ્ધભટ બ્રાહ્મણનું વૃત્તાંત.
સગ૩ જે રસાલ્ય કથાના રસથી જાગરૂક મનુષ્ય જેમ રાત્રિને નિગમન કરે તેમ તેણે સાધ્વીની શુશ્રુષાવડે વર્ષાકાળ નિર્ગમન કર્યો. તેને અણુવ્રત આપી ગણિની ત્યાંથી બીજે વિહાર કરી ગયા. ઘણું કરીને સંયત લકે વર્ષાકાળ પછી એક ઠેકાણે રહેતા નથી.
હવે શુદ્ધભટ પણ દિગંતરથી પુષ્કળ દ્રવ્ય મેળવી પ્રિયાના પ્રેમથી આકૃષ્ટ થઈ પારેવાની જેમ ત્યાં આવ્યું. તેણે આવીને પૂછયું- હે પ્રિયે ! કમલિની જેમ હીમને સહન કરી ન શકે તેમ મારા વિયોગને પૂર્વે શેડો પડે નહીં સહન કરી શકનારી એવી તે મારા દીર્ઘવિયોગને કેવી રીતે સહન કર્યો ?” સુલક્ષણ બોલી–હે જીવિતેશ્વર ! મરુસ્થળમાં જેમ હંસી, છેડા પાણીમાં જેમ માછલી, રાહુના મુખમાં જેમ ચંદ્રલેખા અને દાવાનળમાં જેમ હરિણી તેમ દુઃસહ એવા તમારા વિયેગવડે હું મૃત્યુદ્વારમાં આવી પડી હતી. તેવામાં અંધકારમાં દીપિકાની જેમ, સમુદ્રમાં વહાણની જેમ, મરુસ્થળમાં વૃષ્ટિની જેમ અને અંધપણુમાં દષ્ટિપ્રાપ્તિની જેમ દયાના ભંડાર એક વિંજુલા નામે સાધ્વી અહીં આવ્યાં. તેમના દર્શનથી તમારા વિરહવડે ઉત્પન્ન થયેલું મારુ સર્વ દુઃખ ચાલ્યું ગયું અને માનુષજન્મના ફળરૂપ સમકિત પ્રાપ્ત થયું. શુદ્ધભટે કહ્યું- હે ભદિની ! તમે મનુષ્યજન્મના ફળરૂપ સમકિત કહે છે તે શું ?' સુલક્ષણ બોલી–“આર્યપુત્ર ! તે વલભ માણસને કહેવા યોગ્ય છે, તમે મને પ્રાણથી પણ ઈચ્છે છે તેથી હું કહું છું તે આપ સાંભળે.
દેવમાં દેવપણાની બુદ્ધિ, ગુરુમાં ગુરુપણાની બુદ્ધિ અને શુદ્ધ ધર્મમાં ધર્મબુદ્ધિ તે સમકિત કહેવાય છે અને અદેવમાં દેવબુદ્ધિ, અગુરુમાં ગુરુબુદ્ધિ, અને અધર્મમાં “ધર્મબુદ્ધિ તે વિપર્યાસભાવ હોવાથી મિથ્યાત્વ કહેવાય છે. સર્વજ્ઞ, રાગાદિક સમગ્ર દેષને જીતનાર, ત્રણ લેકના પૂજિત અને યથાસ્થિત અર્થ કહેનાર તે અહંત પરમેશ્વર દેવ છે. તે દેવનું જ ધ્યાન ધરવું, તેની જ ઉપાસના કરવી, તેમને જ શરણે જવું અને જે ચેતના (જ્ઞાન) હોય તે તેના જ શાસનને પ્રતિપાદન કરવું. જે દેવે સ્ત્રી, શસ્ત્ર અને અક્ષસૂત્રાદિ રાગાદિ દેવનાં ચિહ્નોથી અંકિત થયેલા છે, અને જે નિગ્રહ-અનુગ્રહ કરવામાં “તત્પર છે તે દેવે મુકિત આપવાને માટે સમર્થ થતા નથી. નાટય, અટ્ટહાસ અને “સંગીત વિગેરે ઉપાધિથી વિસંસ્થૂલ થયેલા તે દેવતાઓ શરણે આવેલા પ્રાણુઓને મોક્ષે કેમ લઈ જઈ શકે ?
મહાવ્રતોને ધરનારા, ધૈર્યવાળા, ભિક્ષામાત્રથી જ ઉપજીવન કરનારા અને નિરંતર “સામાયિકમાં રહેલા એવા ધર્મોપદેશક હોય તે ગુરુ કહેવાય છે. સર્વ વસ્તુના અભિલાષી, સર્વ પ્રકારનું ભજન કરનાર, પરિગ્રહવાળા, અબ્રહ્મચારી અને મિથ્યા ઉપદેશ આપનારા તે “ગુરુ કહેવાય નહીં. જે ગુરુ પિતે જ પરિગ્રહ અને આરંભમાં મગ્ન થયેલા હોય તેઓ બીજાને "કેમ તારી શકે ? પિતે દરિદ્રી હોય તે બીજાને સમર્થ કરવાને કેમ શક્તિવંત થાય ?”
દુર્ગતિમાં પડતા પ્રાણીઓને જે ધારણ કરી રાખે તે ધર્મ કહેવાય છે. સર્વજ્ઞ કહેલે. સંયમ વિગેરે દશ પ્રકારનો ધર્મ મુકિતને માટે થાય છે. જે અપૌરુષેય (પુરુષના કહ્યા વિનાનું વચન છે. તે અસંભવિત હોવાથી પ્રમાણ થતું નથી, કારણ કે પ્રમાણુતા છે તે આપ્તપુરુષને આધીન છે. મિથ્યાદષ્ટિ જનોએ માનેલા અને અને હિંસાદિકથી કલુષિત થયેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org