________________
૨૧
પર્વ ૨ જુ
શુદ્ધભટ બ્રાહ્મણનું વૃત્તાંત. સમક્તિ ગુણવડે સર્વ પ્રકારના વૈર શાંત થાય છે, ગરૂડથી સર્ષની જેમ સર્વ વ્યાધિઓ નાશ પામે છે, સૂર્યથી બરફની જેમ દુષ્કર્મો લય પામે છે, ચિંતામણિની જેમ ક્ષણવારમાં મનઈચ્છિત કાર્ય સિદ્ધ થાય છે, એક હાથી જેમ પોતાના વારી જાતિના બંધનથી બંધાય તેમ દેવતાનું આયુષ્ય બંધાય છે અને વહાપરાક્રમી મંત્રની જેમ તેનાથી દેવતાઓ આવીને સાનિધ્ય કરે છે. પૂર્વોકત એ સર્વ ને સમકિતનું અલ્પ ફળ છે, તેનું મહાફળ તે સિદ્ધિપદ અને તીર્થકરપણું પ્રાપ્ત થાય તે છે.”
એ પ્રમાણે સાંભળીને હર્ષ પામેલે તે વિપ્ર અંજલિ જોડી પ્રણામ કરીને બે-બહે ભગવન્! એ એમ જ છે. સર્વજ્ઞની ગિરા અન્યથા હોય નહીં.” એમ કહીને તે બ્રાહ્મણ મૌન રહ્યો, એટલે મુખ્ય ગણધર પોતે જ્ઞાનવડે જાણતા હતા તે પણ સર્વ પર્ષદાને જ્ઞાન થવાને માટે તેમણે જગદ્ગુરુને આ પ્રમાણે પૂછયું- હે ભગવન ! આ બ્રાહ્મણે શું પૂછયું ? અને આપે શું કહ્યું ? આ સંકેતવાર્તા રે વાર્તાલાપ અમને સ્કુટ રીતે જણાવો.”
પ્રભુએ કહ્યું – “આ નગરીની નજીક શાલિગ્રામ નામે એક અગ્રડાર (ગામડું) છે. ત્યાં દામોદર નામે એક મુખ્ય બ્રાહ્મણ વસતું હતું. તેને એમા નામે એક સ્ત્રી હતી. તે દંપતીને શુદ્ધભટ નામે પુત્ર છે. તે સિદ્ધભટ નામે કોઈ બ્રાહ્મણની સુલક્ષણ નામે દુહિતાને પરણ્ય. સુલક્ષણ અને શુદ્ધભટ બને વૌવનવય પામ્યા એટલે તેઓ પિતાના વૈભવને એગ્ય એવા યથેચ્છિત ભોગ ભેગવવા લાગ્યા. કાળના કમથી તેઓના માતાપિતા મૃત્યુ પામ્યા અને તેમને પિતા સંબંધી વૈભવ પણ ક્ષય પામે, તેથી કઈ વખતે તે સુભિક્ષમાં પણ તેઓ રાતે ક્ષુધાત્ત પણે જ શયન કરતા હતા. નિર્ધન માણસને ભિક્ષ વર્ષમાં પણ દુભિક્ષ પડખે જ રહેલ હોય છે. શુદ્ધાટ કે ઈ વખતે તે નગરમાં રાજમાર્ગે દેશાંતરના કાપેટિકની જેમ જૂના વસ્ત્રને કડક પહેરીને ફરતો હતે. ચાતક પક્ષીની જેમ ઘણી વાર તરસ્યા રહેતો હતો અને કોઈ વખતે પિશાચની જેમ મળથી મલિન એવા ખરાબ શરીરને ધારણ કરતો હતે. આવી સ્થિતિમાં તે પિતાના સહવાસીઓથી લજા પામીને અન્યદા પિતાની સ્ત્રીને પણ કહ્યા સિવાય દૂર દેશાંતર ચાલે ગયે. ત્યારપછી તેની સ્ત્રીએ કેટલેક દિવસે વજાપાતના જેવી જનશ્રુતિ (ઊડતી વાત)થી તે દેશાંતર ગયેલ છે એમ સાંભળ્યું. ધરના અને અર્થના ક્ષયથી તથા પતિના દરદેશગમનથી પિતાની જાતને નિર્લક્ષણ માનતી એ સુલક્ષણ તલખવા લાગી. એ પ્રમાણે તે ઉદ્વેગમાં રહેતી હતી, તેવામાં વર્ષાઋતુ આવવાથી કોઈ વિપુલા નામે સાધ્વી તેને ઘેર ચાતુર્માસ રહેવાની ઇચ્છાથી આવ્યા. સુલક્ષણાએ વિપુલા સાધ્વીને નિવાસ આપ્યો અને પ્રતિદિન તેના મુખથી ધર્મદેશના સાંભળવા લાગી. જેમ મધુર દ્રવ્યના સંબંધથી ખાટા પદાર્થની ખટાશ જતી રહે તેમ તે સાધ્વીની ધર્મદેશનાથી તેનું મિથ્યાત્વ ગયું. કૃષ્ણપક્ષને ઉલ્લંઘન કરીને રાત્રિ જેમ નિર્મળતાને પામે તેમ તે અનવદ્ય સમકિત પામી. વૈદ્ય જેમ શરીરમાંથી ઉત્પન્ન થયેલા દોષોને જાણે તેમ તે સર્વ જીવાજીવાદિ પદાર્થોને યથાસ્થિત જાણવા લાગી. સમુદ્ર
૨ પામવાને ચગ્ય વહાણને જેમ દરિઆઈ મુસાફર ગ્રહણ કરે તેમ તેણે સંસારને ઉલ્લંઘન કરવામાં સમર્થ એવા જૈન ધર્મને ગ્રહણ કર્યો. તેને વિશ્વમાં વૈરાગ્ય ઉત્પન્ન થયે, કષાય ઉપશાંત થયા અને અવિચ્છિન્ન એવી જન્મ-મરણની શ્રેણીમાં કંટાળો આવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org