________________
પર્વ ૨ જી. દિગવિજયાથે પ્રયાણ.
૨૯૫ સગરરાજાએ સિંહાસન, પાદપીઠ અને પાદુકા તત્કાળ છેડી દીધા, કેટલાક પગલાં તેની સામાં ચાલી ચકને મનમાં ધારીને તેણે નમસ્કાર કર્યો. શસ્ત્રજીવીઓને પોતાનાં શસ્ત્રો દેવરૂપ છે. પછી સિંહાસન પર બેસીને ચક્રની ઉત્પત્તિ નિવેદન કરનારા તે પુરુષને પિતાના અંગમાં રહેલાં સર્વ આભૂષણે તેમણે પારિતોષિકમાં આપ્યાં. ત્યારપછી પવિત્ર જળથી મંગળસ્નાન કરીને રાજાએ દિવ્ય વસ્ત્રાલંકાર ધારણ કર્યા અને રાકરત્ન પૂજવાને પોતે પગે ચાલતા ચાલ્યા; કારણ કે પગથી ચાલીને સામે જવું તે પૂજાથી પણ અધિક છે. કિંકરોની જેમ દોડતા, અટકી જતા અને પડી જતા રાજાઓ સંભ્રમથી તેની પછવાડે ચાલ્યા; પૂજાદ્રવ્ય હાથમાં લઈ કેટલાક સેવક પુરુષો નહીં બોલાવ્યા છતાં પણ તેમની પાછળ ચાલ્યા; કારણ કે અધિકારીઓને પોતાના અધિકારનો પ્રમાદ ભય ઉત્પન્ન કરે છે. દેવ સહિત વિમાનની જેમ ચળકતા દિવ્ય તેજવાળા તે ચક્ર સહિત શસ્ત્રાગારમાં સગરરાજા આવ્યા. રાજાએ ગગનરત્ન જેવા તે ચક્રરત્નને જોતાં જ પાંચ અંગથી પૃથ્વીને સ્પર્શ કરી નમસ્કાર કર્યો. હાથમાં
મહસ્તર લઈને મહાવત જેમ શય્યામાંથી ઉઠેલા હાથીનું માર્જન કરે તેમ તેણે ચકનું માર્જન કર્યું. જળના કુંભ ભરીને લઈ આવતા પુરુષો પાસેથી જળ લઈને દેવપ્રતિમાની જેમ ચકને સ્નાન કરાવ્યું. તેના ઉપર તેને અંગીકાર કરવા માટે લગાડેલા પિતાના હસ્તની શોભાને અનુસરતા ચંદનનાં તિલક કર્યા. વિચિત્ર પુષ્પોની માળાથી જળલફમીના પુષ્પગ્રહ જેવી ચક્રરત્નની પૂજા કરી અને પછી ગંધ અને વાસચૂર્ણ, પ્રતિષ્ઠાને સમયે દેવપ્રતિમાની ઉપર આચાર્ય ક્ષેપન કરે તેમ ચક ઉપર ક્ષેપન કર્યા. દેવતાને ગ્ય મહામૂલ્યવાળાં વસ્ત્રાલંકારોથી રાજાએ પોતાના શરીરની જેમ ચકરનને અલંકત કર્યા. આઠ દિશાઓની શ્યલકમીને આકર્ષણ કરવાને માટે અભિચારમંડળ હોય તેવાં આઠ મંગળ ચક્રની આગળ આલેખ્યાં. પંચવણી પુષ્પોથી તેની પાસે વસંતની જેમ શ્રેષ્ઠ ગંધવાળે ઉપહાર (ઢગલો) કર્યો. તેની આગળ કપૂર અને અગુરુવાળે ધૂપ દહન કર્યો. તેના ધૂમથી રાજા જાણે કસ્તુરીનું વિલેપન કરતો હોય તેમ જણાવા લાગ્યા. પછી ચકને ત્રણ પ્રદક્ષિણા કરી જરા પાછા હઠી ચકીએ જયલક્ષમીને જન્મવાના સમુદ્રરૂપ ચક્રને ફરીથી નમસ્કાર કર્યો, અને નવી પ્રતિષ્ઠા કરેલા દેવને સંબંધે કરે તેમ તે ચકરત્નને ચકીએ અષ્ટાબ્લિક ઉત્સવ કર્યો. નગરીની પાદરદેવીની જેમ સર્વ પૌરકોએ પણ મટી ઋદ્ધિથી ચકને પૂજા મહોત્સવ કર્યો.
પછી દિગૂયાત્રા કરવાને ચકે જાણે વિચાર બતાવ્યો હોય તેમ ઉત્સુક થઈ રાજા પિતાને સ્થાને ગયા, અને ગંગામાં જેમ અરાવત હસ્તિ સ્નાન કરે તેમ સગરરાજાએ
સ્નાનગૃહમાં જઈ પવિત્ર જળથી સ્નાન કર્યું. પછી રત્નસ્તંભની જેમ દિવ્ય વસ્ત્રથી પોતાના દેહને સાફ કરી રાજાએ ઉજજવળ દિવ્ય વ ધારણ કર્યા. ગંધકારિકાઓ આવીને ચંદ્રિકાને રસ કરેલો હોય તેવા નિર્મળ ગશીર્ષચંદનના રસવડે રાજાને અંગરાગ (વિલેપન) કરવા લાગી. પછી રાજાએ પોતાના અંગના સંગથી અલકાને અલકત કય IFપણે પણ ઉત્તમ સ્થાનને પામીને વધારે શોભા પામે છે.
પછી મંગલિક મુહુર્ત પુરોહિતે જેને મંગલ કર્યું છે એ રાજા ખરત્નને ધારણ કરી દિયાત્રા કરવાને માટે ગજરત્ન ઉપર આરૂઢ થયા. સેનાપતિ અશ્વરત્ન ઉપર બેસી,
૧ સૂર્ય. ૨ મોરપીંછાદિની પીંછી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org