________________
૨૯૪ સમકિતને મહિમા
સર્ગ જ છે જોઈને વિરમય પામવાથી નેત્રને વિકરવા કરતાં તે બ્રાહ્મણ જન્મથી માંડીને અપૂવી થયા.--અર્થાત્ પૂર્વે કદિ પણ નહીં દીઠેલું આજે દીઠું એવા થયા. શુદ્ધભટે ઘેર જઈ પોતાની સ્ત્રીને તે વાત કરી અને સમકિતના પ્રભાવના પ્રત્યક્ષ અનુભવથી તે બ્રાહ્મણીને ઘણો હર્ષ થયે; પરંતુ વિપુલા ગણિનીના ગાઢ સંસર્ગથી વિવેકવાળી થયેલી બ્રાહ્મણી બેલી--“અરે ! ધિક્કાર છે ! આ તમે શું કર્યું ? પમકિતને ભજનાર કોઈ દેવતા સમીપ હેવાથી તમારું મુખ ઉજવળપણને પ્રાપ્ત થયું, પરંતુ એ તમારા કેપની ચપળતા છે. કદાપિ તે વખતે સમક્તિને પ્રભાવ પ્રગટ કરનાર કોઈ દેવતા સમીપ ન હોત તો તમારે પુત્ર દગ્ધ થઈ જાત અને લોક જૈનધર્મની નિંદા કરત જો કે તેમ થવાથી કાંઈ જિનપ્રણીત ધર્મ અપ્રમાણ થવાને નહોતો. એ પ્રસંગે પણ જેઓ “જૈનધર્મ અપ્રમાણે છે એમ બેલે તેઓને વિશેષ પાપી સમજવા; પરંતુ મૂર્ખ માણસ પણ જેવું તમે કયું તેવું કરે નહીં. અથવા તો મૂર્ખ મનુષ્ય જ એવું કામ કરે, માટે હે આર્યપુત્ર ! હવે પછી આવું અવિચારિત કાર્ય ન કરશે.” એમ કહીને પિતાના ભર્તારને સમક્તિમાં સ્થિર કરવાને માટે એ સ્ત્રી અમારી સમીપ લાવેલી છે. એ જ વિચાર મનમાં લાવીને આ બ્રાહ્મણે અમને પૂછ્યું અને “આ સમકિતનો જ પ્રભાવ છે. એમ અમે કહ્યું. આ પ્રમાણેના ભગવાનનાં વચન સાંભળીને ઘણું પ્રાણીઓ પ્રતિબોધ પામ્યા અને સ્થિરધમી થયા. શુદ્ધભટે ભટ્ટિની સાથે ભગવાનની પાસે દીક્ષા લીધી અને અનુક્રમે તે બંને કેવળજ્ઞાન પામ્યા.
જગતના અનુગ્રહમાં એકતાનવાળા અને ચક્રીની જેમ આગળ ચાલતા ધર્મચકથી શોભતા ભગવાન અજિતસ્વામી દેશના પૂર્ણ કરી તે સ્થાનકથી નીકળી પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા.
४ इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये द्वितीये पर्वणि ४
श्रीअजितस्वामिदीक्षाकेवलवर्णनो नाम तृतीयः सर्गः ॥३॥
કે સગ ૪ થો. પછ૪ અહીં સગરરાજાના શસ્ત્રમંદિરમાં સુદર્શન નામે ચક્રરત્ન ઉત્પન્ન થયું. તે ચક્રની ધારા સુવર્ણમય હતી, તેના આરા લેહિતાક્ષ ૨ત્નના હતા અને વિચિત્ર સુવર્ણમાણિજ્યની ઘટિકાઓની જાળથી તે શોભતું હતું. તે ચક નાંદીઘોષ સહિત હતું, નિર્મળ મુક્તાફળથી સુંદર હતું, તેની નાભિ વજરત્નમય હતી. ઘુઘરીઓની શ્રેણીથી મનહર લાગતું હતું, સર્વ તુનાં પુપની માળાથી અચિંત કરેલું હતું, ચંદનના વિલેપનવાળું હતું, એક હજાર યક્ષેએ અધિછિત હતું અને આકાશમાં અધર રહ્યું હતું-જાણે સૂર્યનું મંડળ હોય તેમ જવાળાઓની પંક્તિથી વિકરાળ એવા તે ચક્રને પ્રગટ થયેલ જોઈને આયુધાગારના ઉપરી પુરુષે તેને નમસ્કાર કર્યો. પછી વિચિત્ર પુષ્પમાળાઓથી ચક્રને પૂછ હર્ષવંત થઈને તેણે સત્વર સગરરાજાને નિવેદન કર્યું. તે સાંભળી ગુરુના દર્શનની જેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org