Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 1
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૫વ ૨ જુ. સ્ત્રીરત્ન સુકશાનું પાણિગ્રહણ.
૩૦૭ માંડમાંડ તેના નિવાસસ્થાને લાવી. કામાતુર થયેલા સગર રાજા હળવે હળવે સરોવરના કિનારા ઉપર ચાલતા હતા, તેવામાં કઈ કંચુકીએ આવી અંજલિ જેડીને સગર રાજા પ્રત્યે કહ્યું “હે સ્વામિન ! આ ભરતક્ષેત્રને વિષે વૈતાઢ્ય પર્વતમાં સંપત્તિઓને વહાલું એવું ગગનવલ્લભ નામે નગર છે. ત્યાં સુલોચન નામે એક વિખ્યાત વિદ્યાધરને પતિ છે. તે અલકાપુરીમાં કુબેર ભંડારી રહે તેમ રહેલો છે. સહસ્ત્રનયન નામે તેને એક નીતિવ્રત પુત્ર છે અને વિશ્વની સ્ત્રીઓમાં શિરોમણિ એવી એક સુકેશ નામે દુહિતા છે. તે હિતા જન્મી કે તરત કે ઈનૈમિત્તિકે કહ્યું હતું કે “આ પુત્રી ચક્રવતીની પટ્ટરાણી અને સ્ત્રીરત્ન થશે.” રથનૂ પુરના રાજા પૂર્ણમેઘે પરણવાની ઈચ્છાથી તેની વારંવાર માગણી કરી, પણ તેના પિતાએ તેને આપી નહીં; એટલે બળાત્કારે હરણ કરવાની ઈચ્છાવાળે પૂર્ણ મેઘ ગર્જના કરતે યુદ્ધ કરવાને માટે આવ્યું. દીર્ઘ ભુજાવાળા પૂર્ણમેઘે બહુ વખત સુધી યુદ્ધ કરીને સુચનને દીર્ઘ નિદ્રામાં સુવાડ્યો. પછી સહસ્ત્રનયન ધનની જેમ પિતાની બહેનને લઈને પરિવાર સાથે અહીં આવી રહ્યો છે. હે મહાત્મન ! સરેવરમાં કીડા કરતી તે સુકેશાએ આજે તમને જોયા તે જ વખતે કામદેવે તેને વેદનામય વિકારની શિક્ષા આપી છે. ઘામથી પીડિત હોય તેમ તે પસીનાવાળી થઈ ગઈ છે, ભય પામી હોય તેમ તેને કંપાર થયો છે, રેગિણી હોય તેમ તેને વર્ણ બદલાઈ ગયો છે, શેકમાં ડૂબી ગઈ હોય તેમ અશ્રુ પાડ્યા કરે છે અને જાણે યોગિની હોય તેમ લયમાં રહેલી છે. હે જગતત્રાતા ! તમારા દર્શનથી ક્ષણવારમાં તેની અવસ્થા વિચિત્ર પ્રકારની થઈ ગઈ છે, માટે તે મૃત્યુ પામે નહીં ત્યાં સુધીમાં તમે આવીને તેની રક્ષા કરો.” આવી રીતે વિચક્ષણ શી કહેતી હતી તેવામાં સહસ્ત્રનયન પણ આકાશમાગે ત્યાં આવ્યો અને તેણે ચક્રીને નમસ્કાર કર્યો. તે સન્માનપૂર્વક સગર ચકીને પોતાના નિવાસસ્થાનમાં લઈ ગયે, અને ત્યાં સ્ત્રી-રત્ન એવી પિતાની બહેન સુકેશનું દાન કરીને તેણે ચકીને સંતુષ્ટ કર્યા. પછી સહસ્ત્રલોચન અને ચક્રી વિમાનમાં બેસીને વૈતાઢ્ય પર્વત ઉપર રહેલા ગગનવલ્લભ નગરે ગયા. ત્યાં તેના પિતાના રાજ્ય ઉપર સહસ્ત્રનયનને બેસારી સગર ચક્રીએ તેને વિદ્યાધરને અધિપતિ કર્યો.
પછી સ્ત્રી-રત્નને લઈને ઈંદ્રના જેવા પરાક્રમવાળા સગરચક્રી સાતપુર (પિતાની છાવણી) માં આવ્યા. ત્યાં વિનીતાનગરીને ઉદ્દેશીને અઠ્ઠમતપ કર્યું, અને વિધિ પ્રમાણે પૌષધાગારમાં જઈને પૌષધ ગ્રહણ કર્યું. અઠ્ઠમને અંતે પૌષધાગારથી નીકળીને પરિજનોની સાથે રાજાએ પારણું કર્યું. ત્યારપછી રાજાએ વાસકસજજાર નાયકાની જેવી તે વિનિતાપુરીમાં પ્રવેશ કર્યો. તે સમયે ઠેકાણે ઠેકાણે નગરીમાં તેણે બાંધેલાં હતાં, તેથી જાણે તે ભ્રકુટીવાળી હોય તેવી જણાતી હતી, દુકાનની શોભા માટે બાંધેલી અને પવનથી ઊડતી પતાકાઓથી જાણે તે નાચવાને ઊંચા હાથ કરતી હોય એમ જણાતી હતી; ધૂપધાણામાંથી ધુમાડાની પંક્તિઓ ચાલતી હતી, તેથી જાણે તેણે પિતાના શરીર ઉપર પત્રવલ્લી કરેલી હોય તેવી જતી હતી; દરેક મંચેની ઉપર રત્નની પત્રિકાઓ-બેઠવેલી હતી, તેથી જાણે નેત્રના વિસ્તારવાળી હોય તેવી જણાતી હતી; વિચિત્ર પ્રકારે કરેલી
૧ અયોધ્યા, વિનીતા ને સાકેતપુર એ ત્રણે પર્યાયવાચક નામ છે. ૨ જ્યારે પતિને આવવાનો સમય હોય તે વખતે શૃંગારાદિકથી તૈયાર થઈ રહેલ સ્ત્રી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org