________________
પર્વ ૨ જું નવનિધિઓની પ્રાપ્તિ, ચક્રવતીની ઋદ્ધિ.
૩૦૫ અઠ્ઠમતપને અંતે નાટમાળદેવ પિતાના આસનકંપથી ચક્રવતી આવ્યા જાણીને ગ્રામપતિની જેમ ભેટ લઈ તેમની પાસે આવ્યું. તેણે નાના પ્રકારનાં અલંકારે ચકવતી ને આપ્યાં, મંડળેશ રાજાની જેમ નમ્ર થઈને તેમની સેવા અંગીકાર કરી. તેને વિદાય કર્યા પછી અઠ્ઠમ તપનું પારણું કરી સગરરાજાએ હર્ષથી અષ્ટાત્વિકા ઉત્સવ કર્યો. પછી ચીની આજ્ઞાથી સેનાપતિ અદ્ધસેના લઈ દૂર જઈને સિંધુનિકૂટની જેમ ગંગાને પૂર્વ નિષ્ફટ સાધી આવ્યા. પછી સગર રાજાએ વૈતાઢ્ય પર્વતની અને શ્રેણીના વિદ્યાધરને પર્વતના રાજાઓની જેમ વેગથી જીતી લીધા. તેઓએ ચકીને રત્નનાં અલંકાર, વર, હાથી અને ઘોડાઓ આપ્યાં અને તેમની સેવા કરવી સ્વીકારી. મહારાજા સગરે વિદ્યાધરોને સત્કાર કરી વિદાય કર્યો. મોટા લોકે વાણીથી જ પોતાની સેવાને સ્વીકાર સાંભળી સંતુષ્ટ થાય છે. ચક્રીના આદેશથી સેનાપતિએ તમિસ્ત્રાગુફાની જેમ અઠ્ઠમતપ વિગેરે કરી ખંડપ્રપાતા ગુફા ઉઘાડી. પછી સગરરાજાએ હાથી ઉપર બેસી મેરુપર્વતના શિખર પર સૂર્ય રહે તેમ હાથીના દક્ષિણ કુંભસ્થળ ઉપર મણિ મૂકીને તે ગુફામાં પ્રવેશ કર્યો. પ્રથમની જેમ તે ગુફામાં બન્ને તરફ કાકિણીરત્નથી મંડળ કર્યા અને પૂર્વની જેમ પાગ બાંધીને ઉન્મમા અને નિમગ્ના નદી ઉતર્યા. ગુફાની મધ્યમાંથી સગર રાજા પોતાની મેળે ઉઘડેલા તે ગુફાના દક્ષિણ કારમાંથી નદીના પ્રવાહની જેમ નીકળ્યા.
પછી ગંગાના પશ્ચિમ કિનારા ઉપર છાવણી નાખી, ત્યાં નવ નિધાનની ધારણ કરીને અઠ્ઠમતપ કર્યું. તપને અંતે નૈસર્પ, પાંડુ, પિંગળ, સવરત્નક, મહાપ, કાળ, મહાકાળ, માણવ અને શંખ એ નવ નિધિ સગરચકી સમીપે પ્રગટ થયા. તે પ્રત્યેક નિધિના હજાર હજાર દેવતાઓ સાનિધ્યકારી હોય છે. તેઓએ ચક્રીને કહ્યું-“હે મહાભાગ ! અમે ગંગાના મુખ સમીપે માગધતીર્થમાં રહીએ છીએ, ત્યાંથી તમારા ભાગ્યથી તમને વશ થઈને તમારી પાસે આવ્યા છીએ. હવે ઈચ્છા પ્રમાણે હમેશાં અમારે ઉપભેગ કરો અથવા આપી લો. કદાપિ ક્ષીરસમુદ્ર ક્ષય પામે પણ અમે ક્ષય પામશું નહીં. હે દેવ ! તમારા સેવકની જેવા નવ હજાર યક્ષોએ રક્ષણ કરેલા, આઠ ચક્ર ઉપર રહેલા, બાર એજનના વિસ્તારવાળા અને નવ જનની પહેળાઈવાળા અને પૃથ્વીની અંદર તમારા પારિપાર્શ્વક થઈને ચાલશું.” તેમની વાણી સ્વીકારીને રાજાએ પારણું કર્યું અને આતિથેયની જેમ તેમને અષ્ટન્ડિક ઉત્સવ કર્યો. સગર રાજાની આજ્ઞાથી સેનાપતિએ ગંગા નદીની પૂર્વદિશાએ રહેલું બીજું નિકૂટ પણ એક ખેડાની જેમ સાધ્યું. ગંગા અને સિંધુ નદીની બંને બાજીના મળીને ચાર નિષ્ફટોથી અને તેના મધ્યમાં રહેલા બે ખંડથી આ પખંડ ભરતક્ષેત્ર કહેવાય છે. તેને સગરચક્રીએ બત્રીસ હજાર વર્ષ સુખે સાધ્યું. ગર્વ રહિત એવા શક્તિવંત પુરુષોની પ્રવૃત્તિ લીલાપૂર્વક જ થાય છે.
મહારાજા ચક્રવત્તી ચૌદ મહારત્નના સ્વામી હતા, નવ નિધિઓના ઈશ્વર હતા, બત્રીસ હજાર રાજાઓ તેમની સેવા કરતા હતા, બત્રીસ હજાર રાજપુત્રીઓ તથા બત્રીશ હજાર દેશની બીજી બત્રીસ હજાર સ્ત્રીઓ-કુલ ચેસઠ હજાર સ્ત્રીઓએ યુક્ત હતા, અત્રીશ હજાર દેશના સ્વામી હતા, બેંતેર હજાર મેટા નગરો ઉપર સત્તા ધરાવતા હતા, નવાણુ A - 39
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org