Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 1
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

Previous | Next

Page 329
________________ ૩૦૪ 4 શુદ્રહિમાલયકુમાર, ગંગાદેવી વિગેરેનું સાધવું. સર્ગ ૪ - માટે તમે અમને ક્ષમા કરે. મહાત્માઓને કેપ પ્રણિપાતપર્યત જ હોય છે. અમે આજથી તમારો આજ્ઞાવડે તમારા સેવકે, પાળા અથવા સામંત થઈને રહીશું. અમારી સ્થિતિ હવે તમારે જ આધીન છે” ચક્રવતીએ કહ્યું-ઉત્તર ભંરતાદ્ધના સામંતની જેમ તમે દંડ આપી મારા સેવક થઈને સુખેથી રહે.” એમ કહી તેઓનો સત્કાર કરીને વિદાય કર્યા, અને પિતાના સેનાપતિને સિંધુના પશ્ચિમ નિકૂટને જીતવાની આજ્ઞા કરી. પૂર્વની જેમ ચર્મરત્નથી સિંધુનદી ઉતરીને હિમવત પર્વત અને લવણસમુદ્રની મર્યાદામાં રહેલા સિંધુના પશ્ચિમ નિકૂટને તેણે જીતી લીધે પ્રચંડ પરાક્રમવાળા તે દંડપતિ (સેનાપતિ) પ્લેચ્છલેકે દંડ લઈને જળથી પૂર્ણ થયેલા મેઘની જેમ સગરચક્રીની પાસે આવ્યા. ત્યાં જ રહ્યા, પરાક્રમી પુરૂષોને કાંઈ વિદેશ નથી. એકદા ગ્રીમત્રતુના સૂર્યબિંબની જેમ આયુધશાળામાંથી ચક્ર ઉત્તર-પૂર્વના મધ્ય માગે નીકળ્યું. ચક્રને અનુસરી મહારાજા શુદ્રહિમાચળના દક્ષિણ નિતંબ સમીપે આવ્યા અને ત્યાં પડાવ નાંખે. પછી ક્ષુદ્રહિમાલયકુમાર નામના દેવને ધારીને અઠ્ઠમતપ કર્યું અને પૌષધશાળામાં પૌષધવ્રત ગ્રહણ કરીને બેઠા. ત્રણ દિવસના પૌષધને અંતે રથમાં બેસી હિમાલય પર્વત સમીપે ગયા અને હાથી જેમ જંતથી પ્રહાર કરે તેમ ત્રણ વાર રથના અગ્રભાગથી પર્વતને પ્રહાર કર્યો. પછી રથના ઘોડાને નિયમમાં રાખી ધનુષ ઉપર પણછ ચડાવીને પિતાના નામથી અંકિત બાણ તેમણે છેડ્યું. તે બાણ એક ગાઉની જેમ ક્ષણમાં તેર યોજન સુધી જઈ ક્ષુદ્રહિમાલય દેવની આગળ પૃથ્વી ઉપર પડયું. બાણને પડતું જોઈ ક્ષણવાર. તે કપ પામે પણ બાણની ઉપરના નામાક્ષરો વાંચવાથી તત્કાળ પાછો. શાંત થઈ ગયા. પછી દેશીષચંદન, સર્વ પ્રકારની ઔષધિઓ, પદ્મદ્રહનું જળ; દેવદૂષ્ય વસ્ત્રો, બાણ, રનના અલંકાર અને કલ્પવૃક્ષનાં પુષ્પની માળા વિગેરે પદાર્થો તેણે આકાશમાં રહીને સગરચકીને ભેટ કર્યા, સેવા કરવી કબૂલ કરી અને ચક્રવતી જય પામે' એમ કહ્યું. તેને વિદાય કરી ચકી પિતાના રથને પાછો વાળી ત્યાંથી ઋષભકૂટ પર્વતે ગયા ત્યાં પણ તે પર્વતને ત્રણ વાર રથગ્રવડે તાડન કર્યું અને અને નિયમમાં રાખીને તે પર્વતના પૂર્વ ભાગ ઉપર આ અવસર્પિણીમાં બીજે ચક્રી હું સગર નામે થયે છે . એવા કાકિણીરત્નથી અક્ષરે લખ્યા. ત્યાંથી રથ પાછો વાળી પોતાની છાવણીમાં આવીને તેમણે અઠ્ઠમતપનું પારણું કર્યું અને જેમની દિગ્વિજયની પ્રતિજ્ઞા પૂર્ણ થઈ છે એવા સગરરાજાએ મોટી દ્ધિથી હિમાચળકુમારને 'અષ્ટાબ્લિક ઉત્સવ કર્યો. ત્યાંથી ચક્રરત્નને અનુસરતા ચક્રવત્તી ઉત્તર-પૂર્વને રસ્તે ચાલતા સુખે ગંગાદેવીના ભુવનની સન્મુખ આવ્યા. ત્યાં ગંગાના સ્થાનની નજીક છાવણી કરી અને ગંગાદેવીને ઉદ્દેશીને અઠ્ઠમભક્ત તપ કર્યું. ગંગાદેવી પણ સિંધુદેવીની જેમ અઠ્ઠમ તપને અંતે આસનકંપથી ચક્રવત્તીને આવ્યા જાણી અંતરિક્ષમાં આવીને ઊભી રહી. તેણે મહારાજાને એક હજાર ને આઠ રનના કુંભ સુવર્ણ માણિકયરૂપ દ્રવ્ય અને નનાં બે સિંહાસને ભેટ કર્યા. સગરરાજાએ ગંગાદેવીને વિદાય કરી અઠ્ઠમ તપનું પારણું કર્યું અને પ્રસન્ન મને એની પ્રીતિને અર્થે અષ્ટન્ડિક ઉત્સવ કર્યો. ત્યાંથી ચકે બતાવેલે માગે દક્ષિણ દિશા ભણી ખંડપ્રપાત ગુફાની સામે ચાલ્યા. ત્યાં ખંડપ્રપાત પાસે છાવણી નાખી. અને નાટયમાળદેવને ધારીને અઠ્ઠમતપ કર્યું. . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371