Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 1
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

Previous | Next

Page 331
________________ અને અશ્વનું ચક્રીને અરણ્યમાં લઈ જવું. હિંસારા મુખના અધિપતિ હતા, અડતાળીસ હજાર પત્તનેના ઉપરી હતા, વીશ હજાર કMટ. અને મડંબના અધિપતિ હતા, ચૌદ હજાર સંબોધના સ્વામી હતા, સોળ હજાર એટકેાના રક્ષક હતા, એકવીશ હજાર આકરના નિયંતા હતા, ઓગણપચાસ કુરાજ્યના નાયક હતા, છા૫ન અંતરેદક (દ્વીપ) ના પાલક હતા, છનુ ઝેડ ગામેના સ્વામી હતા, છાનુ કોડ પાયદળથી પરિવારિત હતા અને ચિરાશી—ચોરાશી લાખ હાથી, ઘોડા અને રથી પૃથ્વીમંડળને આચ્છાદિત કરતા હતા. એવી રીતે મેટી ઋદ્ધિએ પૂર્ણ ચક્રવતી ચરિત્નને અનુસરીને દ્વીપાંતરથી વહાણું પાછું વળે તેમ પાછા વળ્યા. બીજના ચંદ્રની જેમ ગ્રામપતિ, દુગપાળ અને મંડળશે રસ્તામાં તેમની ઉચિત રીતે ભક્તિ કરતા હતા, વધામણી દેનારા પુરુષોની જેમ આકાશમાં આગળ પ્રસરતી રેણુ, તેમનું આગમન દૂરથી જ કહેતી હતી, જાણે સ્પર્ધાથી પ્રસરતા હોય તેવા ઘોડાના ખુંખા શથી, હાથીઓની ગર્જનાથી, બંદીઓના ઘેષથી અને વાજિંત્રોના અવાજથી દિશાઓને બહેરી કરતા હતા. એવી રીતે હમેશાં એક એક યોજન પ્રયાણ કરતા સુખે સુખે ચાલતા સગર રાજા પ્રીતિવાળી સ્ત્રીની પાસે આવે તેમ પિતાની વિનીતાનગરી સમીપ આવી પહોંચ્યા. પરાક્રમમાં પર્વત સમાન રાજાએ વિનીતાનગરીની પાસે સમુદ્ર જે પડાવ નાખે. એક દિવસે સર્વ કલાના ભંડાર તે સગર રાજા અશ્વકીડા કરવા માટે એક તોફાની ને વિપરીત શિક્ષાવાળા ઘોડા ઉપર ચડ્યા. ત્યાં ઉત્તરોત્તર ધારામાં એ ચાર ઘોડાને તેઓ ફેરવવા લાગ્યા. અનુક્રમે પાંચમી ધારામાં ઘેડે ફેરવ્યા એટલે જાણે ભૂત વળગ્યું હોય તેમ લગામ વિગેરેની સંજ્ઞાને અવગણીને તે ઘડે આકાશમાં ઉછળે. જાણે અવરૂપે રાક્ષસ હોય તેમ કાળના વેગવડે શીઘ ઊડીને કેઈમેટા જંગલમાં તે સગર રાજાને લઈ ગયે. ક્રોધથી લગામ ખેંચીને તથા પિતાની જંઘાવડે દબાવીને સગર રાજાએ તેને કબજે રાખે અને પછી છલંગ મારીને ઉતરી પડ્યા. વિધુર થયેલ અશ્વ પણ પૃથ્વી ઉપર પડી ગયે એટલે પૃથ્વીપતિ પગે ચાલવા લાગ્યા. થોડીવાર આગળ ચાલ્યા ત્યાં એક મોટું સરોવર દીકું. તે જાણે સૂર્ય-કિરણોની આતાપનાથી ખરી જઈને પૃથ્વી ઉપર ચંદ્રિકા પડી હોય તેવું જણાતું હતું. સગરચકી વનના હાથીની જેમ શ્રમ ટાળવા માટે તે સરેવરમાં નાહ્યા અને સ્વાદિષ્ટ, સ્વચ્છ તેમજ કમળથી સુગંધી થયેલા શીતળ જળનું પાન કર્યું. સરોવરમાંથી નીકળી તેને કિનારે બેઠા, એટલે જાણે જળદેવી હોય તેવી એ યુવતી તેના જોવામાં આવી. તે નવા ખીલેલા કમલની જેવા મુખવાળી તથા નીલકમળની જેવા લેનવાળી હતી, તેના શિરીર ઉપર લાવણ્ય-જળ તરંગિત થયું હતું, ચક્રવાક પક્ષીના જોડલા જેવા બે સ્તનથી અને ફુલેલા સુવર્ણકમળના જેવા મનહર હાથ-પગથી તે ઘણી સુંદર લાગતી હતી. જાણે શરીરધારી સરોવરની લક્ષમી હોય તેવી તે સ્ત્રીને જોઈ શકી આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા“અહ! આ શું અસરા છે? અથવા શું વ્યંતરી છે? વા શું નાગકન્યા છે કે શું વિદ્યાધરી છે? કારણ કે સામાન્ય સ્ત્રી આવી હોય નહીં. અમૃતની વૃષ્ટિ જેવું આ સ્ત્રીનું દર્શન જે આનંદ ઉત્પન્ન કરે છે તેવું સરોવરનું જળ પણ હૃદયને આનંદ કરતું નથી.” - કમળપત્ર જેવી લચનવાળી તે સ્ત્રીએ પણ પૂર્ણ અનુરાગવડે તે જ વખતે ચકીને જોયા. તત્કાળ ગગ્લાનિ પામેલી કમલિની જેવી, કામદેવથી વિધુર થયેલી તે સ્ત્રીને તેની સખીઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371