Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 1
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

Previous | Next

Page 324
________________ પર્વ ૨ જુ સિંધુદેવી, વૈતાત્યાદ્રિકુમાર તથા કૃતમાલદેવનું સાધવું ૨૯૯ રાખનારા કરતાં, મોટા કાચબાઓની જેમ કચ્છ દેશના સમગ્ર રાજાઓને ચેતરફથી સંકેચ કરાવતા અને ફૂર એવા સોરઠ દેશના રાજાઓને દેશની પેઠે પિતાને વશ કરતા મહારાજા ચક્રવત્તી અનુક્રમે પશ્ચિમ સમુદ્રના કિનારા ઉપર આવ્યા. ત્યાં છાવણી નાંખી પ્રભાસતી થના અધિષ્ઠાયક દેવને હૃદયમાં ધારણ કરી, અઠ્ઠમતપ આદરી પૌષધશાળામાં તેમણે પૌષધ ગ્રહણ કર્યો. અઠ્ઠમને અંતે સૂર્યની જેમ મોટા રથ ઉપર બેસી ચક્રવત્તીએ રથની નાભિ સુધી સમુદ્રજળમાં પ્રવેશ કર્યો. પછી બાણુના પ્રયાણના કલ્યાણકારી જય. વાજિંત્રના શબ્દની જેવો ધનુષ ઉપર પણછ ચડાવીને ટંકાર શબ્દ કર્યો અને પ્રભાસતીર્થના દેવના નિવાસની સામું સંદેશહારી (સંદેશ લઈ જનાર ડૂતની જેવું પોતાના નામથી અંક્તિ બાણ મૂકયું. ગરુડ જેમ ઝાડ ઉપર ચડે તેમ તે બાણ બાર એજન કરી રહેલી પ્રભાસ દેવની સભામાં આવીને પડયું. બુદ્ધિવંતમાં શ્રેષ્ઠ એવા તે દેવે બાણને જોઈ તેમાં સગરચકીના નામના વણે વાંચ્યા કે તરત જ ભેટ ગ્રહણ કરી તે બાણને સાથે રાખી અતિથિ થયેલા ગુરુની સામે જાય તેમ પ્રભાસપતિ ચક્રવત્તીની સામે ગયો અને આકાશમાં રહીને મુગટ, મણિ, પદક કડાં, કટિસૂત્ર, બાજુબંધ અને તે બાણ ચકવરીને અર્પણ કર્યા. પછી નમ્ર થઈ વિનીતાપતિને કહ્યું--હે ચક્રવતી ! આજથી મારા સ્થાનમાં હું આપને આજ્ઞાકારી થઈને રહીશ.” પછી ચકવત્તી એ ભેટ ગ્રહણ કરી, આદરથી બેલાવી, પ્રભાસ પતિને એક સત્યની જેમ વિદાય કર્યો. ત્યાંથી પિતાની છાવણીમાં પાછા આવી, સ્નાન તથા જિનાર્ચન કરી પરિવાર સાથે અષ્ટમભક્તનું પારણું કર્યું અને પ્રસન્ન થયેલા ચક્રીએ વરદામપતિની જેમ પ્રભાસપતિને પણ અષ્ટાબ્લિકત્સવ કર્યો. ત્યાંથી ચક્રની પછવાડે પાછી વળતી નદીની જેમ પિતાની સેના સાથે સિંધુના દક્ષિણ તટથી પૂર્વાભિમુખ ચાલ્યા. માર્ગમાં સિંધુદેવીના મંદિરની નજદિક આકાશમાં તરતના ઉતરેલા ગંધર્વનગરની જેવી પિતાની છાવણી નાંખી અને સિંધુદેવીને મનમાં ધારીને અષ્ટમ તપ કર્યો, તેથી સિંધુ દેવીનું રત્નાસન કંપાયમાન થયું. અવધિજ્ઞાનથી ચકી આવ્યા એમ દેવીએ જાણ્યું કે તરતજ ભક્તિપરાયણ તે દેવી હાથમાં ભેટ લઈ સામે આવી અને આકાશમાં રહીને ભંડારની જેવા એક હજાર ને આઠ રનના કુંભ, મણિરત્નોથી વિચિત્ર બે સેનાનાં ભદ્રાસન, બાજુબંધ અને અડાં વિગેરે રત્નના અલંકાર તથા દેવદૂષ્ય વસ્ત્રો ચક્રવતીને અર્પણ કર્યા. પ્રાંતે તેણે કહ્યું- હે નરદેવ ! તમારા દેશમાં રહેનારી હું તમારી દાસીની જેમ વતીશ, મને આજ્ઞા કરો.” અમૃતના ગંડૂષની જેવી વાણીથી તેને સત્કાર કરી વિદાય કરીને ચક્રવતીએ અઠ્ઠમતપનું પારાણું કર્યું, અને પછી પૂર્વની જેમ સિંધુદેવીને અષ્ટાબ્લિકા ઉત્સવ કર્યો, કારણ કે મોટી રદ્ધિવાળા મહાત્માઓને પગલે પગલે ઉત્સવ હોય છે. પિતાની બંધનશાળામાંથી જેમ હૃતિ નીકળે તેમ લહમીના ધામરૂપ આયુધશાળામાંથી નીકળીને ચક્ર ત્યાંથી ઉત્તરપૂર્વના મધ્યમાં ચાલ્યું. તેની પછવાડે જતાં ચકવરી કેટલાએક દિવસે તાત્ય મહાગિરિના દક્ષિણ નિતંબને પ્રાપ્ત થયા. વિદ્યાધરના નગરની જેવી ત્યાં છાવણી નાંખીને તેમણે વૈતાઢયકુમારને મનમાં ધારી અષ્ઠમ તપ કર્યો. ચક્રવતીને અઠ્ઠમ તપ પૂરા થયા એટલે વૈતાઢયાદ્રિકુમારદેવનું આસન કંપાયમાન થયું. અવધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371