________________
પર્વ ૨ જુ. તમિસા ગુફામાંથી બહાર નીકળવું.
૩૦૧ થઈ ગયું. તેના વડે સેનાપતિ સેના સહિત સિંધુ નદી ઊતર્યો. લેઢાને ખીલેથી જેમ ઉન્મત્ત હાથી છૂટે તેમ મહાબળવાન તે સેનાપતિ સિંધુના પ્રવાહને ઉતરીને સેના સાથે ચારે બાજુ પ્રસર્યો. સિંહલ જાતિના, બર્બર જાતિના, ટંકણુ જાતિના અને બીજા પણ ટ્વેનું તેમજ યવનદ્વીપનું તેણે આક્રમણ કર્યું. કાલમુખ, જનક અને વૈતાઢય પર્વતના મૂળમાં નાના પ્રકારની મ્લેચ્છ જાતિઓને તેણે સ્વછંદ રીતે દંડ લીધે. સર્વ દેશોમાં શ્રેષ્ઠ એવા કચ્છદેશના મોટા વૃષભની જેમ લીલાથી એ પરાક્રમી સેનાનીએ ઉપદ્રવયુક્ત કર્યો. ત્યાંથી પાછા વળી સર્વ સ્વેચ્છને જતી, ત્યાંના સપાટ મેદાનમાં જળક્રીડા કરીને નીકળેલા હસ્તિની જેમ તેણે પડાવ કર્યો. મ્લેચ્છ લોકો સંબંધી મંડબ, નગર અને ગામડાંઓના અધિપતિઓ જાણે પાસલાથી આકર્ષાયા હોય તેમ સર્વે તત્કાળ ત્યાં આવ્યા. જાતજાતના આભૂષણો, રત્ન, વસ્ત્ર, રૂપું, સોનું, ઘેડા, હાથી, રથ અને બીજી પણ જે જે શ્રેષ્ઠ વસ્તુઓ પિતાની પાસે હતી તે સર્વે જાણે થાપણું મૂકેલી પાછી આપે તેમ તેઓએ સેનાનીને અપર્ણ કરી અને અંજલી જેડીને તેઓએ કહ્યું કે-“અમે સેવકોની જેમ તેમને કર આપનારા તથા વશ રહેનારા થઈને રહીશું. તેમની ભેટ સ્વીકારીને સેનાપતિએ તેઓને વિદાય કર્યા અને પછી પૂર્વની જેમ ચર્મરત્નથી સિંધુ ઉતર્યો. ચકવત્તી પાસે આવીને તે સર્વ ચકવસ્તીને આપ્યું. શકિતવંતને પોતાની શકિતવડે જ સર્વ પ્રકારની લક્ષ્મી દાસીની પેઠે સ્વયમેવ પ્રાપ્ત થાય છે. નદીઓ જેમ સમુદ્રને મળવા આવે તેમ દૂર દૂરથી આવીને અનેક રાજાઓ જેમની સેવા કરે છે એવા ચક્રવતી ત્યાં ઘણા દિવસ છાવણી નાખીને રહ્યા.
એકદા તમિસા ગુફાના દક્ષિણ દ્વારનાં કમાડ ઉઘાડવાને માટે તેમણે દંડરત્નરૂપ કુંચિકાને ધારણ કરનારા સેનાપતિને આજ્ઞા કરી. તેણે તમિસા ગુફા પાસે જઈ તેના અધિષ્ઠાયક કૃતમાળદેવને ધારી અઠ્ઠમ તપ કર્યું, કારણ કે દેવતાઓ તપથી ગ્રાહ્ય થાય છે. અમતપને છેડે સ્નાનવિલેપન કરી, શુદ્ધ વસ્ત્ર ધારણ કરી, ધૂપધાણાને હાથમાં લઈને દેવતાની સામે જાય તેમ તે ગુફા સમીપે ગયા. ગુફાને દેખતાં જ સેનાપતિએ પ્રણામ કર્યો અને દ્વારપાળની જેમ તેના દ્વાર સામે હાથમાં દંડરત્ન રાખીને ઊભા રહ્યા. ત્યાં અછાન્ડિકેત્સવ કરી, અષ્ટ મંગળિક અલેખી સેનાપતિએ ડરત્નથી તેના કમાડ ઉપર તાડન કર્યું; એટલે સડસડાટ શબ્દ કરતાં તે કમાડો સુકાયેલા શંબાના સંપુટની પેઠે ઊઘડી ગયાં. સડસડાટ શબ્દના ઘોષથી કમાડનું ઉઘડવું ચક્રવર્તીએ જાણ્યું હતું, તો પણ સેનાપતિએ પુનરુક્તિની પેઠે તે હકીક્ત નિવેદન કરો. પછી ચતરંગ સેના સહિત ચકવત્તા હસ્તિરત્ન ઉપર થઈને જાણે એક દિફપાળ હોય તેમ ત્યાં આવ્યા. હસ્તિરત્નના જમણુ કુંભસ્થળ ઉપર દીવી ઉપર દીપકની જેમ પ્રકાશમાન મણિરત્ન મૂકયું. પછી અખલિત ગતિવાળા કેસરીસિંહની જેમ ચક્રવત્તી એ ચકની પછવાડે પચાસ એજન લંબાઈવાળી તમિસા ગુફામાં પ્રવેશ કર્યો, અને તે ગુફાની બંને બાજુની ભીંત ઉપર ગોમૂત્રકાને આકારે પાચ સો ધનુષ વિસ્તારવાળા અને અંધકારનો નાશ કરવાને સમર્થ એવાં એક એક યોજનને આંતરે ઓગણપચાસ મંડળ કાકિણીરત્નથી કર્યા. (તે ઊઘાડેલું ગફાનું દ્વાર અને તેમાં કરેલા કાકિણીરત્નનાં મંડળે જ્યાં સુધી ચક્રવત્તી જીવે અથવા દીક્ષા લે ત્યાં સુધી રહે છે.) માનુષાર પર્વતની ફરતી રહેલી ચંસૂર્યની શ્રેણુને અનુસરતા તે મંડળે હોવાથી તેનાથી બધી ગુફામાં પ્રકાશ થઈ રહ્યો. પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org