________________
૨૯૮ પ્રભાસદેવનું સાધવું.
સગ જ છે બેસારતા હતા, વેતસજાતનાં વૃક્ષોને નદીનું પૂર નમાવી દે તેમ કેઈને નમાવીને છોડી મૂકતા હતા, કેટલાએકની આંગળીઓને છેદતા હતા, કોઈની પાસેથી રત્નનો દંડ ગ્રહણ કરતા હતા, કેઈની પાસેથી હાથી, ઘોડા છેડાવતા હતા અને કોઈના છત્રો મૂકાવતા હતા–એમ કરતાં કરતાં અનુક્રમે તે દક્ષિણ સમુદ્રને કિનારે આવી પહોંચ્યા. ત્યાં હાથીના સ્કંધ ઉપરથી ઉતરી ક્ષણવારમાં થયેલી છાવણીની અંદર ઇંદ્ર જેમ વિમાનમાં વાસ કરે તેમ ચકવતીએ એક વાસગૃહમાં નિવાસ કર્યો, અને પૌષધશાળામાં જંઈ અઠ્ઠમતપ કરી વરદામ નામના ત્યાંના અધિષ્ઠાયક દેવનું ધ્યાન કરી પૌષધ ધારણ કરીને રહ્યા. અષ્ટમભક્તની પ્રાંતે પૌષધ. વ્રત પારીને સૂર્યમંડલમાંથી લાવેલા હોય તેવા રથમાં બેઠા. જેમ રયે છાશ એરવાની ગળીમાં પ્રવેશ કરે તેમ રથવડે તેમણે રથની નાભિ સુધી સમુદ્રજલનું અવગાહન કર્યું. પછી ધનુષ્ય ઉપર પણછ ચડાવીને ત્રાસથી વિહળ થયેલા અને કર્ણ નમાવીને રહેલા જલચરેએ ભયબ્રાંતપણે સાંભળે એ ટંકાર કર્યો અને વાદી જેમ રાફડામાંથી સપને પકડે તેમ ભયંકરમાં પણ ભયંકર એવું એક બાણ ભાથામાંથી ગ્રહણ કર્યું. તે બાણને ધનુષ ચડાવી કાંઈ વિજ્ઞપ્તિ કરવાને આવેલા સેવકની જેમ પિતાના કાન પાસે લાવીને ઈન્દ્ર જેમ પર્વત ઉપર વજ નાંખે તેમ વરદામપતિના સ્થાન તરફ નાખ્યું. પિતાની સભામાં બેઠેલા વરદામકુમાર દેવની આગળ અકાળે મગરના આઘાત જેવું તે બાણ આવીને પડયું. આ અકાળે કાળે કેનું પાનીયું ઉખેળ્યું ?' એમ બેલતા વરદામપતિએ ઊઠીને તે બાણું ગ્રહણ કર્યો, પણ તેની ઉપર સગરરાજાના નામાક્ષરો જોઈને સf જેમ નાગદમની ઔષધિને જોઈ શાંત થઈ જાય તેમ તે શાંત થઈ ગયું અને તેણે પિતાની સભામાં આ પ્રમાણે કાં– “જબૂદ્વીપમાં ભરતક્ષેત્રની અંદર સગર નામે બીજા ચક્રવતી ઉત્પન્ન થયા છે. વિચિત્ર વથી અને મહામૂલ્યવાળાં રત્નાલંકારોથી ઘેર આવેલા દેવની જેમ એ ચક્રવતી મારે પૂજવા ગ્ય છે. એવી રીતે કહી, ભેટ લઈને તત્કાળ તે રથમાં રહેલા ચક્રવત્તીની પાસે આવી અંતરીક્ષમાં ઊભે રહ્યો. મુગટરત્ન, મોતીની માળાઓ, બાજુબંધ અને કડાં વિગેરે ભંડારીની પેઠે તેણે અર્પણ કર્યા અને તે બાણ પણ પાછું આપ્યું. પછી કહ્યું કે આજથી ઈદની જેવા મારા દેશમાં પણ હું તમારે આજ્ઞાકારી થઈને વરદામતીર્થના અધિપતિપણે રહીશ.' કૃતજ્ઞ એવા ચક્રવત્તીએ તેની ભેટ લઈ, તેનું વચન સ્વીકારી, તેનો સત્કાર કરીને વિદાય કર્યો. પછી જલાડાને જોઈ જેના રથના ઘોડા હેકારવ કરી રહ્યા છે એવા ચક્રવતી ચક્રના માર્ગને અનુસરી ત્યાંથી પાછા વળ્યા અને પિતાની છાવણીમાં આવી, રથમાંથી ઉતરી, સ્નાન તથા જિનપૂજા કરી અઠ્ઠમતપનું પારણું કર્યું. પછી વરદામકુમારને માટે અષ્ટાબ્લિક ઉત્સવ કર્યો; કારણ કે ઈશ્વરી પુરુષો પોતાના ભકતોનું માન વધારનારા હોય છે.
ત્યાંથી ચક્રરત્નના માર્ગને અનુસરી તે પૃથ્વીપતિ સિન્યની રજથી સૂર્યને ઢાંક્તા પશ્ચિમ દિશા તરફ ચાલ્યા. ગરુડ બીજા પક્ષીઓને નસાડે તેમ દ્રાવિડ દેશના રાજાઓને નસાડતા, સૂર્ય જેમ ઘુવડને અંધ કરે તેમ આંધ્રદેશના રાજાઓને અંધ કરતા, ત્રણ જાતનાં ચિહ્નોથી (વાત, પિત્ત અને કફનાં વિકાર ચિહ્નથી) પ્રાણીની જેમ કલિંગદેશના રાજાઓનાં રાજ્યચિહ્નો છેડાવતા, દર્ભના સંસ્કારમાં રહ્યા હોય તેમ વિદર્ભ દેશના રાજાઓને નિસત્ત્વ કરતા, કાપડીઓ જેમ સ્વદેશનો ત્યાગ કરે તેમ મહારાષ્ટ્ર દેશના રાજા અને રાષ્ટ્ર, (દેશ) નો ત્યાગ કરાવતા, બાણેથી આંક કાઢેલા ઘોડાઓની જેમ કેકણ દેશના રાજાઓને બાથી અંક્તિ કરતા. તાપસની જેમ લાટ દેશના રાજાને લલાટ ઉપર અંજલિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org