________________
પર્વ ૨ જુ સમકિતને મહિમા.
૨૯૩ “નામમાત્ર ધર્મને ધર્મ તરીકે જાણવામાં આવે છે તે સંસારમાં પરિભ્રમણ કરવાના “કારણભૂત થાય છે. જે રાગ સહિત દેવ તે દેવ કહેવાય, અબ્રહ્મચારી ગુરુ તે ગુરુ કહેવાય અને દયાહીન ધર્મ તે ધર્મ કહેવાય તે ખેદ સાથે આ જગત નાશ પામી ગયું “છે એમ સમજવું. શમ, સંવેગ, નિવેદ, અનુકંપા અને આસ્તિકયતા એ પાંચ લક્ષણોથી સારી રીતે સમકિત ઓળખાય છે. એ સમકિતના ધૈર્ય, પ્રભાવના, ભકિત, “જિનશાસનમાં કુશળતા અને તીર્થસેવા એ પાંચ ભૂષણે કહેવાય છે. શંકા, આશંકા, “વિચિકિત્સા, મિથ્યાષ્ટિની પ્રશંસા અને તેનો પરિચય એ પાંચ સમકિતને દૂષિત કરે છે.”
એ પ્રમાણે સાંભળીને બ્રાહ્મણે કહ્યું—“હે સ્ત્રી ! તું ભાગ્યવંતી છે, કારણ કે તે નિધાનની જેમ સમકિતને પ્રાપ્ત કર્યું છે.” એમ વિચારતે શુદ્ધભટ પણ સમકિત પામે. શુભાત્મા પુરુષોને ધર્મોપદેષ્ટા પુરુષો સાક્ષીમાત્ર જ હોય છે. સમકિતના ઉપદેશથી તે બને શ્રાવક થયા. સિદ્ધરસથી સીસુ અને તરવું (૮) બંને સુવર્ણ થઈ જાય છે. તે વખતમાં તે અઝહારમાં સાધુઓના સંસર્ગના અભાવથી લોકે શ્રાવક ધમને મૂકીને મિથ્યાદષ્ટિ થઈ ગયેલા હતા, તેથી આ ટુબુદ્ધિવાળા બને કુલકમાગત ધર્મને છેડીને શ્રાવક થઈ ગયા એ તેમને લોકમાં આપવાદ ચાલ્યો. તેવા અપવાદને નહીં ગણીને શ્રાવકપણુમાં નિશ્ચલ રહેતા તે વિપ્રદંપતીને અનુક્રમે ગૃહસ્થાશ્રમવૃક્ષના ફળરૂપ એક પુત્ર ઉત્પન્ન થયે.
એક વખતે શિશિરઋતુમાં તે પુત્રને લઈ બ્રાહ્મણોની સભાથી વીંટાઈ રહેલી ધર્મઅગ્નિષ્ઠિકા પાસે તે ગયે, એટલે “તું શ્રાવક છે, અહીંથી દૂર જા, દૂર જા,” એમ ક્રોધથી સર્વ બ્રાહ્મણે ચંડાળની જેમ તેને તિરસ્કાર કરવા લાગ્યા અને તે ધર્માગ્નિષ્ઠિકાને ચેતરફ વીંટાઈને તે બ્રાહ્મણે બેઠા. બ્રાહ્મણનો મત્સર કરવાનો જાતિધર્મ છે. તેઓનાં આવાં કઠોર વચનેથી વિલખા થયેલા અને ક્રોધાયમાન થયેલા શુદ્ધભટે તે સભાની સાક્ષ આવી રીતે પ્રતિજ્ઞા કરી કે–જે જિનોક્ત ધર્મ સંસારસમુદ્રને તારનાર ન હોય, સર્વજ્ઞ તાર્થ કરઅહંતે જે આખદેવ ન હોય, જ્ઞાન, દર્શન અને ચારિત્ર તે જ જે મોક્ષનો માર્ગ ન હોય અને જગતમાં જે એવું સમકિત ન હોય તે આ મારો પુત્ર દગ્ધ થઈ જાઓ અને મેં કહ્યું છે તે સર્વ ખરું હોય તે આ બળતો અગ્નિ મારા પુત્રને માટે જળની જેમ શીતળ થઈ જાઓ.” એમ કહીને કોધથી જાણે બીજે અગ્નિ હોય તેવા તે સાહસિક વિપ્રે પોતાના પુત્રને બળતા અગ્નિમાં નાંખે. તે વખતે “અરેરે આ અનાર્ય વિપ્રે પિતાના બાળકને મારી નાંખે.” આવી રીતે આક્રોશ કરતી તે પર્ષદા બ્રાહ્મણની તરફ ઘણે તિરસ્કાર બતાવવા લાગી. તેટલામાં ત્યાં રહેલી કઈ સમ્યગદશનવંત દેવીએ તે બાળકને ભ્રમરની જેમ પદ્મની અંદર ઝીલી લીધો; અને જવાળાઓની જાળથી વિકરા એવા તે બળતા અગ્નિની દાહશક્તિ હરી લીધી; તેમજ તે પુત્રને જાણે ચિત્રસ્થ હોય તેમ કરી દીધું. તે દેવીએ પૂર્વે મનુષ્યપણુમાં સંયમની વિરાધના કરી હતી તેથી મૃત્યુ પામીને તે યંતરી થઈ હતી. તેણે કઈ કેવળીને પિતાને બધિલાભ કયારે થશે એમ પૂછ્યું હતું. એટલે કેવળીએ કહ્યું હતું કે-હે અનઘે ! તું સુલભધિ થઇશ, પણ તારે તે સમકિતની પ્રાપ્તિને માટે સમકિતની ભાવનામાં સારી રીતે ઉદ્યોગનિઝ થવું.” એ વચન હૃદયમાં હારયષ્ટિની જેમ નિત્યે ધારણ કરતી તે ફરતી હતી. તેણે સમકિતના માહાસ્યને માટે આ વખતે બ્રાહ્મણના પુત્રની રક્ષા કરી. આ પ્રમાણેના જૈન ધર્મના પ્રભાવને પ્રત્યક્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org