________________
૨૯૦ બલિને ઉપ-ગણધરદેશના.
સર્ગ ૩ જે. વિટાઈ રહે તેમ તેની ચોતરફ નગરના લોકો ફરી વળેલા હતા. પછી તે સવ જનેએ પ્રભુની પ્રદક્ષિણા કરીને, દેવતાઓએ કરેલી પુષ્પવૃષ્ટિને અનુસરતી રીતે તે બલિ પ્રભુની આગળ ઉછાળે. તેમાંથી અદ્ધભાગ આકાશમાંથી પડતાં જ અદ્ધરથી દેવતાઓએ લઈ લીધે, પૃથ્વી ઉપર પડેલામાંથી અદ્ધભાગ સગરરાજાએ લીધો અને બાકીને બીજા લેકેએ ગ્રહણ કર્યો. તે બલિના પ્રભાવથી પૂર્વે થયેલા ગે નાશ પામે છે અને છે માસ સુધી નવીન રગે ઉત્પન્ન થતા નથી.
મોક્ષમાર્ગના અગ્રેસર પ્રમ પછી સિંહાસનથી ઊઠી ઉત્તરદ્વારના માર્ગથી નીકળ્યા અને મધ્ય ગઢના અંતરમાં ઈશાનદિશામાં રચેલા દેવછંદ ઉપર તેમણે વિશ્રામ લીધો. પછી સગરરાજાએ રચાવેલા સિંહાસન પર બેસી સિંહસેન નામના મુખ્ય ગણધર દેશના આપવા લાગ્યા. ભગવાનના સ્થાનમાહામૃથકી તે ગણધરે જેમણે પછી તેમને તેના અસંખ્ય ભ કહી આપ્યા. પ્રભુની સભામાં સંદેહને નાશ કરનારા ગણધરને કેવળી સિવાય બીજા કેઈએ “આ છવસ્થ છે એમ જાણ્યું નહીં. ગુરુના (પ્રભુના) શ્રમને નાશ, બન્નેની સમ પ્રતીતિ અને ગુરુ-શિષ્યને સચવાત કમ એટલા ગણધરની દેશનાના ગુણ છે. બીજી પૌરુષી પૂર્ણ થઈ એટલે મુખ્ય ગણધર, પથિક જેમ ચાલવાથી વિરામ પામે તેમ દેશના દેવાથી વિરામ પામ્યા. દેશના વિરામ પામ્યા પછી સર્વ દેવતાઓ પરમેશ્વરને પ્રણામ કરીને પોતપોતાના સ્થાને જવા ચાલ્યા. માર્ગમાં તેઓએ નંદીશ્વરદ્વીપે જઈને અંજનાચળાદિકની ઉપર શાશ્વત અઈતની પ્રતિમાઓને અઠ્ઠાઈમeત્સવ કર્યો. પછી “આવી યાત્રા અમારે વારંવાર થાઓ” એમ બેલતા તેઓ પિતાપિતાને સ્થાનકે જેમ આવ્યા હતા તેમ ગયા. - સગર ચક્રવત્તી પણુ ભગવંતને નમસ્કાર કરી લમીના સંકેતસ્થાનરૂપ પિતાના સાકેતનગરમાં ગયા. શ્રી અજિતનાથના તીર્થને અધિષ્ઠાયક મહાયક્ષ નામે ચતુર્મુખ યક્ષ થયું. તેને વર્ણ શ્યામ, વાહન હાથીનું, જમણી બાજુના ચાર હાથમાં વરદ, મુગર, અક્ષસૂત્ર અને પાસ, તથા ડાબી બાજુના ચાર હાથમાં બીજોરું, અભય, અંકુશ અને શક્તિ હતાં. તે સુશોભિત યક્ષ અજિતનાથ સ્વામીને પારિપાર્શ્વક થયે. પ્રભુની શાસનદેવી અજિતઅલા નામે દેવી થઈ. તેનો સુવર્ણના જેવો વર્ણ છે, વરદના ચિહ્નવાળા તથા પાસવાળા બે દક્ષિણબાહુ છે અને બીજેરું તથા અંકુશને ધરનારા બે વામબાહુ છે, લેહાસનાધિરૂઢ છે. - ત્રીશ અતિશવડે શોભિત એવા ભગવાન સિંહસેનાદિ ગણુધરેથી પરિવૃત્ત થઈને પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. દરેક ગ્રામ, શહેર અને આકર વિગેરેમાં વિહાર કરતાં અને ભવ્ય પ્રાણીઓને બંધ કરતાં એ કૃપાસાગર પ્રભુ એકદા કૌશાંબી નગરી સમીપે આવ્યા. તે કૌશાંબીન. ઈશાન દિશામાં એક જનમાત્ર ક્ષેત્રમાં દેવતાઓએ પૂર્વની જેમ પ્રભુને માટે સમવારણ રચ્યું. તેમાં અશોકવૃક્ષની નીચે સિંહાસન પર બેઠેલા જગત્પતિએ સુર, અસુર અને મનુષ્યની પર્ષદામાં દેશના દેવા માંડી. તેવામાં કઈ બ્રાહ્મણનું જેડું ત્રણ જગતના ગુરુને પ્રદક્ષિણું દઈ, નમસ્કાર કરીને યથાયોગ્ય સ્થાનકે બેઠું. દેશનાને અંતે તે જેડામાંથી બ્રાહ્મણે અંજલી જેડી પ્રભુને પૂછ્યું “હે ભગવન્! આ આવી રીતે કેમ છે? પ્રભુએ કહ્યું – “એ સમકિતને મહિમા છે. તે સર્વ અનર્થના નિષેધનું અને સર્વ અર્થની સિદ્ધિનું એક પ્રબળ કારણ છે. વૃષ્ટિથી જેમ દવાગ્નિ શાંત થાય તેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org