________________
પર્વ ૨ જુ ગણધર–સ્થાપના.
૨૮૯ શકે તેવું (સ્વસવેદ્ય) અતીન્દ્રિય સુખ ઉત્પન્ન થાય છે. જે રોગીઓ નિઃસંગ થઈ ધમધ્યાનવડે આ શરીરને છેડે છે તેઓ વૈવેયકાદિ સ્વર્ગોમાં ઉત્તમ દેવતા થાય છે. ત્યાં તેઓ મોટા મહિમાવાળા, સૌભાગ્યયુક્ત, શરદઋતુના ચંદ્ર જેવી પ્રભાવાળા અને પુષ્પમાળા તથા વસ્ત્રાલંકારથી વિભૂષિત એવા શરીરને પ્રાપ્ત કરે છે, વિશિષ્ટ વીર્યને રોકનાર, કામાતિરૂપ જવર વિનાના અને અંતરાય રહિત અતુલ્ય સુખને ચિરકાળ સેવે છે અને મનઈચ્છિત મળેલા સર્વ અર્થોએ મને ડર એવા સુખરૂપ અમૃતને નિર્વિધને ભેગવતાં પોતાના ચાલ્યા જતા જન્મને જાણતા પણ નથી. એવા દિવ્ય ભેગને અવસાને ત્યાંથી ગ્રેવીને તેઓ ઉત્તમ શરીર બાંધી મનુષ્યલેકમાં અવતરે છે. મનુષ્યપણામાં પણ દિવ્ય વંશમાં ઉત્પન્ન થઈ અખંડિત મનેરથવાળા તેઓ નિત્ય ઉત્સવથી મનને આનંદ આપનારા વિવિધ પ્રકારના ભેગ ભેગવે છે, પછી વિવેકને આશ્રય કરી, સર્વ ભેગથી વિરામ પામી શુભ ધ્યાનવડે સર્વ કર્મને નાશ કરીને અવ્યયપદ પામે છે.”
એવી રીતે સર્વ જીવના હિતકારી શ્રી અજિતનાથ પ્રભુએ ત્રણ જગતરૂપી કુમુદને આનંદ કરવામાં કૌમદીરૂપ ધર્મદેશના કીધી. સ્વામીની દેશના સાંભળી હારે નર તથા નારીઓએ પ્રતિબધ પામી મોક્ષની માતારૂપ દીક્ષા ગ્રહણ કરી.
તે વખતે સગરચકીના પિતા સુમિત્ર કે જે અગાઉ ભાવયતિ થઈને રહ્યા હતા તેમણે સ્વામીની પાસે દીક્ષા ગ્રહણ કરી. પછી અજિતનાથ સ્વામીએ ગણધર નામકર્મવાળા અને સારી બુદ્ધિવાળા સિંહસેન વિગેરે પંચાણું મુનિઓને સર્વ આગમરૂપ વ્યાકરણના પ્રત્યાહારોની જેવી ઉત્પત્તિ, વિગમ અને બ્રોવ્યરૂપ ત્રિપદી સંભળાવી. રેખાઓને અનુસાર જેમ ચિત્ર ચિત્રે તેમ તે ત્રિપદીને અનુસારે ગણધરોએ ચૌદપૂર્વ સહિત દ્વાદશાંગી રચી. પછી ઇંદ્ર પિતાને સ્થાનકેથી ઊઠી ચૂર્ણથી પૂર્ણ એ થાળ હાથમાં લઈ દેવતાઓના સમૂહથી પરિવૃત્ત થઈને સ્વામીના ચરણકમળ પાસે આવી ઊભા રહ્યા. પછી જગત્પતિ અજિતસ્વામીએ ઊભા થઈ તેમના (ગણધરના મસ્તક ઉપર ચૂર્ણ (વાસક્ષેપ) નાંખી અનુક્રમે સૂત્રથી, અર્થથી, તદુભયથી તેમજ દ્રવ્યથી, ગુણથી, પર્યાયથી અને નયથી અનુ
ગની અનુજ્ઞા તથા ગણની અનુજ્ઞા આપી. ત્યારબાદ દેવતાઓએ, મનુષ્યએ અને સ્ત્રીઓએ દુંદુભિના ધ્વનિ સાથે ગણધર ઉપર વાસક્ષેપ નાંખે. પછી ગણધરે પણ અંજલિના સંપુટ જેડી અમૃતનાં નિર્ઝરણું જેવી પ્રભુની વાણી સાંભળવાને તત્પર થઈ રહ્યા; એટલે પૂર્વાભિમુખ સિંહાસન પર બેસીને પ્રભુએ તેઓને અનુશિષ્ટ (શિખામણ) મય દેશના આપી. પ્રથમ પૌરુષી પૂર્ણ થઈ એટલે ભગવાને ધર્મ દેશના સમાપ્ત કરી. તે વખતે સગર રાજાએ કરાવેલ અને વિશાળ થાળમાં રાખેલે ચાર પ્રસ્થ પ્રમાણુ બલિ પૂર્વ દ્વારથી સમવસરણમાં લાવવામાં આવ્યું.
તે બલિ શુદ્ધ અને પદ્મના જેવી સુગંધી શાળાને બનાવેલું હતું, દેવતાઓએ તેમાં નાંખેલી ગંધમુષ્ટિઓથી તેની ખુશબે બહેકી રહી હતી, શ્રેષ્ઠ પુરુષોએ તે ઉપાડેલે હતે, સાથે ચાલતી ઉદ્દામ દુંદુભિઓના ધ્વનિથી સર્વ દિશાઓનાં મુખ ગાજી રહ્યાં હતાં, ગીત ગાતી ગાતી સ્ત્રીઓ તેની પછવાડે ચાલતી હતી અને ભ્રમરાઓથી જેમ પદ્મશ A - 37
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org