________________
પર્વ ૨ જું પરમાત્માની દેશના–ઊર્વકનું વર્ણન.
२८७ માહેંદ્ર દેવલોક છે; લેક પુરુષની કેણવાળા ભાગમાં અને ઊર્વલકના મધ્યભાગમાં બ્રહ્મ દેવલોક છે તેને સ્વામી બ્રૉંદ્ર છે. તે દેવકના પ્રાંત ભાગમાં સારસ્વત, આદિત્ય, અગ્નિ, અરુણ, બૉય, તુષિત, અવ્યાબાધ, માત્ર અને રિષ્ટ એ નવ જાતિના લોકાંતિક દેવતાઓ છે. તેની ઉપર લાંતક ક૫ છે, ત્યાં તે જ નામને ઇંદ્ર છે. તેની ઉપર મહાશુક દેવલોક છે, ત્યાં પણ તે જ નામનો ઇંદ્ર છે. તેની ઉપર સહઆર દેવલેક , ત્યાં પણ તે નામને જ ઇંદ્ર છે. તેની ઉપર સૌધર્મ અને ઈશાન દેવલોક જેવી આકૃતિવાળા આનત અને પ્રાણુત દેવલોક છે; તેમાં પ્રાણુત કપમાં રહેનાર પ્રાણુત નામે ઈંદ્ર તે બંને દેવલોકન સ્વામી છે. તેની ઉપર તેવી જ આકૃતિવાળા આરણ અને અશ્રુત નામે બે દેવલોક છે. અચુત દેવલોકમાં રહેનાર અચુત નામે ઇંદ્ર તે બંને દેવલોકને સ્વામી છે. પ્રવેયકમાં અને અનુત્તરમાં અડમિંદ્ર દેવતાઓ છે. પહેલા બે ક ઘને દધિને આધારે રહેલા છે અને તે પછીના ત્રણ કપ વાયુને આધારે સ્થિતિ કરીને રહેલા છે. તે પછીના ત્રણ દેવલોક ઘને દધિ અને ઘનવાતને આધારે રહેલા છે અને તેની ઉપર સર્વે દેવલેક આકાશને આધારે છે. તેમાં ઇંદ્ર, સામાનિક, ત્રયચિંશ, પાર્ષદ, અંગરક્ષક, લેકપાલ, અનીક, પ્રકીર્ણ, આભિયોગિક અને કિલિવષિક એ દશ પ્રકારના દેવતાઓ રહેલા છે. સામાનિક વિગેરે સર્વ દેવતાઓના જે અધિપતિ તે ઇંદ્ર કહેવાય છે, ઈદ્રની જેવી અદ્ધિવાળા પણ ઈંદ્રપણે વજિત તે સામાનિક દેવતા કહેવાય છે, જે ઇંદ્રના મંત્રી અને પુરોહિત જેવા છે તે ત્રાયન્સિંગ દેવતા કહેવાય છે, જે ઈંદ્રના મિત્ર સરખા છે તે પાર્ષદ્ય દેવતા કહેવાય છે, ઇંદ્રના આત્માની રક્ષા કરવાવાળા તે આત્મરક્ષક દેવતા કહેવાય છે, દેવલોકની રક્ષા કરવાને અર્થે રક્ષકે
ફરનારા તે લોકપાલ કહેવાય છે, તેના સમાન તે અનીક દેવતા કહેવાય છે, પ્રજા વર્ગની જેવા તે પ્રકીર્ણ દેવતા કહેવાય છે, સેવક સરખા છે તે આભિગ્ય દેવતા કહેવાય જે અને ચંડાળ જાતિની જેવા જે છે તે કિલિવષ દેવતા કહેવાય છે. જ્યોતિષ્ક અને વ્યંતરદેવામાં ત્રાયશ્ચિંશ દેવે અને લેકપાલ નથી.”
“સૌધર્મકલ્પમાં બત્રીશ લાખ વિમાન છે, ઇશાન દેવલોકમાં અઠ્યાવીશ લાખ છે, સનસ્કુમારમાં બાર લાખ છે, માહેંદ્રમાં આઠ લાખ છે, બ્રહ્મ દેવલોકમાં ચાર લાખ છે, લાંતક દેવલેકમાં પચાસ હજાર છે, શુક્ર દેવલોકમાં ચાળીશ હજાર છે, સહસ્ત્રાર દેવકમાં છ હજાર છે, નવમા દશમા દેવલેકમાં મળીને ચાર સે અને આરણ તથા અશ્રુત દેવ લેકમાં મળીને ત્રણ સે વિમાન છે . આદ્ય ત્રણ શૈવેયકમાં એક સો અગિયાર વિમાન છે, મધ્યના ત્રણ પ્રવેયકમાં એક સે સાત વિમાને છે અને છેલ્લા ત્રણ પ્રવેયકર એક સે વિમાને છે અનુત્તર વિમાને પાંચ જ છે. એવી રીતે એકંદર ચોરાશી લાખ, સત્તાણુ હજાર ને ત્રેવીશ વિમાને છે અનુત્તર વિમાનેમાહેના ચાર વિજ્યાદિક વિમાનમાં દ્વિચરિમ દેવતા છે અને પાંચમા સર્વાર્થસિદ્ધ વિમાનમાં એકચરિમ દેવતા છે.* સૌધર્મ ક૯૫થી માંડીને સર્વાર્થસિદ્ધ વિમાન સુધીના દેવતાઓએ સ્થિતિ, કાંતિ, પ્રભાવ, વેશ્યાની વિશુદ્ધિ, સુખ, ઇંદ્રિયને વિષય અને અવધિજ્ઞાનમાં પૂર્વ પૂર્વથી ઉત્તર ઉત્તર અધિક અધિક છે. અને પરિગ્રહ પરિવારાદિ, અભિમાન, શરીર અને ગમનક્રિયામાં અનુક્રમે ઓછા ઓછા છે. સર્વથી જઘન્ય સ્થિતિવાળા દેવતાઓને સાત સ્તકને અંતરે ઉચ્છવાસ અને એથભક્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org