Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 1
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

Previous | Next

Page 311
________________ પરમાત્માની દેશના-વિચ્છલકનું કવરૂપ. સર્ગ ૩ જે. અરુણુવરાભાસ દ્વીપ અને અરુણુવરાભાસ સમુદ્ર છે, તે પછી કુંડલી૫ અને કુંડલે દધિ નામે સમુદ્ર છે અને તે પછી સુચક નામે દ્વીપ અને ચક નામે સમુદ્ર છે. એવી રીતે પ્રશસ્ત નામવાળા અને એકએકથી બમણું બમણું પ્રમાણુવાળા દ્વીપ અને સમુદ્ર અનુક્રમે રહેલા છે. તે સર્વની અંતે સ્વયંભૂરમણ નામે છેલ્લે સમુદ્ર છે.” પૂર્વોક્ત અઢીદ્વીપમાં દેવકુરુ અને ઉત્તરકુરુ જેટલા ભાગ વિના પાંચ મહાવિદેહ, પાંચ ભારત અને પાંચ ઐરવત એ પંદર કર્મભૂમિ છે. કાળોદધિ, પુષ્કરેદધિ અને સ્વયંભૂરમણ એ ત્રણ સમુદ્ર મીઠા પાણીવાળા છે, લવણસમુદ્ર ખારા પાણીને છે, તથા વારુણદધિના પાણી વિચિત્ર પ્રકારની મનહર મદિરા જેવા છે. ક્ષીરેદધિ ખાંડમિશ્રિત ઘીને ચોથો ભાગ જેમાં છે એવા ગાયના દૂધની જેવા પાણીવાળે છે. ધૃતવર સમુદ્રના પાણું ઉકાળેલા ગાયના ઘીની જેવા છે; અને બીજા સમુદ્ર તજ, એલાઈચી, કેશર ને મરીને ચૂર્ણ મિશ્રિત ચોથા ભાગવાળા ઇક્ષુરસના જેવા પાણીવાળા છે. લવણદધિ, કાલેદધિ અને સ્વયંભૂરમણ એ ત્રણ સમુદ્ર માછલાં, કાચબા વિગેરેથી સંકીર્ણ છે. એ સિવાયના બીજા સમુદ્ર મત્સ્ય અને કુમદિથો સંકીર્ણ નથી. (તેમાં ચેડાં અને નાના મચ્છાદિ છે) જબુદ્વીપમાં જઘન્ય તીર્થકર, ચકીઓ, વાસુદે અને બળવે ચાર ચાર હોય છે અને ઉત્કર્ષથી ચેત્રીશ* જિન અને ત્રીશ પાર્થિવ (ચક્રવત્તી કે વાસુદેવ) થાય છે, ધાતકી, ખંડ અને પુષ્કરાદ્ધ ખંડમાં એથી બમણું થાય છે.” એ તિર્યગલોકની ઉપર નવ સે જન ન્યૂન સાત રાજ પ્રમાણુવાળ મટી અદ્ધિ વાળ ઊર્ધ્વલક છે, તેમાં સૌધર્મ, ઈશાન, સનસ્કુમાર, મહેન્દ્ર, બ્રહ્મ, લાંતક, શુક્ર, સહસાર, આક્ર, પ્રાણુત, આરણ અને અય્યત એ નામના બાર ક (દેવલેક) છે અને નવ ગ્રેવેયક છે. તે શૈવેયકના સુદર્શન, સુપ્રબુદ્ધ, મરમ, સર્વભદ્ર, સુવિશાળ, સુમન, સૌમનસ, પ્રીતિકર અને આદિત્ય એવા નામ છે. તે પછી પાંચ અનુત્તર વિમાને છે, તેના વિય જયંત, જયંત અપરાજિત અને સર્વાર્થસિદ્ધ એવા નામ છે. તેમાં પ્રથમના ચાર પૂર્વ દિશાના ક્રમથી ચાર દિશાએ રહ્યા છે અને સર્વાર્થસિદ્ધ વિમાન સર્વની મધ્યમાં છે. ત્યારબાદ બાર જન ઊંચે સિદ્ધશિલા છે, તે પીસ્તાળીસ લાખ જન લંબાઈમાં અને વિસ્તારમાં છે. તેની ઉપર ત્રણ ગાઉ પછી અનંતર ચેથા ગાઉના છઠું અંશે લોકાર્ચ સુધી સિદ્ધના જીવે છે. આ સંભૂતલા પૃથ્વીથી સૌધર્મ અને ઈશાનક૫ સુધી દોઢ રાજલક છે. સનકુમાર અને મહેન્દ્રલોક સુધી અઢી રાજલક છે, સહસ્ત્રાર દેવલેક સુધી પાંચમું રાજલક છે, અચુત દેવલેક સુધી છઠ્ઠ હું રાજલક છે અને લોકાંત સુધી સાતમું રાજલોક છે. સૌધર્મક૫ અને ઈશાનકલ્પ ચંદ્રમંડળના જેવી વસ્તુ છે, તેમાં દક્ષિણુદ્ધમાં સૌધર્મ ક અને ઉત્તરાર્ધમાં ઈશાનક૯૫ છે. સનત્કમાર અને માહેંદ્ર એ બને દેવલોક પણ તેમની તુલ્ય આકૃતિવાળા છે, તેમાં દક્ષિણુદ્ધમાં સનકુમાર દેવલોક છે અને ઉત્તરાર્ધમાં * મહાવિદેહના બત્રી વિજયમાં બત્રીસ અને ભક્ત, ઐરતમાં એક એક મળીને ઉકષ્ટ કાળે ચેત્રીશ તીર્થકરો થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371