Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 1
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૨૮૪
પરમાત્માની દેશના-અંતરદ્વીપનું સ્વરૂપ.
સર્ગ ૩ જે. છે. એ દ્વીપમાં તે દ્વીપના નામથી ઓળખાતા સવ અંગઉપાંગમાં સુંદર એવા મનુષ્યો રહે છે, ફક્ત એકરૂક દ્વીપમાં જ નહીં પણ બીજા બધા અંતરદ્વીપમાં તે દ્વીપના નામથી ઓળખાતા મનુષ્યો જ રહે છે એમ જાણવું. અગ્નિકૂણ વિગેરે બાકીની ત્રણ વિદિશાઓમાં તેટલા જ દૂર, તેટલા જ લાંબા અને પહોળા આભાષિક, લાંગુલિક અને વિષાણિક એ નામના અનુકેમે દ્વીપે રહેલા છે. ત્યારપછી ચાર સે જન લવણસમુદ્રમાં જઈએ ત્યારે જગતીથી અને પ્રથમના દ્વીપથી ૪૦૦ એજન દૂર તેટલી જ લંબાઈ અને વિષ્કલવાળા ઈશાન વિગેરે વિદિશા એમાં હયકર્ણ, ગજકર્ણ, ગેકર્ણ અને શકુળિકર્ણ એ નામના અનુક્રમે અંતરહી છે. તે પછી ત્યાંથી અને જગતીથી પાંચસો ચેજન દૂર તેટલી જ લંબાઈ અને વિધ્વંભવાળા ચાર અંત. રદ્વીપ ઈશાન વિગેરે વિદિશાઓમાં આદર્શમુખ, મેષમુખ, હયમુખ અને ગજમુખ નામના અનકમે આવેલા છે. પછી છસેં જન દૂર તેટલી જ લંબાઈ અને વિસ્તારવાળા અશ્વમુખ, હસ્તિમુખ, સિંહમુખ અને વ્યાવ્રમુખ નામના અંતરદ્વીપો આવેલા છે. પછી સાત સો
જન દૂર તેટલી જ લંબાઈ અને વિસ્તારવાળા અશ્વકર્ણ, સિંહકર્ણ, હસ્તિકર્ણ અને કર્ણ પ્રાવણું નામે અંતરદ્વીપો આવેલા છે. તે પછી આઠ સે યોજન દૂર તેટલી જ લંબાઈ અને તેટલા જ વિષ્ક્રભવાળા ઉલ્કામુખ, વિદ્યુજિહવ, મેષમુખ અને વિદ્યદંત એ નામના ચાર દ્વીપ ઈશાન વિગેરે દિશાઓમાં અનુક્રમે રહેલા છે. પછી ત્યાંથી લવદધિમાં નવ સે
જન જતાં જગતીથી નવ સે જન ધર તેટલા જ વિષંભ અને લંબાઈથી શોભતા ગૂઢદંત, ઘનદંત, એકદંત અને શુદ્ધદંત નામે ચાર અંતરદ્વીપ ઈશાન વિગેરે દિશાના કમથી રહેલા છે. એ જ પ્રમાણે શિખરી પર્વત ઉપર પણ અઠ્યાવીશ દ્વીપ છે. એવી રીતે સેવે મળીને છપ્પન્ન અંતરદ્વીપો છે.”
માનુષાર પર્વતની પછી બીજું પુષ્કરાદ્ધ છે. તે પુષ્કરાદ્ધની ફરતે તે આખા દ્વીપથી બમણો પુષ્કરેદક સમુદ્ર આવેલ છે. તે પછી વારુણીવર નામે દ્વીપ અને સમુદ્ર આવેલા છે. તે પછી ક્ષીરવર નામે દ્વીપ ને સમુદ્ર છે, તે પછી ઘતવર નામે દ્વીપ ને સમુદ્ર છે, તે પછી ઈક્ષુવર નામે દ્વીપ ને સમુદ્ર છે, તે પછી આઠમાં નંદીશ્વર નામે સ્વર્ગના જે દ્વીપ આવેલો છે. વલયવિષ્કમાં એક સે ને ત્રેસઠ કરોડ તથા ચોરાશી લાખ યેજન છે. એ દ્વીપ વિવિધ જાતિના ઉદ્યાનવાળે અને દેવતાઓને ઉપભેગની ભૂમિરૂપ છે; તેમજ પ્રભુની પૂજામાં આસક્ત થયેલા દેવતાઓના આવાગમનથી સુંદર છે. એના મધ્યપ્રદેશમાં પૂર્વાદિ દિશાઓમાં અનુક્રમે અંજન સરખા વર્ણવાળા ચાર અંજની પર્વતે રહેલા છે. તે પર્વતે તળીએ દશ હજાર યોજનથી કંઇક અધિક વિસ્તારમાં છે, અને ઉપર એક હજાર
જન વિસ્તારવાળા છે, તેમજ ક્ષુદ્રમેરુની જેટલા (૮૪૦૦૦ યોજન) ઊંચા છે. તેમાં પૂર્વમાં દેવરમણ નામે, દક્ષિણમાં નિદ્યોત નામે, પશ્ચિમમાં સ્વયંપ્રભ નામે, ઉત્તરમાં રમણીય નામે અંજનાચલ છે. તે ચાર પર્વતેની ઉપર સે યોજન લાંબા, તેથી અદ્ધ વિસ્તારવાળા અને તેર જન ઊંચા અહેતુ ભગવાનનાં ચૈત્યો છે. તે દરેક ચૈત્યને ચારચાર દ્વાર છે. તે સેળ જન ઊંચા છે, પ્રવેશમાં આઠ યેાજન અને વિસ્તારમાં પણ આઠ
જન છે. તે દ્વારે વૈમાનિક, અસુરકુમાર, નાગકુમાર અને સુવર્ણકુમારના આશ્રયરૂપ છે, અને તેઓના નામથી જ તે પ્રખ્યાત છે. તે ચાર દ્વારની મધ્યમાં સોળ જન લંબાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org