________________
૨૮૨ પરમાત્માની દેશના-મનુષ્ય ક્ષેત્રનું વર્ણન.
સગ ૩ જે. જબૂદ્વીપની જેટલી સંખ્યાવાળાં ક્ષેત્ર અને પર્વતે છે. તે ધાતકીખંડમાં ચકના આરા જેવા આકારવાળા અને એક સરખા પહોળા તથા કાળદધિ અને લવણસમુદ્રને સ્પણીને રહેલા વર્ષધર પર્વત તથા ઈષકાર પર્વત છે અને આરાના આંતરાની જેવા ક્ષેત્રો છે. ધાતકીખંડ દ્વિીપની ફરતો કાળદધિ નામે સમુદ્ર આવેલ છે, તે આઠ લાખ
જનના વિસ્તારવાળે છે. તેની ફરતા પુષ્કરવઢીયાદ્ધ તેટલા જ પ્રમાણવાળે છે. ધાતકીખંડમાં ઈષકાર પર્વત સહિત મેરુ વિગેરેની સંખ્યા સંબંધી જે નિયમ કહે છે તે જ નિયમ પુષ્કરાવદ્ધમાં પણ છે અને પુષ્કરાદ્ધમાં ક્ષેત્રાદિકના પ્રમાણને નિયમ ધાતકીખંડના ક્ષેત્રાદિકના વિભાગથી બમણું છે. ધાતકીખંડ અને પુષ્કરાદ્ધમાં મળીને ચાર નાના મેરુપર્વત છે. તે જંબુદ્વીપના મેરુથી પંદર હજાર જન ઓછા ઊંચા અને છસે જન ઓછા વિસ્તારવાળા છે. તેને પ્રથમ કાંડ મહામેરુ જેટલો જ છે, બીજે કાંડ સાત હજાર
જન ઓછે અને ત્રીજો કાંડ આઠ હજાર યોજન ઓછો છે; તેમાં ભદ્રશાળ અને નંદનવન મુખ્ય મેરુની પ્રમાણે જ છે, નંદનવનથી સાડીપંચાવન હજાર યોજન જઈએ ત્યારે પાંચ સે જન વિશાળ એવું સૌમનસ નામે વન છે. એના ઉપર અઠ્યાવીશ હજાર
જન જતાં પાંડુક વન છે, તે મધ્યની ચૂલિકા ફરતું ચાર સો ને ચેરાણું યે જન વિસ્તારમાં છે. તે નામને ઉપર અને નીચે મહામેરુના જેટલે જ વિધ્વંભ છે અને તેટલી જ અવગાહના છે તથા મુખ્ય મેરુના જેટલા પ્રમાણવાળી મધ્યમાં ચૂલિકા છે.”
એવી રીતે મનુષ્ય ક્ષેત્રમાં અઢી દ્વીપ, બે સમુદ્ર, પાંત્રીશ ક્ષેત્રો, પાંચ મેરુ, ત્રીશ વર્ષધર પર્વતે, પાંચ દેવમુરુ; પાંચ ઉત્તરકુરુ અને એક સે ને સાઠ વિજયે છે. પુષ્કરાદ્ધ દ્વીપની ફરતો માનુષેત્તર નામે પર્વત છે. તે મનુષ્યલકની બહાર શહેરના કિલાની જેમ વનું લાકારે રહેલો છે. તે સુવર્ણન છે અને બાકીના પુષ્કરાદ્ધમાં સત્તર સે ને એકવીસ
જન ઊંચે છે; ચાર સે ત્રીસ જન ને એક કેસ પૃથ્વીમાં રહેલું છે, એક હજાર ને બાવીશ જન નીચે વિસ્તારમાં છે, સાત સે ને ત્રેવીશ પેજન મધ્ય ભાગે વિસ્તારમાં છે અને ચાર સે ને ચોવીશ એજન ઉપર વિસ્તારમાં છે. તે માનુષેત્તર પર્વતની બહાર મનુષ્યનું જન્મ-મરણ થતું નથી. તેની બહાર ગયેલા ચારણમુનિ આદિ પણ બહાર મરણ પામતા નથી, તેથી તેનું નામ માનુષોત્તર છે. એની બહારની ભૂમિ પર બાદરાગ્નિ, મેઘ, વિદ્યુત, નદી અને કાળ વિગેરે નથી. તે માનુષોત્તર પર્વતની અંદરની બાજુએ (૬) અંતરદ્વીપ અને પાંત્રીસ ક્ષેત્રો છે. તેમાં જ મનુષ્યો ઉત્પન્ન થાય છે, પરંતુ કેઈએ સંહરણ કરવાથી વિદ્યાના બળથી તથા લબ્ધિના વેગથી મેરુપર્વત વિગેરેનાં શિખરો ઉપર, અઢી દ્વીપમાં અને બંને સમુદ્રમાં સર્વત્ર મનુષ્ય લાભે છે. તેમના ભારત સંબંધી, જંબૂદ્વીપ સંબંધી
૧ આ દરેક પર્વતે જંબૂદીપના વર્ષધર પ્રમાણે જ ઊંચા છે. ઇષકાર ૫૦૦ જન ઊચા છે. પહે ળાઈમાં વર્ષધરો ખૂદ્દીપની વર્ષધરથી બમણું છે. ઈષકાર ૧૦૦૦ યોજન પહોળા છે.
૨ આ ચાર મેરુ જમીનથી ૮૪૦૦૦ યોજન ઊંચા છે અને જમીન પર ૯૪૦૦ યોજના વિસ્તારમાં છે.
૩ પાંચ ભરત, ૫ એરવત, ૫ હિમવંત, ૫ હિરણ્યવત, ૫ હરિવર્ષ, ૫ રમ્યક ને ૫ મહાવિદેડએ ૩૫ ક્ષેત્રે સમજવાં (દેવકુર, ઉત્તરકુરુ, મહાવિદેહની અંતર્ગત સમજવા).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org