________________
પર્વ ૨ જું પરમાત્માની દેશના-લવણસમુદ્રનું વર્ણન,
૨૮૧ સમુદ્રની પાણીની શિખા છે. તેની ઉપર બે ગાઉ સુધી ઊંચી જળની વેલ એક દિવસમાં બે વખત વધે છે. તે લવણસમુદ્રની મધ્યમાં પૂર્વાદિ દિશાના ક્રમથી વડવામુખ, કેયૂપ, ચૂપ અને ઈશ્વર એ નામના મોટા માટલાની જેવી આકૃતિવાળા ચાર પાતાલકલશા છે. તે મધ્યમાં પિટાળે એક લાખ જન પહોળા છે અને લાખ યોજન ઊંડા છે, એક હજાર
જન જાડી વજીરત્નની તેમની ઠીકરી છે, નીચે અને ઉપર દશ હજાર યેાજન પહેલા છે. તેમાં નીચેના ત્રીજા ભાગમાં વાયુ રહેલ છે, મધ્યના ત્રીજા ભાગમાં વાયુજળ મિશ્ર છે અને ઉપરના ત્રીજા ભાગમાં જળ રહેલું છે. તે કાંઠા વિનાના મોટા માટલાની જેવા આકારના છે. તે કળશામાં કાળ, મહાકાળ, વેલંભ અને પ્રભંજન નામના દેવતા અનુક્રમે
તપોતાના કીડાઆવાસમાં રહે છે. તે ચાર પાતાલકલશાના આંતરામાં સાત હજાર આઠ સે ને ચેરાશી ન્હાના કળશા છે. તે એક હજાર યોજન ભૂમિમાં ઊંડા તથા તેટલા જ પિટાળે પહોળા છે, તેમની દશ એજનની ઠીકરી જાડી છે અને ઉપર તથા નીચે એક સે
જન પહેલા છે. તે પાતાળકળશાઓમાં નીચેના ભાગમાં રહેલા વાયુવડે તેના મુખ્ય ભાગનું વાયુમિશ્ર જળ ઉછળે છે. એ સમુદ્રની વેલને અંદરથી ધારણ કરનારા બેંતાળીશ હજાર નાગકુમાર દેવતા હમેશાં રક્ષકની પેઠે રહેલા છે. બહારથી વેલને ધારણ કરનારા
તેર હજાર દેવતા છે અને મધ્યમાં ઊડતી શિખા ઉપરની બે ગાઉ પયતની વેલને રોકનારા સાઠ હજાર દે છે. તે લવણસમુદ્રમાં ગેસ્તૂપ, ઉદકાભાસ, શંખ અને ઉદકસીમાં એ નામના અનુક્રમે સુવર્ણ, અંકરત્ન, રૌમ્ય અને સ્ફટિકના ચાર વેલંધર પર્વતે છે. ગોસ્તૂપ, શિવક, શંખ અને મહદ નામના ચાર દેવતાઓને તેમાં આશ્રય છે, તે બેંતાળીશ હજાર જન સમુદ્રમાં જઈએ ત્યારે ચારે દિશાએ ચાર આવેલા છે, તથા ચાર વિદિશાઓમાં કર્કોટક, કામક, કલાક અને અરુણપ્રભ નામે ચાર સર્વ રત્નમય એવા સુંદર અનુલંધર પર્વતે છે. તે પર્વત ઉપર કર્કોટક, વિજિહ, કૈલાસ અને અરુણુપ્રભા નામે તેના સ્વામીદે નિરંતર વસે છે. તે સર્વ પર્વતે એક હજાર સાત સે ને એકવીશ
જન ઊંચા છે, એક હજાર ને બાવીશ જન મૂળમાં પહોળા છે અને ચાર સે ને ચોવીશ જન શિખર ઉપર પહોળા છે. તે સર્વ પર્વતની ઉપર તેના સ્વામી દેવતાઓના શોભનિક પ્રાસાદો છે. વળી બાર હજાર જન સમુદ્ર તરફ જઈએ ત્યારે પૂર્વ દિશા સંબંધી બે વિદિશામાં બે ચંદ્રદ્વીપ છે, તે વિસ્તારમાં અને પહોળાઈમાં પૂર્વ પ્રમાણે છે; અને તેટલાજ પ્રમાણવાળા બે સૂર્યદ્વીપ પશ્ચિમ દિશા સંબંધી બે વિદિશામાં છે અને સુસ્થિત દેવતાના આશ્રયભૂત ગૌતમ દ્વીપ તે બેની વચમાં છે. ઉપરાંત લવણસમુદ્ર સંબંધી શિખાની આ બાજુ અને બહારની બાજુ ચાલનારા ચંદ્રો અને સૂર્યોના આશ્રયરૂપ દ્વિીપ છે, તથા તેની ઉપર તેમના પ્રાસાદો રહેલા છે. તે લવણસમુદ્ર લવણરસવાળે છે.”
લવણસમુદ્રની ફરતે તેનાથી બમણે પહેળે ધાતકીખંડ નામે બીજે દ્વીપ છે. જબૂદ્વીપમાં મેરુપર્વત, ક્ષેત્રે અને વર્ષધર પર્વતે જેટલા કહેલા છે તેથી બમણું તે જ નામના ધાતકીયખંડમાં છે. વધારામાં ઉત્તર અને દક્ષિણમાં ધાતકીખંડની પહોળાઈ પ્રમાણે બે ઈષકાર પર્વત આવેલા છે. તેના વડે વિભાગ પામેલા પૂર્વાદ્ધ અને પશ્ચિમાદ્ધમાં A - 36
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org