Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 1
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૨૭૯
પર્વ ૨ જું.
પરમાત્માની દેશના-જ્યોતિશ્ચકની રચના. એક હજાર યોજન લાંબો અને પાંચસે જન વિસ્તારવાળે પદ્મ નામે એક મેટ દ્રહ છે. મહાહિમવંત પર્વત ઉપર મહાપદ્મ નામે દ્રહ છે, તે પદ્મદ્રહથી લંબાઈમાં અને વિસ્તારમાં બમણું છે. તેનાથી બમણ તિબિંછિ નામે દ્રઢ નિષેધ પર્વત ઉપર રહે છે. તેના જેવો જ કેસરી નામને એક દ્રહ નીલવંત ગિરિ ઉપર આવેલ છે. મહાપદ્મદ્રહની તુલ્ય મહાપુંડરીકદ્રહ રુકમી પર્વત ઉપર છે અને પદ્મદ્રહની તુલ્ય પુંડરીક દ્રહ શિખરી પર્વત ઉપર રહેલો છે. એ પદ્માદિક દ્રામાં જળની અંદર દશ જન ઊંડા ગયેલાં નાળવાળા વિસ્વર કમળો રહેલાં છે. એ છએ દ્રહોમાં શ્રી, હીં, ધૃતિ, કીર્તિ, બુદ્ધિ અને લક્ષમી એ છ દેવીઓ અનુક્રમે પાપમના આયુષ્યવાળી રહે છે. તે દેવીઓ સામાનિક દેવે, ત્રણ પર્ષદાના દે, આત્મરક્ષકો અને સૈન્ય સહિત છે.”
ભરતક્ષેત્રની અંદર ગંગા અને સિંધુ નામે મોટી બે નદીઓ છે, હૈમવંત ક્ષેત્રમાં હિતા અને રોહિતાશા નામની બે નદીઓ છે, હરિવર્ષ ક્ષેત્રમાં હરિસલિલા અને હરિ. કાંતા નામે બે નદીઓ છે, મહાવિદેહ ક્ષેત્રમાં સીતા અને સીતાદા નામે બે મોટી નદીઓ છે, રમ્યક ક્ષેત્રમાં નરકાંતા અને નારીકાંતા નામની બે નદીઓ છે, હેરણ્યવત ક્ષેત્રમાં સ્વર્ણકૂલા અને રૂપકૂલા નામની બે નદીઓ છે અને એરવત ક્ષેત્રમાં રક્તા અને રક્તાવતી નામની બે નદીઓ છે. તેમાં પહેલી નદીઓ પૂર્વ સમુદ્રમાં જઈને મળે છે અને બીજી નદીઓ પાશ્ચમ સમુદ્રમાં જઈને મળે છે. તેમાં ગંગા અને સિંધુ નદી ચૌદ હજાર નદીઓએ પરવરેલી છે. સીતા અને સીતેદા નદીઓ વિના દરેક બબ્બે નદીઓ તેથી બમણી બમણી નદીઓના પરિવારવાળી છે. ઉત્તરની નદીઓ દક્ષિણની નદીઓ જેટલા જ પરિવારવાળી છે. સીતા અને સીતેદા નદી પાંચ લાખ અને બત્રીશ હજાર નદીઓના પરિવારવાળી છે.”
ભરતક્ષેત્રની પહોળાઈ પાંચ સો છવીશ એજન અને યજનના ઓગણીશ ભાગ કરીએ તેવા છ ભાગ (છ કળા)ની છે. અનુક્રમે બમણા બમણ વિસ્તારવાળા પર્વત અને ક્ષેત્રો મહાવિદેહક્ષેત્ર સુધી છે. ઉત્તર બાજુના વર્ષધર પર્વતે અને ક્ષેત્રો દક્ષિણના વર્ષધર પર્વત અને ક્ષેત્રોની જેટલા જ પ્રમાણુવાળા છે. એ પ્રમાણે બધા વર્ષધર પર્વતનું અને ખંડેનું પ્રમાણ સમજવું. નિષધાદ્રિથી ઉત્તર તરફ અને મેરુથી દક્ષિણ તરફ વિદ્યપ્રભ અને સૌમનસ નામે પૂર્વ-પશ્ચિમમાં બે પર્વત છે. તેમની હાથીના દાંતની જેવી આકૃતિ છે અને છેડે મેરુપર્વતથી જરા સ્પર્શ કર્યા વિના છેટે રહેલા છે. એ બનેની મધ્યમાં દેવકુરુ નામનું યુગલિયાનું ક્ષેત્ર છે. તેને વિઝંભ (ઉત્તર દક્ષિણ પહોળાઈ) અગિયાર હજાર આઠ સે બેંતાલીસ જન છે. તે દેવકુરુ ક્ષેત્રમાં સીતેરા નદીથી ભેદાયેલા પાંચ દ્રહો છે. તે પાંચ દ્રહની બન્ને બાજુ દશ દશ સુવર્ણના પર્વતે છે, તેની એકત્ર ગણત્રી કરવાથી સો સુવર્ણગિરિ થાય છે. તે દેવકુરુમાં સીતેદા નદીના પૂર્વ અને પશ્ચિમ તટ ઉપર ચિત્રકૂટ અને વિચિત્રકૂટ નામે બે પર્વત છે, તે ઊંચા એક હજાર જન છે, ભૂમિ ઉપર પહેલા પણ તેટલા જ છે અને ઉપર વિસ્તાર તેથી અર્થો (૫૦૦ જન) છે. મેરુથી ઉત્તરમાં અને નીલવંતગિરિથી દક્ષિણમાં ગંધમાદન અને માલ્યવાન નામે બે પર્વતે હાથીદાંતને આકારે રહેલા છે. તે બે પર્વતની અંદર સીતા નદીથી ભિન્ન થયેલા પાંચ કહે છે. તેની પણ બન્ને બાજુ દશ દશ હોવાથી એકંદર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org